ETV Bharat / state

Bhuj Open Air Theatre : ભુજમાં સ્થિત ટાઉનહોલ અને ઓપન એર થિયેટર બન્યું ભંગાર વાડો

author img

By

Published : Aug 1, 2023, 7:25 PM IST

ભુજ નગરપાલિકા હસ્તકનું ટાઉનહોલ અને ઓપન એર થિયેટર દયનીય હાલતમાં છે. જેના કારણે રંગમંચના કલાકારોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઓપન એર થિયેટરની હાલત સુધારવા માટે કલાકારો માંગ કરી રહ્યા છે. ભુજ નગરપાલિકા દ્વારા ભાડાની મોટી રકમ વસૂલીને કલાકારોને યાતનામાં ધકેલવામાં આવી રહી છે.

Bhuj Open Air Theatre
Bhuj Open Air Theatre

ભુજમાં સ્થિત ટાઉનહોલ અને ઓપન એર થિયેટર બન્યું ભંગાર વાડો

કચ્છ : ભુજમાં કલાકારો દાયકાઓથી પરંપરાગત સંગીત અને નાટક રજૂ કરવાનું વલણ ધરાવે છે. પરંતુ સમય જતાં પ્લેટફોર્મના અભાવે કલાકારો તેમની કલા પ્રદર્શિત કરી શકતા નથી. ભુજ શહેરમાં ટાઉન હોલનું ભાડુ ખૂબ મોંઘું છે અને ત્યાં કોઈ સુવિધા નથી. બીજી તરફ શહેરના ઓપન એર થિયેટરની હાલત પણ અત્યંત ખરાબ છે. જેના કારણે બહારના કલાકારો પણ અહીં કોઈ શો કરી શકતા નથી.

થિયેટર કે ભંગારનો વાડો ? ભુજમાં સ્થિત ટાઉનહોલ અને ઓપન થિયેટરમાં કલાકારોને સવલતો નહીં મળતા નારાજગી જોવા મળી છે. ટાઉનહોલમાં ભાડું વધારે છે, જેના કારણે કલાકારોને કાર્યક્રમ આયોજિત કરવા પોસાય તેમ નથી. તો બીજી તરફ ઓપન એર થિયેટર ભંગારના વાડામાં ફેરવાઈ ગયું છે. છેલ્લા ઘણા વર્ષોથી ઓપન એર થિયેટર દયનીય સ્થિતિમાં જોવા મળી રહ્યું છે. ઓપન એર થિયેટરના સ્ટેજ પર પતરાના શેડ બનાવી પાલિકાના કામદારો અહિયાં રહે છે. જ્યારે ગ્રાઉન્ડમાં પાલિકાના વાહન પાર્ક કરવામાં આવી રહ્યા છે.

એર થિયેટર દયનીય હાલત
એર થિયેટર દયનીય હાલત

ભુજના કલાકાર : સપ્તરંગ સંસ્થાના પ્રમુખ ઝવેરિલાલ સોનેજીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ભુજના કલાકારોની કલા ક્ષેત્રે ગુજરાતભરમાં નામના ધરાવે છે. એટલું જ નહીં પણ ભુજની સંગીત સંસ્થાઓ તો ભારતભરમાં નામાંકિત છે. તો સપ્તરંગ સંસ્થા તો કયારેય ભુજની સંગીતપ્રેમી જનતા પાસેથી કોઈ એન્ટ્રી ફી પણ વસુલ કરતી નથી. નિઃશૂલ્ક રીતે સંગીતના ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરે છે. એવી જ રીતે ભુજની અન્ય સંસ્થાઓ પણ વિવિધ કલા પ્રવૃત્તિઓ નિઃશૂલ્ક રીતે કરતી આવી છે.

ભુજના સિટી બસ સ્ટેશન પાસે આવેલ ઓપન એર થિયેટરની હાલત પણ છેલ્લાં અનેક વર્ષોથી દયનીય છે. ભૂતકાળમાં આ સ્થળે ભવ્ય કાર્યક્રમો, નાટકો, ધાર્મિક કાર્યક્રમો, જાદુના શો યોજાતા હતા. ત્યારે હવે આ ઓપન એર થિયેટરને ફરી યોગ્ય રીતે રીપેર કરી નવું રૂપ આપવામાં આવે તે જરુરી છે. કલાની પ્રસ્તુતી માટે આ થિયેટર ખુલ્લું મૂકવામાં આવે તેવી માંગ પણ કલાકારો દ્વારા કરવામાં આવી છે.-- ઝવેરીલાલ સોનેજી (પ્રમુખ, સપ્તરંગ સંસ્થા)

તગડું ભાડુ : આ તમામ કલા પ્રસ્તુતિ માટે એક માત્ર કલા મંદિર છે. પરંતુ આવા મોંઘા ભાડા વસૂલવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોથી ટાઉનહોલનું ભાડુ રૂ. 11,000 વસૂલવામાં આવે છે. તો ડિપોઝિટ પેટે રૂ. 24,000 વસૂલ કરવામાં આવે છે. તો કલાકારોને કોઈપણ કાર્યક્રમનું આયોજન કરવું હોય તો રૂ. 35,000 જેટલી રકમ ભરપાઈ કરવી પડે છે જે યોગ્ય બાબત નથી.

એર થિયેટર બન્યું ભંગાર વાડો
એર થિયેટર બન્યું ભંગાર વાડો

સુવિધાનો અભાવ : ભુજના ટાઉનહોલમાં સંગીતના કાર્યક્રમોને અનુરૂપ કોઈ સાઉન્ડ સીસ્ટમ અને લાઈટીંગ વ્યવસ્થા પણ નથી. તો સ્ટેજનો મેઈન પડદો પણ ખુલે કે બંધ થાય તેની કોઈ ચોક્કસ વ્યવસ્થા નથી. પંખા અને લાઈટ બંને એક સાથે ચાલુ બંધ થાય તેવી વ્યવસ્થા છે. તો ગ્રીન રૂમમાં પણ પીવાના પાણીની કોઈ વ્યવસ્થા નથી. સાથે જ તમામ એર કન્ડીશનર પણ એક સાથે શરૂ થાય છે. તો વહેલી તકે નગરપાલિકા દ્વારા ટાઉનહોલના ભાડા ઓછા કરીને કલાકારો અને કલાપ્રિય જનતાને પ્રોત્સાહનરૂપ પગલાં ભરવામાં આવે તેવી માંગણી છે.

તંત્રનો ખુલાસો : ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ટાઉનહોલનું ભાડું ભુજ નગરપાલિકાના નિયમો અનુસાર જ લેવામાં આવે છે. વર્ષોથી અહીં સરકારી કાર્યક્રમો યોજવામાં આવે છે. તે કાર્યક્રમોમાં હજી સુધી સુવિધાને લઈને કોઈ ફરિયાદ આવી નથી. તો ઓપન એર થિયેટર પાસે હાલમાં ભુજ નગરપાલિકાનું નવું બાંધકામ થઈ રહ્યું છે. તો આગામી સમયમાં ઓપન એર થિયેટરનું પણ નવીનીકરણ કરવામાં આવશે.

  1. Malnutrition in Kutch : જિલ્લામાં 3667 જેટલા બાળકો અતિકુપોષિત, નખત્રાણાના લુડબાય ગામમાં 5 બાળકોના કુપોષણથી મોત
  2. Kutch News : કચ્છના બે યુવાનોએ પોતાની કોઠાસૂઝથી બનાવ્યા 6 FPV ડ્રોન, કેવી રીતે જૂઓ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.