ETV Bharat / state

બાલાસિનોરનું નગર સેવાસદન પાન-મસાલાની પિચકારીઓથી રંગાયું

author img

By

Published : Jun 2, 2019, 2:29 PM IST

મહીસાગરઃજિલ્લાના બાલાસિનોરમાં નગરપાલિકા કચેરીમાં દિવાલો પર પાન મસાલાની પિચકારીઓ જોવા મળી છે. એક તરફ મોદી સરકાર દ્વારા સ્વરછ ભારત મિશન અંતર્ગત ટીવી મીડિયામાં મોટી મોટી જાહેરાતો દ્વારા લોકોને જાગૃત કરી રહી છે. ત્યારે આ વાતો માત્ર કાગળ પર રહી છે.

બાલાસિનોરનું નગર સેવાસદન પાન-મસાલાની પિચકારીઓથી રંગાયું

મહીસાગર જિલ્લાના બાલાસિનોરની નગરપાલિકા કચેરીમાં ગંદકીનો માહોલ સર્જાયો છે. એક તરફ સરકાર દ્વારા સ્વરછ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા અભિયાન માટે લાખોના ખર્ચની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. બીજી તરફ બાલાસિનોર પાલિકા કચેરીમાં સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે. નગરપાલિકા ભવનમાં અલગ-અલગ જગ્યાએ પાનની પિચકારીઓ અને કચરો જોવા મળે છે. તેમજ યોગ્ય સફાઈ થતી ન હોય તેમ લાગી રહ્યું છે. સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત ઓફિસમાં સ્વચ્છતા જાળવવાના બેનરો લગાવવામાં આવ્યા છે, પરંતુ આ સુચનાનો કોઈ અમલ કરતું નથી.

બાલાસિનોરનું નગર સેવાસદન પાન-મસાલાની પિચકારીઓથી રંગાયું

જો સરકારી કચેરીમાં આવી ગંદકી જોવા મળતી હોય તો ગ્રામ્ય વિસ્તારની શું હાલત બને ? જેનું સૌથી મોટું ઉદાહરણ સામે જ છે. જો નગર સેવા સદનની કચેરીમાંજ આવી ગંદકી હોય. તો પછી નગરની હાલત તો શું હશે તે મોટો પ્રશ્ન છે. ઓફિસમાં આવતા નગરજનો ગંદકી કરે તો તેને રોકટોક કરવાની જવાબદારી તંત્રની હોય છે. પરંતુ તંત્રને આ વિશે કોઈ ફરક પડતો નથી તેમ લાગી રહ્યું છે.

Intro:બાલાસિનોર નગર સેવાસદન કચેરીની દિવાલો પાન-મસાલાની પિચકારીઓથી રંગાઈ.

મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં નગર પાલિકા કચેરીમાં પ્રવેશ કરતા તેની દિવાલો પર પાન મસાલાની પિચકારીઓ જોવા મળી છે. એક તરફ મોદી સરકાર દ્વારા સ્વરછ ભારત મિશન અંતર્ગત ટીવી મીડિયામાં મોટી મોટી જાહેરાતો દ્વારા લોકોને જાગૃત કરી રહી છે ત્યારે આ વાતો માત્ર કાગળ પર રહી ગઈ છે.
બાલાસિનોર નગર પાલિકામાં લોકો દ્વારા દિવાલો પર પાન મસાલાની પિચકારીઓ કરાતા સ્વચ્છતાની બાબતને લઈને અધિકારીઓને કોઈ ફેર પડતો નથી તેવું લાગી રહ્યું છે. કચેરીમાં પ્રવેશ કરતા સેવાસદનમાં યોગ્ય સફાઈ ન થતી હોય તેમ લાગી રહ્યું છે. જો સરકારી કચેરીમાં આવી હાલત હોયતો ગ્રામ્ય વિસ્તારોમાં શું હાલત હશે? શુ આને કહેવાય સ્વરછ ભારત?


Body: મહીસાગર જિલ્લાના બાલાસિનોરની નગર પાલિકા કચેરીમાં
ગંદકીનો માહોલ બનવા પામ્યો છે. એક તરફ સરકાર દ્વારા સ્વરછ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા અભિયાન માટે લાખોના ખર્ચની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે અને બીજી તરફ બાલાસિનોર પાલિકા કચેરીમાં સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે. નગર પાલિકા ભવનમાં અલગ અલગ જગ્યાએ પાન પડીકીની પિચકારીઓ અને કચરો જોવા મળે છે. તેમજ યોગ્ય સફાઈ ન થતી હોય તેમ લાગી રહ્યું છે. સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત ઓફિસમાં સ્વચ્છતા જાળવોના બેનરો લગાવવામાં આવ્યા છે, પણ આ સુચનનો કોઈ અમલ કરતું નથી. જો સરકારી કચેરીમાં આવી ગંદકી જોવા મળતી હોય તો ગ્રામ્ય વિસ્તારની શું હાલત બને ? જેનું સૌથી મોટું ઉદાહરણ સામે જ છે. જો નગર સેવા સદનની કચેરીમાંજ આવી ગંદકી હોયતો પછી નગરની હાલત તો શુ હશે તે મોટો પ્રશ્ન છે. ઓફિસમાં આવતા નગરજનો ગંદકી કરે તો તેને રોકટોક કરવાની જવાબદારી તંત્રની હોય છે પરંતુ તંત્રને આ વિશે કોઈ ફરક પડતો નથી તેમ લાગી રહ્યું છે.


Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.