મોટીવેશનલ સ્પીકર બન્યો ડ્રગ્સ સપ્લાયર, આર્થિક રીતે પગભર થવા માટે ડ્રગ્સની હેરાફેરી શરૂ કરી

author img

By

Published : Jun 21, 2022, 6:38 PM IST

મોટીવેશનલ સ્પીકર બન્યો ડ્રગ્સ સપ્લાયર, આર્થિક રીતે પગભર થવા માટે ડ્રગ્સની હેરાફેરી શરૂ કરી

અમદાવાદ કાલુપુર પોલીસે મોટીવેશનલ સ્પીકર ડ્રગ્સ સપ્લાયરની(Drugs Network of Rajasthan and Gujarat)ધરપકડ કરી છે. હવે ડ્રગ્સ માફિયાઓ ભણેલા ગણેલા યુવાનોનો ડ્રગ્સ કેરિયર તરીકે ઉપયોગ કરી (M D Drugs)રહ્યા છે. જેમાં પિતાની બીમારીના બહાને આર્થિક પગભર થવા ડ્રગ્સની હેરાફેરી શરૂ કરી તેવું આરોપીએ જણાવ્યું છે.

અમદાવાદઃ મોટિવેશનલ સ્પીકર બન્યો ડ્રગ્સ સપ્લાયર. જેમાં પિતાની બીમારીના બહાને આર્થિક પગભર(Drugs Network of Rajasthan and Gujarat) થવા ડ્રગ્સની હેરાફેરી શરૂ કરી તેવું (Drugs seized from Ahmedabad)આરોપીએ જણાવ્યું છે. ત્યારે હવે ડ્રગ્સ માફિયાઓ ભણેલા ગણેલા યુવાનોનો ડ્રગ્સ કેરિયર તરીકે ઉપયોગ કરી રહ્યા છે. કાલુપુર પોલીસે આવા જ એક ડ્રગ્સ કેરિયરની ધરપકડ કરી છે. કોણ છે આરોપી જોઈએ આ અહેવાલમાં.

ડ્રગ્સની હેરાફેરી

રાજસ્થાનથી ડ્રગ્સનો જથ્થો આવ્યો - પોલીસ ગિરફતમાં રહેલ 23 વર્ષીય ગણપત ઝાલારામ બીશ્નોઈ રાજસ્થાનના બાડમેરનો રહેવાસી છે અને ડ્રગ્સ કેરિયર બોય તરીકે કામ કરે છે. કાલુપુર પોલીસે ગણપતને 83 ગ્રામ એમ.ડી ડ્રગ્સના જથ્થા (M D Drugs)સાથે ધરપકડ કરી છે. વાહન ચેકીંગ દરમિયાન એક શંકાસ્પદ વ્યક્તિ કાલુપુર પોલીસને જણાઈ આવ્યો. આ શખ્સ સારંગપુર સર્કલ નજીક રાજસ્થાનથી ડ્રગ્સનો જથ્થો લઈ આવી રહ્યો હતો. આ શકાસ્પદ યુવકની તપાસ કરતા તેની પાસેથી આઠેક લાખનો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે.

આ પણ વાંચોઃ SOG ક્રાઈમ બ્રાંચે MD ડ્રગ્સની હેરાફેરી કરતા બે આરોપીઓની ધરપકડ કરી

જથ્થો જામનગરના મૈયુદીનને રાજકોટમાં પહોંચાડવાનો - ડ્રગ્સના જથ્થા સાથે પકડાયેલ આરોપી ગણપત બીશ્નોઈ એક મોટિવેશનલ સ્પીકર છે અને બેચલર ડીગ્રી મેળવી સારો અભ્યાસ પણ કરી ચુક્યો છે. પરંતુ શોટકટમાં પૈસા કમાવવાની લાલચમાં ડ્રગ્સ કેરિયર બની ગયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે રાજસ્થાનના ડ્રગ્સ પેડલર દેવરાજ ચૌધરીએ ગણપત બીશ્નોઈને ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરવા માટે મોકલ્યો હતો. જે ડ્રગ્સનો જથ્થો જામનગરના મૈયુદીનને રાજકોટમાં પહોંચાડવાનો હતો. જોકે ડ્રગ્સ રાજકોટ પહોંચે તે પહેલા જ કાલુપુર પોલીસે અમદાવાદમાંથી ઝડપી લીધો છે.

આ પણ વાંચોઃ અમદાવાદ પોલીસ દ્વારા ડ્રગ્સ વિરુદ્ધ થ્રીલ એડિકટ અભિયાન, શું થશે કામગીરી જાણો

પિતાની બીમારીનું નાટક કરતો હોવાની વાર્તા ઘડી - જેમાં ડ્રગ્સની હેરાફેરી માટે આરોપી ગણપતને એક ટ્રીપના 6 હજાર રૂપિયા મળતા હતા અને આરોપીની બીજી ટ્રીપ હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ત્યારે ડ્રગ્સ હેરાફેરીમાં રાજસ્થાનના પેડલરો ગુજરાતમાં ડ્રગ્સ મોકલતા હોવાનું ખુલ્યું છે. રાજસ્થાન અને ગુજરાતના ડ્રગ્સ નેટવર્કને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે. આરોપીએ પ્રાથમિક પૂછપરછમાં પિતાની બીમારીનું બહાનું કાઢી આર્થિક સ્થિતિને પહોંચી વળવા આ ખેપ ટ્રાવેલ્સ બસ મારફતે મારવા આવ્યો હોવાનું કહી રહ્યો છે. જોકે તેની બીજી ટ્રીપ હોવાથી તે રેગ્યુલર આ ખેપ મારતો હોય પિતાની બીમારીનું નાટક કરતો હોવાની વાર્તા ઘડી રહ્યો હોવાની શંકા પોલીસે દાખવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.