ETV Bharat / state

મુન્દ્રા ખાનગી CFSમાં ATSનું સફળ ઓપરેશન, ઝડપાયું કરોડોનું ડ્રગ્સ

author img

By

Published : Jul 12, 2022, 11:10 AM IST

મુન્દ્રા ખાનગી CFSમાં ATSનું સફળ ઓપરેશન, ઝડપાયું કરોડોનું ડ્રગ્સ
મુન્દ્રા ખાનગી CFSમાં ATSનું સફળ ઓપરેશન, ઝડપાયું કરોડોનું ડ્રગ્સ

કચ્છમાં મુન્દ્રાના ખાનગી CFSમાં ગુજરાત ATSએ કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપી (ATS seized drugs from Mundra Private CFS) પાડ્યું છે. ATSએ હાથ ધરેલા ઓપરેશને (Gujarat ATS Operation at Mundra) દુબઈથી આવેલા કન્ટેનરમાંથી આશરે 60 કિલો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.

કચ્છઃ સરહદી જિલ્લા કચ્છમાં અનેકવાર કેફી દ્રવ્યો ઘૂસાડવા માટેના પ્રયાસો કરવામાં (Drug trafficking in Kutch) આવ્યા છે. કચ્છના બંદર પર ફરી કેફી દ્રવ્યના જથ્થા સાથેના કન્ટેનરને ઝડપવામાં આવ્યું છે. ગુજરાત ATSએ (એન્ટી ટેરરિસ્ટ સ્ક્વૉડ) સચોટ બાતમીના આધારે ઓપરેશન હાથ ધર્યું હતું. તે અંતર્ગત દુબઈથી આવેલા કન્ટેનરમાંથી આશરે 60 કિલો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હોવાની (ATS seized drugs from Mundra Private CFS ) જાણવા મળી રહ્યું છે.

સેમ્પલની તપાસ બાદ સ્પષ્ટ થશે કોકેઈન છે કે હેરોઈન - ગુજરાત ATSએ બાતમીના (Gujarat ATS Operation at Mundra) આધારે, સર્ચ ઓપરેશનમાં ઝડપાયેલા ડ્રગ્સનો જથ્થો તપાસ માટે મોકલવામાં આવ્યું હતું અને તપાસ બાદ એ બાબત સ્પષ્ટ થઈ શકશે કે, જથ્થો કોકેઈનનો છે કે, પછી હેરોઈન છે. જો કોકેઇન હશે તો 60 કિલો પ્રમાણે 30 કરોડ રૂપિયા અને હેરોઇન નીકળ્યું તો 420 કરોડ રૂપિયા તેની કિંમત થશે. જોકે, કિંમત તથા દ્રવ્ય કયું છે. તેની સત્તાવાર જાણ સેમ્પલની તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

આ પણ વાંચો- દમણમાં બે MDMA ડ્રગ્સ પેડલર અને એક સપ્લાયરની ધરપકડ

દુબઈના જેબર અલીથી ટેક્સટાઈલ હોવાનો ડિક્લેર કરીને ઈમ્પોર્ટ થયું હતું કન્ટેનર - મુન્દ્રા બંદરેથી ઈમ્પોર્ટ-એક્સપોર્ટના નામે અનેકવાર કેફી દ્રવ્યો ઘૂસાડવામાં આવે છે. એક ડિપીવલ સ્ટેશન ખાતે દુબઈના જેબર અલી બંદર ખાતેથી આવેલા એક આયાતી કન્ટેનરને ATSએ (Gujarat ATS Operation at Mundra) ચોક્કસ બાતમીના આધારે ખોલાવ્યું હતું. આયાતી કાપડના જથ્થામાં તાકાની વચ્ચેના પૂંઠાંમાં નશીલા દ્રવ્યનો જથ્થો મળી આવ્યો હતો. આ કન્ટેનર ડિલાઈટ ઈમ્પેક્સ સંગરૂર (પંજાબ)ના નામનું હોવાનું પણ બહાર આવ્યું છે.

આ પણ વાંચો- મોટીવેશનલ સ્પીકર બન્યો ડ્રગ્સ સપ્લાયર, આર્થિક રીતે પગભર થવા માટે ડ્રગ્સની હેરાફેરી શરૂ કરી

ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરે એવી શકયતા - સૂત્રોના જણાવ્યાં મુજબ, આ કન્ટેનર ટ્રેન દ્વારા પંજાબ મોકલાય તે પહેલા ATSએ ઝડપી લીધું (Drug trafficking in Kutch) છે. આ પ્રથમ કિસ્સો છે કે, જ્યારે આ ઓપરેશનમાં માત્ર ATSએ (Gujarat ATS Operation at Mundra) કાર્યવાહી હાથ ધરી છે. DRI કે NCB એજન્સી સામેલ થઈ નથી. ઉલ્લેખનીય છે કે, ગયા મે મહિનામાં મુંદરા બંદરેથી DRIએ 500 કરોડ રૂપિયાની કિંમતનો 56 કિલો કોકેઇનનો જથ્થો ઝડપ્યો હતો. આ ઓપરેશન અંગે ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરે એવી શકયતા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.