ETV Bharat / state

Unrest among Kutch farmers : ફળાઉ અને બિનફળાઉ વૃક્ષોના વળતરમાં નામમાત્રની રકમ નક્કી કરાતા હાઈકોર્ટમાં જશે ખેડૂતો

author img

By

Published : Jan 24, 2022, 4:11 PM IST

Unrest among Kutch farmers : ફળાઉ અને બિનફળાઉ વૃક્ષોના વળતરમાં નામમાત્રની રકમ નક્કી કરાતા હાઈકોર્ટમાં જશે ખેડૂતો
Unrest among Kutch farmers : ફળાઉ અને બિનફળાઉ વૃક્ષોના વળતરમાં નામમાત્રની રકમ નક્કી કરાતા હાઈકોર્ટમાં જશે ખેડૂતો

કચ્છમાં ફળાઉ અને બિનફળાઉ વૃક્ષોના વળતર મુદ્દે ખેડૂતોમાં રોષ (Unrest among Kutch farmers) વ્યાપ્યો છે. 29 કરોડના ચૂકવણાંને બદલે 2.50 કરોડ ચૂકવવાની વાત સામે આવતાં ખેડૂતો (Farmers writ in High Court) હાઈકોર્ટમાં જશે.

કચ્છઃ રાજ્ય સરકાર દ્વારા ફળાઉ અને બિન ફળાઉ વૃક્ષોના વળતર મુદ્દે કરેલા પરિપત્રને અવગણીને નર્મદા નિગમના (Oppose to decision of Narmada Corporation in Kutch ) અધિકારીઓએ કરેલા નિર્ણય સામે મુન્દ્રા અને માંડવીના ખેડૂતો હાઇકોર્ટમાં જવાની (Farmers writ in High Court) તૈયારીમાં છે. ફળાઉ અને બિન ફળાઉ વૃક્ષોના નામ માત્રની રકમ નકકી કરતા ખેડૂતોમાં અસંતોષ સાથે રોષની (Unrest among Kutch farmers) લાગણી ફેલાઇ છે. અંદાજપત્ર મુજબ 29 કરોડના ચૂકવણાને બદલે 2.50 કરોડ ચૂકવવાની તૈયારી કરતા ખેડૂતો હવે હાઈકોર્ટમાં જશે.

નર્મદા નિગમના અધિકારીઓનો કચ્છના ખેડુતો સાથે અન્યાય

2015 થી 2021 સુધીમાં સેંકડો હેકટર જમીન સંપાદિત થઇ

કચ્છ જિલ્લાના મુન્દ્રા અને માંડવી તાલુકાના ખેડુતોની જમીન સંપાદન અધિનિયમ 2013ના નવા કાયદા મુજબ કચ્છ શાખા નહેરના બાંધકામ હેતુ વર્ષ 2015 થી 2021 સુધીમાં સેંકડો હેકટર જમીન સંપાદન કરવામાં આવેલું છે. સમગ્ર ગુજરાતમાં વિવિધ વિકાસલક્ષી કામો માટે સંપાદિત કરવામાં આવતી જમીન ફળાઉ અને બિન ફળાઉ વૃક્ષોનું વળતર વર્ષ 1993ના જૂના ભાવે ચૂકવવામાં આવતું હતું. માટે ખેડુત આલમમાં રોષની લાગણી પ્રગટી હતી. આથી જમીનમાં આવતા ફળાઉ અને બિનફળાઉ વૃક્ષોનું કેટલું વળતર ચુકવવું તે રાજ્ય સ્તરે નક્કી કરવા વિવિધ વિભાગોના ટોચના અધિકારીઓની એક કમિટી બનાવવામાં આવી હતી.

સાત વર્ષથી નીચેની ઉમરના અને ઉપરની ઉંમરના વૃક્ષોના ભાવ કરાયા હતા નક્કી

આ કમિટી દ્વારા ખાસ કરીને ફળાઉ ઝાડના રોપા ,કલમની વધતી જતી કિંમત અને રાસાયણિક ખાતરો, જંતુ નાશક દવાઓ અને તેના વેતન ધારા હેઠળ દૈનિક ખેત મજુરોના વેતનમાં થયેલ વધારો તેમજ વૃક્ષો ઉછેર માટે દિનપ્રતિદિન વધતા જતા ખર્ચાઓને ધ્યાનમાં લઇને ગુજરાત સરકારના મહેસુલ વિભાગે તારીખ 12મી જાન્યુઆરી 2021ના રોજ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો. તેમાં 1993મા સાત વર્ષથી નીચેની ઉંમરના આંબાના ભાવ રૂ 120 અને સાત વર્ષથી વધુ ઉંમરના આંબાના ભાવ આંબાની ઘેરાવો ધ્યાનમાં લઈને રૂ 600 થી 800 નક્કી કરેલો જ્યારે 2021ના પરિપત્ર મુજબ સાત વર્ષથી નીચેની ઉમરના કેસર આંબાના રૂ 14000 અને સાત વર્ષથી ઉપરના કેસર આંબાના ભાવ 40000 નક્કી કરવામાં આવ્યું હતું.

29 કરોડના ચૂકવણાંને બદલે માત્ર 2.50 કરોડનું ચૂકવણું જ કરાશે

નવા કાયદા પ્રમાણે ખેડુતોને મળવાપાત્ર ભાવ હતાં પરંતુ ખાસ જમીન સંપાદન અધિકારીના મતે કલમ 11 ની સ્થળ પ્રસિદ્ધિની આખરી તારીખે જે પરિપત્રો કે ઠરાવો ઉપલબ્ધ હતાં તે પ્રમાણે વળતર ચુકવવાનું થાય તેવો મત વ્યક્ત કરવામાં આવ્યો. આથી જે ખેડુતોએ 2015માં નર્મદા નિગમ અને સરકારના વિશાળ હિતમાં જમીન રાજીખુશીથી આપી તેવા લાગણીશીલ અને ભોળા ખેડુતોને તો વર્ષ 1993ના ભાવો જ મળશે. વર્ષ 2021ના પરિપત્ર મુજબ નર્મદા નિગમના (Oppose to decision of Narmada Corporation in Kutch ) અધિકારીઓએ અંદાજપત્રક તૈયાર કર્યું તે મુજબ આશરે 29 કરોડ રૂપિયા ચૂકવવાના થાય. તેના બદલે હવે ફકત રૂ 2.50 કરોડ રૂપિયા જ ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેથી નર્મદા નિગમના અધિકારીઓએ કચ્છના ખેડુતો સાથે અન્યાય (Unrest among Kutch farmers) કર્યો છે તેવા આક્ષેપો કચ્છના ખેડૂતો કરી રહ્યા છે.

29 કરોડના ચૂકવણાંને બદલે 2.50 કરોડ ચૂકવવાની વાતથી રોષ
29 કરોડના ચૂકવણાંને બદલે 2.50 કરોડ ચૂકવવાની વાતથી રોષ

ઝાડની કિંમતમા સુધારો કરવા કલેકટરે 2015માં એક કમિટી રચી હતી

કચ્છ શાખા નહેરની અધૂરી કામગીરી સત્વરે પૂર્ણ કરવા સંપાદિત વિસ્તારમાં આવતા ફળાઉ ઝાડની કિંમતમાં સુધારો કરવા કલેકટરે 2015માં એક કમિટી બનાવેલી. આ કમિટીએ સૂચવેલ ભાવો તેમજ બીજા વિકાસલક્ષી પ્રોજેક્ટના ચૂકવેલ ભાવોને ધ્યાનમાં લઈને ફળાઉ ઝાડની કિંમત નક્કી કરવા વન અને પર્યાવરણ વિભાગે તારીખ 19મી જુલાઇ 2019ના રોજ પરિપત્ર કાઢી અને ફળાઉ ઝાડના ભાવો નક્કી કરવામાં આવ્યાં હતાં. તેમાં સાત વર્ષથી નીચેની ઉંમરના આંબાના ભાવ રૂ 7900 અને સાત વર્ષથી ઉપરના ભાવ 9900 નક્કી કરવામાં આવ્યાં. આમ આંબાના ભાવમાં મોટો તફાવત રહેલો છે.

આ પણ વાંચોઃ Farmres Of kutch: આખરે કચ્છના ખેડૂતો થયા રાજી, ખેડૂતોએ સરકારના નિર્ણયને આવકાર્યો

પરિપત્રથી ઉપરવટના નિર્ણય સામે મુંદરા અને માંડવીના ખેડૂતો હાઈકોર્ટમાં જવાની તૈયારીમાં

ટીશ્યુ કલ્ચર ખારેકના ભાવ વર્ષ 2019ના પરિપત્ર મુજબ સાત વર્ષથી નીચેની ઉમરના ભાવ 5200 અને સાત વર્ષથી ઉપરની ઉમરના ભાવ 12200 છે. જ્યારે 2021ના પરિપત્ર મુજબ સાત વર્ષથી નીચેની ઉમરના માટે 4900 અને ઉપરની ઉમર માટે 12200 નક્કી કરેલા છે. એટલે કે ખારેકના ભાવમાં કોઈ મોટો તફાવત નથી પરંતુ આંબાના ભાવમાં (Oppose to decision of Narmada Corporation in Kutch ) મોટો તફાવત છે. ખાસ કરીને જે તારીખે કલમ 11ની આખરી સ્થળ પ્રસિદ્ધિ રાખેલ તે તારીખને ધ્યાને લઇને જે ચૂકવણું કરવાનું નક્કી કરેલું છે તેથી ખેડુતો અને સબંધિત અધિકારીઓ અને પદાધિકારીઓની છેલ્લા બે વર્ષથી કરવામાં આવેલ પ્રયત્નો પર પાણી ફરૂ વળ્યું છે. આથી ખેડુતોમાં રોષની (Unrest among Kutch farmers) લાગણી ફેલાતા હવે આ બાબતે પોતાના વકીલ સાથે ચર્ચા વિચારણા કરીને નામદાર હાઈકોર્ટના (Farmers writ in High Court) દ્વાર ખખડાવવાનું નક્કી કરેલું છે.

નર્મદા નિગમની જાહેરાત બાદ સમાઘોઘાના ખેડૂતનો આક્ષેપ

સમાઘોઘાના ખેડૂતની વાડીમાં આવેલ સેંકડો સરગવાના વર્ષ 2021ના ભાવ પ્રમાણે સાત વર્ષથી નીચેના માટે રૂ 800 અને સાત વર્ષથી ઉપરના માટે રૂ 2000 નક્કી કરેલા છે. હવે ફકત રૂ 40 લેખે ચુકવણું કરવામાં આવશે. આથી પોતાને લાખો રૂપિયાનું નુકશાન જશે. આથી નામદાર હાઇકોર્ટેના દ્વારે જવાનું સમાઘોઘાના જાગ્રત ખેડુતે નક્કી કરેલ છે અને આ બાબતે અમદાવાદના ખ્યાતનામ વકીલ સાથે વિસ્તાર પૂર્વક ચર્ચા પણ કરી છે. અગાઉ નર્મદા નિગમના સબંધિત કાર્યપાલક ઇજનેર આખરી નોટીસ આપી અને ચેતવણી પણ આપી હતી કે 10 દિવસોમાં જો વૃક્ષોનું ચુકવણું કરવામાં નહીં આવે તો નામદાર હાઇકોર્ટમાં (Farmers writ in High Court) ન્યાય મેળવવા પોતે રિટ પિટિશન કરશે તેવું ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

કલેક્ટરે જવાબ ન આપ્યો

ફળાઉ અને બિનફળાઉ વૃક્ષોના વળતર બાબતેના પરિપત્ર બાબતે તેમજ ખેડૂતો સાથે થઈ રહેલા (Unrest among Kutch farmers) અન્યાય બાબતે ETV Bharat દ્વારા કચ્છ કલેકટરનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરાયો હતો પરંતુ સંપર્ક સાધી શકાયો ન હતો.

આ પણ વાંચોઃ Narmada water provided in Kutch: ખેડૂતોમાં આનંદો! હવે કચ્છના ખેડૂતો કરી શકશે નર્મદાના પાણીથી ખેતી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.