ETV Bharat / state

કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે આપ્યું રાજીનામું

author img

By

Published : Mar 21, 2021, 12:22 PM IST

હારતાં કોંંગ્રેસ કચ્છ જિલ્લા પ્રમુખે રાજીનામું આપ્યું
હારતાં કોંંગ્રેસ કચ્છ જિલ્લા પ્રમુખે રાજીનામું આપ્યું

કોંગ્રેસને ગુજરાતમાં મહાનગરપાલિકા અને પંચાયત પાલિકાની ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો અને ભાજપે લગભગ જિલ્લાઓમાં સત્તા મેળવી છે. જો કે હારનો સ્વીકાર કરી કોંગ્રેસના વિપક્ષી નેતા, પ્રદેશ પ્રમુખ સહિત અનેક લોકોએ પોતાની જવાબદારીમાં નિષ્ફળ રહેતા રાજીનામાં ધરી દીધા છે અને તે સાથે કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ પણ રાજીનામું ધરી દીધું છે.

  • કોંગ્રેસને ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો
  • પોતાની જવાબદારીમાં રહ્યા નિષ્ફળ
  • જિલ્લા કોંગ્રેસ પ્રમુખે ધર્યું રાજીનામું

કચ્છ: જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત મંગળવારે બીજેપીનું કમળ ખીલ્યું હતું તો કોંગ્રેસના વિપક્ષી નેતા, પ્રદેશ પ્રમુખ સહિત અનેક લોકોએ પોતાની જવાબદારીમાં નિષ્ફળ રહેતા રાજીનામાં આપ્યા છે. જો કે હજુ પણ તાલુકા મથકોએ પણ નબળાં પ્રદર્શન પછી કોંગ્રેસમાંથી અન્ય લોકો પણ રાજીનામાં આપે તેવી પૂરી શક્યતા છે. જો કે કોંગ્રેસના નામો જાહેર થયા ત્યારથી નબળા નેતૃત્વમાં કોંગ્રેસ કચ્છમાં વધુ સફળતા નહી મેળવી શકે તેવો ગણગણાટ હતો. કેમ કે ચોક્કસ સીટો અને કાર્યક્રરો આગેવાનોના પ્રચાર સિવાય જિલ્લા કોંગ્રેસે ચૂંટણીમાં કોઈ રસ દાખવ્યો ન હતો.

કોંગ્રેસનાં પુર્વ પ્રમુખની હાર કોંગ્રેસ માટે આંચકા સમાન

બે-બે ધારાસભ્યો ચૂંટણી હારેલા અને જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું વિપક્ષી સુકાન સંભાળતા કોંગ્રેસનાં પુર્વ પ્રમુખ વિ.કે.હુંબલની હાર કોંગ્રેસ માટે આંચકા સમાન હતી. કેમ કે સ્થાનિક વિસ્તારમાં તેમનું ખાસ પ્રભુત્વ અને અનુભવ હતો, પરંતુ તેઓ હારી ગયા હતા. તો કચ્છની 5 પાલિકામાં પણ કોંગ્રેસે ગયા વર્ષ કરતાં પણ નબળું પ્રદર્શન કર્યુ હતું. તો બીજી તરફ અબડાસામાં પૂર્વ ભાજપી આગેવાન સ્વ. નરેન્દ્રસિંહ જાડેજાના પત્ની હાર્યા હતા, તો વાયોર બેઠક પરથી જંપલાવનાર સામાજીક આગેવાન હકુમતસિંહ જુવાનસિંહ જાડેજા પણ ચુંટણીમાં હાર્યા હતા.જે ભાજપ માટે આંચકા સમાન હતી.

2 સીટોએ કોંગ્રેસને અપાવી ખુશી

આમ આદમી પાર્ટી અને અપક્ષ જોઈએ તેટલું પ્રભાવશાળી પ્રદર્શન ચૂંટણીઓમાં કરી શક્યા ન હતા, તો બીજી તરફ કેરા જિલ્લા પંચાયત બેઠક પણ ભાજપને ગુમાવવી પડી હતી. જેની ચર્ચા સમગ્ર કચ્છ ભાજપ અને રાજકીય વર્તુળોમાં હતી. ભલે ભાજપ ચૂંટણી જીતી ગયું હોય, પરંતુ અબડાસા-લખપતના પરિણામે કોંગ્રેસને ખુશી અપાવી હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોમાં ભાજપે 344 બેઠકો પર વિજય મેળવતા કચ્છ માં ભાજપ વધુ મજબૂત થયું છે. પરંતુ કચ્છમાં કોંગ્રેસના અસ્તિત્વ સામે સવાલો ઉભા થયા હતા. જે નજીકના ભવિષ્યમાં જ કોંગ્રેસના નેતૃત્વ સહિત સંગઠનમાં મોટા ફેરફાર લાવી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.