ETV Bharat / state

દિવાળી બાદ શાળાઓ શરૂ કરવા શિક્ષકો અને વહીવટી સંસ્થા માનસિક રીતે તૈયાર

author img

By

Published : Nov 6, 2020, 4:48 PM IST

કોરોના મહામારીને પગલે છેલ્લા આઠ મહિનાથી શૈક્ષણિક કાર્ય બંધ છે. જેને પગલે શાળાનું જે વાતાવરણ હોય તેની જગ્યાએ સુમસામ વાતાવરણ જોવા મળી રહ્યું છે. લોકડાઉન અને અનલોકની સ્થિતિમાં દિવાળી બાદ રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં ધોરણ ૯ થી ૧૨નું શિક્ષણિક કાર્ય શરૂ કરવાની વિચારણા શરૂ કરવામાં આવી છે.

Educational work stopped
Educational work stopped

  • છેલ્લા આઠ મહિનાથી શૈક્ષણિક કાર્ય બંધ
  • રાજ્યમાં ધોરણ ૯ થી ૧૨ શિક્ષણિક કાર્ય શરૂ કરવાની વિચારણા
  • ઈટીવી ભારતની ટીમ ભુજની ઓલ્ફ્રેડ હાઈસ્કૂલની મુલાકાતે
    ભુજ: કોરોના મહામારીને પગલે છેલ્લા આઠ મહિનાથી શૈક્ષણિક કાર્ય બંધ છે. જેને પગલે શાળાનું જે વાતાવરણ હોય તેની જગ્યાએ સુમસામ વાતાવરણ જોવા મળી રહ્યું છે. લોકડાઉન અને અનલોકની સ્થિતિમાં દિવાળી બાદ રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં ધોરણ ૯ થી ૧૨નું શિક્ષણ કાર્ય શરૂ કરવાની વિચારણા શરૂ કરવામાં આવી છે. તે માટે ચોક્કસ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ સ્થિતિમાં હાઈસ્કૂલમાં ખરેખર કેવી તૈયારીઓ એને કેવું આયોજન છે. તે અંગે ઈટીવી ભારતની ટીમે ભુજની ઓલ્ફ્રેડ હાઈસ્કૂલની મુલાકાત લીધી હતી.
    દિવાળી બાદ શાળાઓ શરૂ કરવા શિક્ષકો અને વહીવટી સંસ્થા માનસિક રીતે તૈયાર
    દિવાળી બાદ શાળાઓ શરૂ કરવા શિક્ષકો અને વહીવટી સંસ્થા માનસિક રીતે તૈયાર

શૈક્ષણિક કાર્ય બંધ હોવાથી વાતાવરણ સુમસામ

ભુજ ઓલ્ફ્રેડ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ બી. એમ. વાઘેલાએ જણાવ્યું કે, શાળાનો જીવ વિદ્યાર્થીઓ હોય છે. છેલ્લા થોડા સમયથી શૈક્ષણિક કાર્ય બંધ હોવાથી વાતાવરણ સુમસામ લાગી રહ્યું છે. જેમ એક પરિવારમાંથી ચાર પાંચ સભ્યો ઘરની બહાર નીકળી જાય ત્યારે પરિવારના બાકી રહેલા લોકો જેવી લાગણી અનુભવે તેવી લાગણી હાલ શાળાનો વહીવટી સ્ટાફ અને શિક્ષકો અનુભવી રહ્યા છે. દિવાળી બાદ શાળાઓ શરૂ કરવા વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોની લાગણીને ધ્યાને રાખી સરકારે આયોજન કર્યું છે.

દિવાળી બાદ શાળાઓ શરૂ કરવા શિક્ષકો અને વહીવટી સંસ્થા માનસિક રીતે તૈયાર જુઓ ભુજથી ઓલ્ફ્રેડ હાઈસ્કુલનો સિનારિયો

વિદ્યાર્થીના જીવનના ઘડતરની જવાબદારી શિક્ષકોની

આ માટે મૌખિક સૂચના મળી છે. તેને અનુસરવા સાથે શાળામાં સુરક્ષા અને સાવચેતી સાથે સત્ર શરૂ કરવા તૈયાર છીએ. કોઈપણ વિદ્યાર્થીના જીવનના ઘડતરની જવાબદારી શિક્ષકોની છે. એ જ શિક્ષકો કોરોના મહામારી સામે વિદ્યાર્થીઓ જાગૃત બનીને શૈક્ષણિક કાર્ય કરી શકે તે માટે તમામ સ્તરે આનંદ ઉમંગ અને ઉત્સાહ સાથે આયોજન અને તૈયારીઓ ચાલી રહી છે.

જુઓ વીડિયો..

ગુજરાત પર 'કોરોના ઈફેક્ટ' : આજથી શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ

સરકારે ફી માફીના બદલે ફી નહીં વધવાનું લોલીપોપ આપ્યુંઃ કોંગ્રેસ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.