ETV Bharat / state

Kadana Dam: કડાણા ડેમમાંથી મહી નદીમાં પાણી છોડાતા નદી બની ગાંડીતૂર, 106 જેટલા ગામોમાં એલર્ટ

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 18, 2023, 6:32 AM IST

Updated : Sep 18, 2023, 10:15 AM IST

મહિસાગરમાં ઉપરવાસમાંથી પાણીની આવક થતાં કડાણા ડેમમાં 10 ગેટ 24 ફૂટ તેમજ 4 ગેટ 12 ફૂટ ખોલવામાં આવ્યા છે. 3 લાખ 50 હજાર ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવતા મહી નદીએ રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. નદીકિનારાના 106 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા હજી વધુ પાણી મહી નદીમાં છોડવામાં આવી શકે છે.

કડાણા ડેમ
કડાણા ડેમ

કડાણા ડેમમાંથી પાણી મહી નદીમાં છોડાયું

મહિસાગર: હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. આગાહી મુજબ મહિસાગર જિલ્લામાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. મહિસાગર જિલ્લામાં આવેલ કડાણા ડેમ કે જે ગુજરાતમાં ત્રીજા નંબરનું સ્થાન ધરાવે છે. આ ડેમ મહિસાગર જિલ્લા સહિત ગુજરાતના નવ જિલ્લાની જીવાદોરી સમાન ડેમ છે. ડેમના ઉપવાસમાં પાણીની આવક થવાને કારણે ડેમના 10 ગેટ ખોલવામાં આવ્યા છે અને મહી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે.

106 જેટલા ગામોમાં એલર્ટ
106 જેટલા ગામોમાં એલર્ટ

પાણીની આવક ઘટી: મહીસાગરના કડાણા ડેમમાં હાલમાં પાણીની આવક ઘટી છે. કડાણા ડેમમાં હાલ 3 લાખ 75 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં 3 લાખ 66 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. કડાણા ડેમના 14 ગેટ ખોલવામાં આવ્યા. પાણીની આવક ઘટતા રાહતના સમાચાર છે. જો કે ઉપરવાસમાં વરસાદ વરસે તો આવક વધી શકે છે.

મહી નદીએ રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું
મહી નદીએ રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું

106 જેટલા ગામોમાં એલર્ટ: કડાણા ડેમના 10 ગેટ 24 ફૂટથી 10 ફૂટ, 15 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે અને પાણી મહી નદીમાં છોડવામાં આવ્યું છે, જેના કારણે મહી નદી ગાંડીતુર બની છે. ડેમના ઉપરવાસમાંથી 6,28,000 ક્યુસેક જેટલા પાણીની આવક થઈ રહી છે, જેના કારણે કડાણા ડેમના ગેટ ખોલવાની ફરજ પડી છે. કડાણા ડેમના ગેટ ખોલી 3 લાખ 6 હજાર ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવ્યું છે. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારમાં આવતા 106 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

ડેમનું જળસ્તર 415 ફૂટ પર પહોચ્યું: ડેમના ઉપરવાસમાંથી 7 લાખ ક્યુસેક પાણીની આવક થઇ રહી છે અને હાલનું ડેમનું જળસ્તર 415 ફૂટ પર પહોચ્યું છે અને ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા હજી વધુ પાણી મહી નદીમાં છોડવામાં આવી શકે છે. તંત્ર દ્વારા દરેક ગામના લોકોને નદીકિનારે ન જવા સૂચના આપવામાં આવી છે. લુણાવાડામાં પણ 7 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. ડેમ ભરાવાને કારણે આ ડેમ પર નિર્ભર નવ જિલ્લા માટે ખુશીના સમાચાર છે.

  1. Panam River Flood: પાનમ નદીમાં પૂર આવતા 4 યુવાનો ફસાયા, NDRFની ટીમ દ્વારા તમામ લોકોનું સફળતાપૂર્વક રેસ્કયુ
  2. Rainy weather in Gujarat : રાજ્યના આ વિસ્તારમાં જોવા મળ્યો સૌથી વધુ અને સૌથી ઓછો વરસાદ
Last Updated :Sep 18, 2023, 10:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.