ETV Bharat / state

કચ્છના લખપત અને જખૌ દરિયાઈ પટ્ટી સુધી વાવાઝોડું આવીને પડશે શાંત

author img

By

Published : Jun 17, 2019, 1:04 PM IST

Updated : Jun 17, 2019, 1:10 PM IST

કચ્છ : અરબી સમુદ્રમાં ઉદ્દભવેલું વાયુ વાવાઝોડું હવે ધીમું પડીને હવાના હળવા દબાણમાં ફેરવાઈ રહ્યું છે. ત્યારે પળે-પળે વાયુ વાવાઝોડાની તીવ્રતા, ભેજ અને ડિપ્રેશનમાં ફેરફાર થઈ રહ્યો છે. તેને જોતા કચ્છના લખપત અને જખૌ દરિયાઈ પટ્ટી સુધી આવીને આ વાવાઝોડું શમી જાય તેવી શક્યતા સેવાઈ રહી છે. આજ સવારથી કચ્છના દરિયાઈ પટ્ટીમાં પવન સાથે વરસાદ છે, પણ તીવ્રતા ઓછી છે. વાયુ વાવાઝોડાને લઈને કચ્છનું તંત્ર સર્તક છે.

કચ્છના લખપત અને જખૌ દરિયાઈ પટ્ટી સુધી આવીને વાવાઝોડું સમી જવાની સેવાઈ શક્યતા

હવામાન વિભાગની જાણકારી મુજબ વાયુ વાવાઝોડું હાલ સક્રિય છે, પણ તે નબળું પડી રહ્યું છે. સોમાવારની સાંજ સુધીમાં તે કચ્છના જખૌ અને લખપત પટ્ટી વચ્ચે ટકરાય તેવી શક્યતા છે. જેને લઈને પોર્ટ પર બે નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે. સાથે જ બંદરો સંતકર્તા સાથે ધમધમી રહ્યાં છે. સાંજ સુધીમાં પવન સાથે વરસાદ, ભારે વરસાદ અને કોઈક જગ્યા પર ભારે વરસાદની શક્યતા જણાવાઈ રહી છે, જેને પગલે કચ્છમાં ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.

કચ્છના લખપત અને જખૌ દરિયાઈ પટ્ટી સુધી આવીને વાવાઝોડું સમી જવાની સેવાઈ શક્યતા

કચ્છ વહીવટી તંત્રએ પાંચ NDRF અને બે BSFની ટીમોને સ્ટેન્ડ ટુ રાખી છે. સ્થળાંતરણ, રેસ્કયું અને બચાવ રાહતની પણ તૈયારી કરી રાખી છે. ખાસ કરીને વર્ષ 1998માં જે રીતે પુર્વીય દિશામાં ફંટાઈ આવેલા વાવાઝોડાએ વિનાશ વેર્યો હતો. તેવી જ સ્થિતી હાલ જાણકારો જોઈ રહ્યા હોવાથી તંત્ર ખાસ સચેત છે અને તમામ પાસાઓ, દિશાઓ અને જરૂરિયાત પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

R GJ KTC 01 17JUNE VAVAJODU KUTCH JAKHO SSCRTIP VIDEO RAKESH 

LOCAIOTN-  JAKHO PORT KUTCH 
DATE 17 JUNE


અરબી સમુદ્દ્માં ઉદભેવેલું વાયું વાવાઝોડું હવે ધીમું પડીને હવાના હળવા દબાણમાં ફેરવાઈ રહયું છે. પળે પળે વાય વાવાજોડાની તીવ્રતા ભેજ અને ડિપ્રેશનમાં ફેરફાર થઈ રહયો છે તે જોતા કચ્છના લખપત અને જખૌ દરિયાઈ પટ્ટી સુધી આવીને આ વાવાજોડું સમી જાય તેવી શકયતા જોવાઈ રહી છે. આજ સવારથી કચ્છના દરિયાઈ પટ્ટામાં પવન સાથે વરસાદ છે પણ તીવ્રતા ઓછી છે. તેમ છતાં કચ્છનું તંત્ર સર્તક છે. 

હવામાન વિભાગની જાણકારી મુજબ  વાયુ વાવાજોડું હાલ સક્રિય છે પણ તે નબળું પડી રહયું છે. સોમાવારે સાંજ સુધીમાં તે કચ્છના જખૌ અને લખપત પટ્ટા વચ્ચે ટકરાય તેવી શકયતા છે.  જેને લઈને પોર્ટ પર બે નંબરનું સિગ્નલ અપાયું છે. બંદરો સંતકર્તા સાથે ધમધમી રહયા છે.   સાંજ સુધી પવન સાથે વરસાદ, ભારે વરસાદ અને કોઈ એક જ જગ્યા પર ભારે વરસાદની શકયતા જણાવાઈ રહી છે જેને પગલે કચ્છમાં ખાસ તકેદારી રખાઈ રહી છે. 

કચ્છ  વહીવટી તંત્રએ પાંચ એનડીઆરએફ અને બે બીએસએફની ટીમોને સ્ટેન્ટ ટુ રાખી છે. અને સ્થળાંતરણ, રેસ્કયું અને બચાવ રાહતની પણ તૈયારી કરી રાખી છે.  ખાસ કરીને વર્ષ 1998માં જે રીતે પુર્વીય દિશામાં ફંટાઈ આવેલા વાવાઝોડાએ વિનાશ વેર્યો હતો. તેવી જ સ્થિતી હાલ જાણકારો જોઈ રહયા હોવાથી તંત્ર ખાસ સચેત  છે અને તમામ પાંસાઓ દિશાઓ અને જરૂરિયાત પર ધ્યાન અપાઈ રહયું છે. 

-- 

Thanks And Regards

Rakesh Kotwal
Reporter
bhuj- kutch
99099 44080
Last Updated : Jun 17, 2019, 1:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.