ETV Bharat / state

પીએમ મોદી 27 ઓગસ્ટ ગુજરાત પ્રવાસે, કચ્છમાં રોડ શો સહિતના કાર્યક્રમો સંદર્ભે સીએમે સમીક્ષા કરી

author img

By

Published : Aug 25, 2022, 4:11 PM IST

Updated : Aug 25, 2022, 5:34 PM IST

પીએમ મોદી 27 ઓગસ્ટ ગુજરાત પ્રવાસે, કચ્છમાં રોડ શો સહિતના કાર્યક્રમો સંદર્ભે સીએમે સમીક્ષા કરી
પીએમ મોદી 27 ઓગસ્ટ ગુજરાત પ્રવાસે, કચ્છમાં રોડ શો સહિતના કાર્યક્રમો સંદર્ભે સીએમે સમીક્ષા કરી

પીએમ મોદી 27 28 ઓગસ્ટ ગુજરાત પ્રવાસે આવશે. કચ્છમાં પીએમ મોદી રોડ શો ઓગસ્ટ 2022 માં ભાગ લેવા સહિત વિવિધ પ્રોજેક્ટ લોકાર્પણ કરશે. ત્યારે તમામ કાર્યક્રમની તૈયારીના નિરીક્ષણ અને સમીક્ષા કરવા માટે ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ભૂજ જઈને તૈયારીઓની સમીક્ષા કરી મોરચો સંભાળ્યો હતો. PM Modi to visit Gujarat on aug 27, CM reviewed Preparations, Pm Modi road show in kutch august 2022

ભુજ આગામી 28મી ઓગસ્ટના પીએમ મોદી કચ્છના પ્રવાસે PM Modi to visit Gujarat on aug 27,આવશે અને ભુજ ખાતે રોડ શો Pm Modi road show in kutch august 2022, યોજશે અને સ્મૃતિ વનનું લોકાર્પણSmriti Van in Kutch , કરશે. કચ્છમાં પીએમ મોદી દ્વારા વિવિધ પ્રોજેક્ટ લોકાર્પણ PM in Kutch to Inaugurate Projects , કરવા સાથે પીએમ મોદી કચ્છ યુનિવર્સિટીના ગ્રાઉન્ડ ખાતે કચ્છના લોકોની સભાને સંબોધશે. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે તે માટેની તમામ તૈયારીઓની સમીક્ષા CM reviewed Preparations, પણ કરી હતી.

કચ્છમાં પીએમ મોદીના કાર્યક્રમોમાં સ્મૃતિ વનના લોકાર્પણ સહિત રોડ શો પણ યોજાશે

શા માટે મહત્ત્વની છે આ મુલાકાત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ભુજમાં વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ થનારા સ્મૃતિવન મેમોરિયલ તેમજ વડાપ્રધાનના કચ્છ યુનિવર્સિટીના ખાતેના કાર્યક્રમના સભામંડપની મુલાકાત લઇને સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કરીને જરૂરી માહિતી મેળવી હતી. ઉલ્લેખનીય છે આગામી સમયમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 Gujarat Assembly Election 2022, આવી રહી છે ત્યારે પીએમ મોદીના આ કાર્યક્રમને PM Modi Gujarat visit, મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે.

આગામી સમયમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઇ વડાપ્રધાનનો કાર્યક્રમ મહત્ત્વ ધરાવે છે
આગામી સમયમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઇ વડાપ્રધાનનો કાર્યક્રમ મહત્ત્વ ધરાવે છે

કઇ કઇ કામગીરીનું નિરીક્ષણ કર્યું મુખ્યપ્રધાન સ્મૃતિવન ખાતે વિવિધ ગેલેરી, બ્લોક, ચેકડેમ અને સનસેટ પોઈન્ટ વગેરેની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન તેમણે કામગીરીની અનુલક્ષીને વિવિધ એજન્સી તથા વહીવટીતંત્રના અધિકારીઓ પાસેથી પ્રકલ્પોની વિગતવાર માહિતી મેળવીને જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. મુખ્યપ્રધાને સ્મૃતિવન મેમોરિયલ ખાતે વૃક્ષારોપણ પણ કર્યું હતું. મુખ્યપ્રધાને ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી સભાસ્થળ ખાતે મંડપ વ્યવસ્થા, પાર્કિંગની વ્યવસ્થા સહિતની ચાલી રહેલી તૈયારીઓનું નિરીક્ષણ કરીને જરૂરી સૂચનો કર્યાં હતાં. ભૂપેન્દ્ર પટેલે કાર્યક્રમના વ્યવસ્થાપન અંગે અધિકારીઓ પાસેથી વિગતો મેળવીને સુચારુ આયોજન માટે તાકીદ કરી હતી.

પીએમના કાર્યક્રમમને લઇને સલામતી વ્યવસ્થાની પણ તલસ્પર્શી જાણકારી લેવામાં આવી
પીએમના કાર્યક્રમમને લઇને સલામતી વ્યવસ્થાની પણ તલસ્પર્શી જાણકારી લેવામાં આવી

2થી 3 લાખ લોકો સમાઈ શકે તેવા ડોમ તૈયાર થઈ રહ્યા છે ભુજમાં વડાપ્રધાનના રોડ શો માટે મુખ્યત્વે ભુજ શહેર અને તાલુકા મંડલને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. અંદાજીત પોણા ત્રણ કિલોમીટર લાંબા રોડ શોને અલગ અલગ 14 ક્લસ્ટરમાં વહેંચીને પ્રત્યેક ક્લસ્ટરદીઠ કાર્યકરોની સંખ્યા અને વ્યવસ્થા માટે જુદી જુદી ટીમોને વ્યવસ્થા સોંપવામાં આવી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સભા મંડપમાં બે લાખથી વધુ લોકોને એકત્ર કરવાની જવાબદારી ભારતીય જનતા પાર્ટી દ્વારા ગ્રામ પંચાયત કક્ષાએથી, તાલુકા ભાજપ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યો, નગર સેવકોને લોકો એકત્ર કરવાનો લક્ષ્યાંક પણ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો PM Modi Gujarat Visit જાણો શું છે વડાપ્રધાન મોદીના બે દિવસીય ગુજરાત પ્રવાસ વિગતો

સભાસ્થળે સુરક્ષા એજન્સીઓ તહેનાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે સ્થળે પ્રજાને સંબોધન કરવાના છે તે સ્થળે મોટા મોટા ડોમ બંધાઈ રહ્યા છે. વડાપ્રધાનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ સુરક્ષા એજન્સીઓ પણ સિક્યુરિટી ચેક કરી રહી છે. ઉપરાંત ડોગ સ્કવોડ પણ તહેનાત કરવામાં આવી છે. પીએમ નરેન્દ્ર મોદીને આવકારવા માટે કચ્છનું વહીવટીતંત્ર PM launch various Projects in kutch, તડામાર તૈયારીઓ કરી રહ્યું છે.

આ પણ વાંચો વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છમાં સ્મૃતિવન સહિત અનેક વિકાસકામોનું કરશે લોકાર્પણ

વિવિધ અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં મુખ્યપ્રધાનની મુલાકાત દરમિયાન કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયતના પ્રમુખ પારૂલબેન કારા, અંજાર ધારાસભ્ય વાસણભાઈ આહિર, ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, અગ્રણી રજનીભાઈ પટેલ, કેશુભાઈ પટેલ, મહેન્દ્રભાઈ પટેલ, ભુજ નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર, મુખ્ય સચિવ પંકજ કુમાર, જીએસડીએમએના સીઈઓ શકમલ દયાની, માર્ગ અને મકાન વિભાગ સેક્રેટરી એસ.બી.વસાવા, માર્ગ અને મકાન વિભાગના મુખ્ય ઈજનેર પી.આર.પટેલિયા, જિલ્લા કલેકટર પ્રવિણા ડી.કે., રેન્જ આઇજી જે.આર.મોથાલિયા, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ, જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, નિવાસી અધિક કલેકટર મિતેષ પંડ્યા, માર્ગ અને મકાન કાર્યપાલક ઇજનેર વી.એન.વાઘેલા સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ, પદાધિકારીઓ અને એજન્સીના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતાં.

Last Updated :Aug 25, 2022, 5:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.