ETV Bharat / state

શરીરની પ્રકૃતિને જાણવા માટે ભુજના સર્વમંગલ આરોગ્યધામના તબીબે પ્રકૃતિ પરીક્ષણ એપ્લિકેશન બનાવી

author img

By

Published : Sep 5, 2021, 7:54 AM IST

આ દુનિયામાં દરેક વ્યક્તિ હોમો સેપિયન્સ છે પરંતુ આપણા દરેકમાં રહેલી સૂક્ષ્મ વિશેષતાઓ આપણને એક અલગ ઓળખાણ આપે છે પ્રકૃતિને જાણવા માટે આયુર્વેદમાં શારીરિક અને માનસિક વિષયને લગતા કેટલાક વિશેષ અવલોકન અથવા તો પરીક્ષણ કરવાના હોય છે અને એ આધારિત વ્યક્તિની પ્રકૃતિ નિર્ધારિત કરી શકાય છે.પોતાની પ્રકૃતિની સામાન્ય સમજ સરળ સ્વરૂપે અને ઘર બેઠે જાતે જ જાણી શકાય એ હેતુથી ભુજના સર્વમંગલ આરોગ્યધામના ડૉ. આલાપ અંતાણી દ્વારા પ્રકૃતિ પરીક્ષણ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે.

aaplication
પ્રકૃતિને જાણવા માટે ભુજના સર્વમંગલ આરોગ્યધામના તબીબે પ્રકૃતિ પરીક્ષણ એપ્લિકેશન બનાવી

  • પ્રકૃતિને જાણવા માટે પ્રકૃતિ પરીક્ષણ એપ્લિકેશન ઉપલબ્ધ
  • સર્વમંગલ આરોગ્યધામના તબીબે પ્રકૃતિ પરીક્ષણ એપ્લિકેશન બનાવી
  • વ્યક્તિ પોતાની પ્રકૃતિનો તાગ મેળવી ક્યાં પ્રકારનો આહાર લેવો જોઈએ એની માહિતી પણ મેળવી શકશે

કચ્છ: કોઈપણ એન્ડ્રોઇડ ફોન પર ઉoogle Play Store પરથી પ્રકૃતિ પરીક્ષણ (Prakruti Parikshan) નામની એપ્લિકેશન ડાઉનલોડ કરીને એમાં પૂછેલા પ્રશ્નોના જવાબો આપીને અંતમાં વ્યક્તિ પોતાની પ્રકૃતિનો તાગ મેળવી શકે છે એટલું જ નહીં પરંતુ એમની પ્રકૃતિ પ્રમાણે કયા પ્રકારનો આહાર લેવો જોઈએ એની માહિતી પણ મેળવી શકે છે. આ એપ્લિકેશન ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં ઉપલબ્ધ છે.

વ્યક્તિની પ્રકૃતિને લગતા જુદાં જુદાં પ્રશ્નો પૂછવામાં આવ્યા છે

પ્રકૃતિ પરીક્ષણ એપ્લિકેશનમાં વ્યક્તિની પ્રકૃતિને લગતાં જુદાં જુદાં પ્રશ્નો પૂછવામાં આવ્યા છે જેમ કે, વ્યક્તિનું શરીરનું બંધારણ કેવું છે, વજન, માથું, વાળ, કપાળ, ચેહરો, ચામડી, વર્ણ, આંખો, નાક, હોઠ, દાંત, ગરદન, ખભા, હાડકાનું બંધારણ, હાથ, પગ, નખ, ભૂખ, ખોરાક, સ્વાદની પસંદ, રોગ પ્રતિકારક ક્ષમતા, પેટ, સંવેદનશીલતા,અવાજ, સપના, મન, યાદશકિત, પ્રકૃતિ, વિશ્વાસ, લાગણી અને આદતોને લગતાં પ્રશ્નો પૂછવામાં આવ્યા છે જેના એક કરતાં વધારે જવાબો આપી શકાય છે અને જવાબો આપ્યા બાદ અંતે તમારી પ્રકૃતિ ક્યાં પ્રકારની છે તેનો વિશ્લેષણ આવે છે.

આ પણ વાંચો: એ રાજાઓ અને જામીનદારો જેમણે અંગ્રેજોને વળતી લડત આપી હતી


પ્રકૃતિનું વિશ્લેષણ થયા બાદ વ્યક્તિને કયા પ્રકારનો આહાર લેવો તેની માહિતી આપવામાં આવે છે

વ્યક્તિની પ્રકૃતિનું વિશ્લેષણ થયા બાદ તેમને કયા પ્રકારનો આહાર લેવો તેની માહિતી પણ આપવામાં આવે છે. જેમાં કયા ફળ, કયા શાકભાજી, કયા અનાજ ,કયા ફણગો, મધુર, દૂધ અને દૂધના ઉત્પાદનો તથા તેલનો ઉપયોગ કરવો જોઈએ તેની માહિતી પણ આપવામાં આવે છે.અને ત્યાર બાદ તેમાં 7 પ્રકારના પ્રકૃતિને લગતાં લેખો પણ લોકો વાંચી શકે છે.

પ્રકૃતિને જાણવા માટે ભુજના સર્વમંગલ આરોગ્યધામના તબીબે પ્રકૃતિ પરીક્ષણ એપ્લિકેશન બનાવી
એપ્લિકેશનના અંતમાં વૈદ્ય પાર્થ ઠક્કરના પ્રકૃતિ અંગેના લેખો પણ લોકો વાંચી શકે છેકચ્છ યુનિવર્સિટીના કોમ્પ્યુટર સાયન્સ વિભાગના વિદ્યાર્થીઓ આયુષ ઠક્કર અને રિલ્પા વાગડીયા ના ટેકનિકલ સહયોગથી આ એપ્લીકેશન બનાવવામાં આવી છે. આ એપ્લિકેશનના નિર્માણમાં કોમ્પ્યુટર સાયન્સ વિભાગના વડા ડોક્ટર મહેશભાઇ મુલાણીનું પણ માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું.આ ઉપરાંત પ્રકૃતિના વિજ્ઞાન વિશે સંપૂર્ણ સમજ મળી રહે તે હેતુથી આ એપ્લિકેશનના અંતમાં વૈદ્ય પાર્થ ઠક્કરના પ્રકૃતિ અંગેના લેખો પણ લોકો વાંચી શકે છે. એપ્લિકેશન સર્વપ્રથમ સર્વ મંગલ આરોગ્ય ધામના ટ્રસ્ટી મધુભાઈ સંઘવી દ્વારા પ્લે સ્ટોર પર મૂકવામાં આવી હતી.

આ પણ વાંચો: શિક્ષક દિવસ: શિક્ષણ સહિત દેશ, સમાજના વિવિધ પ્રશ્નો પ્રત્યે ગાંધીજીનો દ્રષ્ટિકોણ

આયુર્વેદમાં 7 પ્રકૃતિઓ વિશે કહેવામાં આવ્યું છે

આ એપ્લિકેશન અંગે ETV Bharat સાથે વાતચીત કરતાં ડૉ. આલાપ અંતાણીએ જણાવ્યું હતું કે, "આયુર્વેદની અંદર વ્યક્તિની જુદી જુદી 7 પ્રકારની પ્રકૃતિની વાત કરવામાં આવી છે. અમે જો વ્યક્તિને પોતાની પ્રકૃતિ વિશે ખ્યાલ હોય તો તેને જાણ રહે કે તેનું સ્વાસ્થ્ય કેવું છે અને તેને કયા પ્રકારનું આહાર લેવું જોઈએ અને કઈ કઈ બાબતોથી દૂર રહેવું જોઈએ તેવા ઉદેશ્યથી આ પ્રકૃતિ પ્રદર્શન એપ્લિકેશન બનાવવામાં આવ્યું છે.આ ઉપરાંત આ એપ્લિકેશનમાં પ્રકૃતિને લગતા લેખો પણ આવરી લેવામાં આવ્યા છે. અને જે વ્યક્તિ પોતાના પ્રકૃતિ પ્રમાણે જીવન જીવતા શીખી લે તો તેનું સ્વાસ્થ્ય છે તે સૌથી સારું રહે છે એ જ આ એપ્લિકેશનનો મુખ્ય ફાયદો છે".

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.