ઉકળતા તેલમાં હાથ નંખાવીને સત્યના પારખા કરાવનારા આરોપીઓ ઝડપાયા

author img

By

Published : Aug 12, 2021, 6:19 PM IST

આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી રાપર પોલીસ
આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી રાપર પોલીસ ()

આધુનિક યુગમાં સત્યના પારખા માટે 10મી ઓગસ્ટના રોજ રાપર તાલુકાના ગેડી ગામમાં આવેલા મેલડી માતાના મંદિર ખાતે ઉકળતા તેલમાં બળજબરીથી હાથ બોળાવવાનો બનાવ બન્યો હતો. જેમાં છ યુવકોના હાથ દાઝી ગયા હતા. ઘટનાના પગલે રાપર પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી હતી, ત્યારે આજે પોલીસે આ ગુનામાં સંડોવાયેલા 6 આરોપીઓને ઝડપી પાડયા છે.

  • સત્યના પારખાં કરાવવા અંધશ્રદ્ધાના નામે ઉકળતા તેલમાં હાથ બોળાવ્યા હતાં
  • ઉકળતા તેલમાં હાથ બોળતા 6 લોકોને હોસ્પિટલ ખસેડાયા
  • રાપર પોલીસે ગુનો કરનાર આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડયા

કચ્છ: રાપર તાલુકાના ગેડી ગામે કોળી સમાજમાં એક બનાવ બન્યો હતો. એક પરિણીત યુવતી પિયર ગઈ હતી અને ત્યારબાદ ત્યાંથી નાસી ગઈ હતી અને તેને ભગાડવામાં તેના પિયરના પરિવારજનોએ મદદ કરી હોવાનો આરોપ જમાઈ દ્વારા કરવામાં આવ્યો હતો. જમાઈની આશંકાના આધારે પરિણીતાના પિયરના લોકોની નિર્દોષતા અને સચ્ચાઈના પારખાં કરવા સામે પક્ષના લોકોએ કન્યાના નિકટના 6 સ્વજનોના ઉકળતા તેલમાં હાથ બોળાવ્યા હતા.

આ પણ વાંચો- જમાઈ કે છે જમ! : આવી રીતે કરાવ્યા સત્યના પારખા...

ઘટના અંગે રાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી

આ ઘટના અંગે રાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી તથા આરોપીઓ વિરુદ્ધ ઇ.પી.કો કલમ 143, 147, 148,149,330,506(2) તથા જી.પી.એકટ કલમ 135 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

રાપર પોલીસ
રાપર પોલીસ

બાતમીના આધારે પોલીસે 6 આરોપીઓને ઝડપી પાડયા

આ ગુનો આચરેલા આરોપીઓને ઝડપી પાડવા રાપર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓની અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર પી.એન.ઝીંઝુવાડીયાને ખાનગી રાહે બાતમી મળી હતી. જેના આધારે ગુનો આચરનારા આરોપીઓને પોલીસે ગેડી ગામના સીમ વિસ્તારમાંથી ઝડપી પાડયો હતો અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો- હળવદમાં સતના પારખા કરવા ઉકળતા તેલમાં હાથ નખાવ્યા

પકડાયેલા આરોપીઓ

  • સોડાભાઇ ઢેલાભાઇ ઉર્ફે ઢેબાભાઇ કોલી
  • લીંબાભાઇ ઢેલાભાઇ ઉર્ફે ઢેબાભાઇ કોલી
  • રાયમલભાઇ ઢેલાભાઇ ઉર્ફે ઢેબાભાઇ કોલી
  • ધનાભાઇ ઢેલાભાઇ ઉર્ફે ઢેબાભાઇ કોલી
  • લખાભાઇ ધરમશીભાઇ કોલી
  • કાનાભાઇ રત્નાભાઇ કોલી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.