ETV Bharat / state

ભુજ APMCમાં સ્વૈચ્છિક લોકડાઉન, 30 એપ્રિલ સુધી બંધ રહેશે

author img

By

Published : Apr 21, 2021, 1:26 PM IST

Updated : Apr 21, 2021, 1:52 PM IST

કચ્છમાં પણ કોરોનાનો કહેર વધી રહ્યો છે. કચ્છમાં રોજ રેકર્ડબ્રેક પોઝિટિવ કેસો નોંધાઇ રહ્યા છે. મંગળવારે 176 પોઝિટિવ કેસો નોંધાયા હતા અને મૃત્યુદર પણ વધી રહ્યો છે. સરકાર ભલે લોકડાઉન માટે તૈયાર ન હોય પરંતુ રાજકીય નેતાઓની મદદથી સ્વૈચ્છિક લોકડાઉન માટેના પગલાં લેવામાં આવી રહ્યા છે. કચ્છની સૌથી મોટી ભુજ APMC પણ તારીખ 30 એપ્રીલ સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.

bhuj
ભુજ APMC માં સ્વૈચ્છિક લોકડાઉન: 30 એપ્રિલ સુધી બંધ રહેશે

  • APMC 10 દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય
  • વેપારીઓ અને કર્મચારીઓ સંક્રમિત થતા લેવાયો નિર્ણય
  • જરૂર જણાશે તો સ્વૈચ્છિક લોકડાઉન લંબાવવામાં આવશે

કચ્છ: જિલ્લામાં કોરોના સંક્રમણ વધતા સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય ડૉ નીમાબેન આચાર્ય, વાસણભાઇ આહિરે પણ સ્વૈચ્છિક લોકડાઉન માટેની અપિલ કરી હતી. કચ્છના ઘણા ગામો પહેલાથી સ્વૈચ્છિક રીતે લોકડાઉન કરીને કોરોના મહામારીને અંકુશમા રાખવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે.

જરૂર જણાશે તો આ લોકડાઉન લંબાવવામાં પણ આવશે

વધતા કોરોનાના સંક્રમણને ધ્યાનમાં લઈને વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક રીતે જ APMC 10 દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વેપારીઓ અને કર્મચારીઓ પોઝિટિવ આવતા નિર્ણય લેવામાં આવ્યો છે. ખેડૂતોને હરાજી માટે થોડાક સમય માટે માર્કેટ યાર્ડના આવવા માટે અપીલ કરવામાં આવી છે અને જો જરૂર જણાશે તો આ લોકડાઉન લંબાવવમાં પણ આવશે.

આ પણ વાંચો : કચ્છનું એક એવું સ્મશાન, જ્યાં મહિલાઓ કોરોનાગ્રસ્ત દર્દીઓની અંતિમવિધીમાં મદદ કરે છે


કોરોનાની ચેઈન તોડવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે

ગુજરાત સહિત કચ્છમા પણ સ્વૈચ્છિક રીતે લોકો લોકડાઉનમાં જોડાઇ રહ્યા છે. કચ્છના નાના ગામડાઓ હોય કે શહેરો સ્વૈચ્છિક લોકડાઉન આપી કોરોનાને મ્હાત આપવા પ્રયત્નો કરી રહ્યા છે તથા કોરોનાની ચેઈન તોડવા માટે પ્રયત્નો કરી રહ્યા છે.

આ પણ વાંચો : મુન્દ્રાના સમાઘોઘા ગામમાં આંશિક લોકડાઉન

વેપારીઓની સંમતિથી લેવાયો નિર્ણય

ભુજ APMCના ડાયરેક્ટર નવીનભાઈ ગણાત્રાએ ETV Bharat સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે અહીં કામ કરતા કર્મચારીઓ અને વેપારીઓ સંક્રમિત થતા સર્વે વેપારીઓની સંમતિથી સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે અને કોરોના નો સંક્રમણ અટકાવવા તેમજ અહીં કામ કરતા કર્મચારીઓ અને વેપારીઓના પરિવારજનો સંક્રમિત ના થાય માટે આ નિર્ણય લેવામા આવ્યો છે.

Last Updated : Apr 21, 2021, 1:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.