ETV Bharat / state

Cyclone Biparjoy Landfall: વાવાઝોડા બાદ કચ્છના હાલ બેહાલ, 940 ગામમાં અંધારપટ

author img

By

Published : Jun 16, 2023, 9:26 AM IST

Updated : Jun 16, 2023, 10:00 AM IST

કચ્છમાં હાલ પવનની ગતીમાં વધારો જોવા મળી રહ્યો છે.વીજ લાઈનોને નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. આ સાથે રસ્તા ઉપર વૃક્ષો ધરાશાયી થયા છે. વરસાદના કારણે ઝીરો વિઝીબ્લીટી જોવા મળી રહી છે. તોફાનમાં એક પણ માનવ મૃત્યુ નહીં હોવાના અહેવાલ મળ્યા છે. બીજી બાજુ 940 ગામમાં અંધારપટ છે.

BOM40-GJ-CYCLONE-DAMAGE-KUTCH
BOM40-GJ-CYCLONE-DAMAGE-KUTCH

કચ્છ: બિપરજોયના કારણે ગુરુવારે વીજ લાઈનોને નુકસાન થયું છે. વૃક્ષો ધરાશાયી થયા હોવાનું સામે આવ્યું છે. ગુરુવારે ગુજરાતના કચ્છ જિલ્લામાં સામાન્ય જનજીવન સંપૂર્ણ રીતે ખોરવાઈ ગયું હતું. મોટી સંખ્યામાં ઉથલપાથલ થઈ ગઈ હતી. ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. દરિયાની નજીકના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ગુરુવારે સાંજે 6.30 વાગ્યાની આસપાસ 115 થી 125 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા ભારે ચક્રવાતથી તારાજી સર્જાઈ છે. વાવાઝોડા તરીકે બિપરજોયે જખૌ નજીક લેન્ડફોલ કર્યું હતું. શુક્રવારે સવારથી જ કચ્છમાં વરસાદ પડ્યો છે. આ સાથે વૃક્ષો ધરાશાયી થયા હોવાનું સામે આવ્યું છે.

કચ્છમાં વરસાદઃ રાત્રે 2 વાગ્યાથી સતત કચ્છમા ભારે પવન સાથે વરસાદ થયો હતો. વાવાઝોડા વચ્ચે કચ્છના 10 તાલુકામા 655MM વરસાદ નોંધાયો છે. અત્યાર સુધી 191 વીજપોલ પડ્યા છે. 304 વૃક્ષ સમગ્ર કચ્છમાં પડ્યા છે. અંજારમાં 89 MM, અબડાસામાં 29MM, ગાંધીધામમાં 168 MM, નખત્રાણામાં 35 MM, ભચાઉમાં 61 MM, ભુજમાં 135 MM, મુન્દ્રામાં 94 MM, માંડવીમાં 58 MM, રાપરમાં 12 MM, લખપતમાં 04 MM વરસાદ થયો છે. હજુ પણ મોડી રાત્રે નોંધાયેલ ભારે પવન સાથેના વરસાદ બાદ નુકશાની વધે તેવી શક્યતા છે. ગાંધીધામ,ભુજ, મુન્દ્રામાં સૌથી વધુ વરસાદની અસર જોવા મળી છે.

  • Morbi, Gujarat | Strong winds broke electric wires and poles, causing a power outage in 45 villages of Maliya tehsil. We are restoring power in 9 villages & power has been restored in the remaining villages: J. C. Goswami, Executive Engineer, PGVCL, Morbi pic.twitter.com/VbpYPV46TV

    — ANI (@ANI) June 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

મોરબીમાં નુકસાનઃ ભારે પવનને કારણ મોરબીમાં મોટું નુકસાન થયું હતું. અનેક વિસ્તારામાં વીજ પુરવઠો પહોંચાડતા થાંભલાઓ પડી ગયા હતા. મોડીરાત સુધી ભારે પવન અનુભવાયો હતો. જેના કારણે મોરીબના ગ્રામ્ય અને શહેર એમ બન્ને પંથકમાં વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો. મોરબી પંથકના 45 ગ્રામ્ય વિસ્તારમાં અંધરપટ છવાયો હતો. પીજીવીસીએલના એન્જિનીયર જે.સી. ગોસ્વામીએ જણાવ્યું હતું કે, અમે તમામ વીજપોલને ફરી ઊભા કરવા જહેમત ઊઠાવી રહ્યા છે. ટીમ કામ કરી રહી છે. પ્રાથમિક તબક્કે 9 ગ્રામ્ય વિસ્તારમાં ફરીથી વીજ પુરવઠો ચાલું થાય એવો અમારો પ્રયાસ છે. પછી બાકીના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ચાલું કરીશું.

  • The severe cyclonic storm Biparjoy lay centred over the Saurashtra-Kutch region, 30 km north of Naliya as of 0230 IST today. It is expected to move northeastwards and weaken into a Cyclonic Storm by early morning on June 16, and into a depression by the same evening over south… pic.twitter.com/53cEi3uSFN

    — ANI (@ANI) June 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

હવામાન ખાતાની આગાહીઃ હવામાન ખાતાએ આગાહી કરી છે કે, સૌરાષ્ટ્ર કચ્છમાંથી વાવાઝોડું 30 કિમીની ગતિથી ઉત્તર બાજું આગળ વધી શકે છે. જેની સીધી અસર નલિયાને થઈ શકે છે. ઉત્તર પૂર્વબાજું ફંટાયા બાદ આ વાવાઝોડું નબળું પડશે. પછી ડીપ ડિપ્રેશનમાં તે ફેરવાશે. તારીખ 16 જૂનથી વાવાઝોડું નબળું થવાની શરૂઆત થશે. એ પછી દક્ષિણ રાજસ્થાનના વિસ્તારોમાં પ્રવેશ કરીને આગળ વધી શકે છે.

900થી વધુ ગામ અંધારામાંઃ વાવાઝોડાને કારણે અનેક એવા વીજપોલને નુકસાન થયું હતું. જેના કારણે રાજયના જુદા જુદા તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારમાં અંધારપટ છવાયો હતો. આશરે 900થી વધારે ગામમાં અંધારપટ છવાયો હતો. કાઠાળા પ્રદેશના જુદા જુદા જિલ્લાઓમાં વીજપોલ કે વૃક્ષ પડવાને કારણે આશરે 20 પશુઓના જીવ ગયા છે. જ્યારે આશરે 500થી વધારે વૃક્ષો ધરાશાઈ થયા છે.

અધિકારીની સ્પષ્ટતાઃ IAS અમિત અરોરાએ જણાવ્યું હતું કે, પવનની ગતિ ખૂબ જ વધારે છે. અત્યારે વરસાદ પડી રહ્યો છે. દરેક જગ્યાએ. પરંતુ પરિસ્થિતિ નિયંત્રણમાં છે," નજીવું નુકસાન થયું છે જેમ કે 200 ઇલેક્ટ્રિક થાંભલા ઉખડી ગયા છે, 250 વૃક્ષો ઉખડી ગયા છે, અને અમે સાવચેતીના પગલા તરીકે પાંચ તાલુકાઓમાં વીજ પુરવઠો કાપી નાખ્યો છે," "અમે એવા વિસ્તારોમાંથી લોકોને આશ્રયસ્થાનોમાં ખસેડ્યા છે. જે કિનારાથી 10 કિમી દૂર આવેલા ચક્રવાતથી સૌથી વધુ પ્રભાવિત થશે.

ગામડાંમાં અંધારપટ: IMD જે માહિતી આપી હતી તે અનુસાર સમગ્ર લેન્ડફોલ મધ્યરાત્રિ સુધીમાં સમાપ્ત થઈ જશે. પરંતુ વાવાઝોડાની અસર હજુ પણ જોવા મળી રહી છે. માંડવી શહેરમાં સંપૂર્ણ વિજળી જોવા મળી રહી નથી. માંડવીમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. "અત્યાર સુધી કોઈ જાનહાનિ નોંધાઈ નથી. વિસ્તારોમાં પાણી ભરાયા હોવાનું પણ સામે આવ્યું છે. પાણી ભરાવાના કારણે લોકો પોતાની જીવનજરૂરિયાત વાળી વસ્તુ લેવા પણ બહાર જઇ શકતા નથી.

99 ટ્રેન રદ: ચક્રવાત બિપરજોયની ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારને કારણે ટ્રેન સેવાઓને અસર થઈ છે, જેના કારણે ગુજરાતના બિપરજોય પ્રભાવિત વિસ્તારોમાંથી પસાર થતી, ઉપડતી અથવા સમાપ્ત થતી લગભગ 99 ટ્રેન રદ અથવા ટૂંકાવાઈ છે. એમ પશ્ચિમ રેલવેએ માહિતી આપી હતી. 23 ટ્રેનને સંપૂર્ણપણે રદ્દ કરવામાં આવી છે જ્યારે ત્રણ ટ્રેનને એના નિર્ધારીત અંતરથી ટૂંકાવી દેવાઈ છે, લાંબા અંતરની કુલ 99 ટ્રેન રદ્દ કરી દેવામાં આવી છે. 18 જુન સુધી અસરગ્રસ્ત વિસ્તારમાંથી કોઈ ટ્રેન ઉપડશે નહીં અને આવશે પણ નહીં.

  1. Cyclone Biparjoy Landfall: વાવાઝોડા-વરસાદને પગલે અનેક સ્કૂલ બંધ, ધંધા-રોજીરોટી પર માઠી
  2. Cyclone Biparjoy Landfall: તોફાનમાં એક પણ માનવ મૃત્યુ નહીં, 940 ગામમાં અંધારપટ
Last Updated : Jun 16, 2023, 10:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.