ETV Bharat / state

બાલાસિનોર નગરપાલિકાની અર્થવ્યવસ્થા ખોરવાઈ ? લાઈટ અને પાણીનું 18 કરોડથી વધુનું બિલ બાકી

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 12, 2023, 7:00 AM IST

બાલાસિનોર નગરપાલિકાની અર્થવ્યવસ્થા ખોરવાઈ ?
બાલાસિનોર નગરપાલિકાની અર્થવ્યવસ્થા ખોરવાઈ ?

રાજ્યની ઘણી નગરપાલિકાઓ એવી છે જે સમયર વીજ બિલ કે અન્ય બિલો ભરી શકતી નથી, અથવા તો તેઓ પાસે ભંડોળ હોતું નથી કે પછી તેઓ આવા બિલ ભરવામાં આળસ કરતી હોય છે. જેના પરિણામે આવી પાલિકાઓના ટેબલ પર બિલોના થપ્પા લાગી જાય છે, તેમ છતાં તેની ભરપાઈ કરવામાં આવતી નથી, અને આખરે જે તે વિભાગ લાલઘૂમ થાય છે, અને પછી નોટિસો આપવાની પ્રક્રિયા શરૂ થાય છે. વીજ બિલ અને પાણી બિલના દેવામાં ડૂબેલી બાલાસિનોર નગરપાલિકાની પણ આવી જ સ્થિતિ થઈ છે. જેની ઉપર થઈ ગયો છે કરોડોનું કરજ.

બાલાસિનોર નગરપાલિકાનું લાઈટ અને પાણીનું 18 કરોડથી વધુનું બિલ બાકી

મહીસાગર: બાલાસિનોર નગરપાલિકાની અર્થવ્યવસ્થા જાણે ખોરવાઈ ગઈ હોય તેવો ઘાટ સર્જાયો છે. પાલિકા પાસે ઈલેક્ટ્રી સિટી બિલ અને પાણી બિલ ભરવાના પણ પૈસા ન હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. બાલસિનોર નગરપાલિકાનું જી.ઈ.બી.નું વોટર વર્કસ અને ડ્રેનેજ અને સ્ટ્રીટ લાઇટનું એમ ત્રણેય થઈને કુલ ટોટલ ઇલેક્ટ્રીક સિટી બિલ 3.61 કરોડ રૂપિયા જેટલું બાકી છે. ઉપરાંત નગરજનોને દરોજ્જ પુરૂ પાડવામાં આવતું પાણી કે, જે મહી સિંચાઇ માંથી લેવામાં આવે છે, તેનું બિલ પણ 18.90 કરોડ રૂપિયા જેટલું બાકી છે.

પાલિકાનું 18.90 કરોડનું બિલ બાકી: બાલાસિનોર નગરપાલિકા પોતાના નગરજનોને પીવાનું શુદ્ધ પાણી પહોંચાડે છે, આ પાણી મહી નદી અને વણાકબોરી ડેમ આધારીત જૂથ યોજના હેઠળ બાલાસિનોર શહેરને આપવામાં આવે છે. પાલિકાને મળતું આ પાણી અને વીજ બિલ માટે જે તે વિભાગને પૈસા ચુકવવા પડતા હોય છે. પરંતુ બાલાસિનોર પાલિકા વિવિધ બિલ પેટે ભરવામાં આવતા પૈસા ચુકવવામાં જાણે કે ઠેંગો બતાવી રહી હોય તેમ લાગી રહ્યું છે. બીજી તરફ રાજ્ય સરકારનો પાણી પુરવઠા વિભાગ પણ પાણી આવશ્યક સેવા હોવાથી કડક પણે વસુલી શકતી નથી. હવે સ્થિતિ એવી બની ગઈ છે. બાલાસિનોર નગર પાલિકા ઉપર વોટર વર્ક્સ, ડ્રેનેજ અને સ્ટ્રીટ લાઈટ બીલ મળીને કુલ 18 કરોડથી વધુનું બિલનું દેવું થઈ ગયું છે.

શું કહે છે પાલિકાના ચીફ ઓફિસર: બાલાસિનોર નગરપાલિકામાં જીઈબીનું વોટર વર્કસ અને ડ્રેનેજ અને સ્ટ્રીટ લાઇટનું એમ ત્રણેય થઈને કુલ ઇલેક્ટ્રીક સિટી બિલ 3.61 કરોડ જેટલું બાકી છે. જ્યારે મહી સિંચાઇ માંથી જે પાણી મેળવવામાં આવે છે તેનું બિલ 18.90 કરોડ જેટલું બાકી છે. જે પાલિકા ટૂંક સમયમાં ભરપાઈ કરશે તેવું નગરપાલિકાના ચીફ ઓફિસર આકાશ પટેલનું કહેવું છે. તેઓ કહે છે કે, જી.ઇ.બી.નું ઇલેક્ટ્રીક સિટી બિલ છે, તે ભરવા માટે રાજ્ય સરકાર દ્વારા લોન યોજના અમલમાં મૂકી છે. અને તે અનુસંધાને બાલાસિનોર નગર પાલિકાએ પૂરેપુરું બિલ ભરવા માટે આ બાબતે લોન માટે પણ દરખાસ્ત કરેલી છે. જ્યારે રાજ્ય સરકાર તેમને પૈસા આપશે કરશે ત્યારે જીઈબીનું બિલ ભરપાઈ કરી દઈશું અને સીંચાઈનું પણ આ રીતે પાલિકા દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે.

  1. Mahisagar News: મહિસાગર જિલ્લામાં 65 કિલો અખાદ્ય પદાર્થોનો નાશ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા 47 જેટલી દુકાનોમાં સરપ્રાઈઝ ચેકિંગ
  2. Mahisagar News: બાલાસિનોરમાં ડેન્ગ્યુના કેસમાં વધારો, વરસાદે વિરામ લેતાં રોગચાળો વકર્યો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.