Doubling of Farmers Income : પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા ખેડૂતો, ડાયજેસ્ટર પ્લાન્ટ દ્વારા ઓર્ગેનિક ઉત્પાદનો કરાવે ડબલ ઇન્કમ

author img

By

Published : Jan 20, 2023, 4:34 PM IST

Doubling of Farmers Income : પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા ખેડૂતો, ડાયજેસ્ટર પ્લાન્ટ દ્વારા ઓર્ગેનિક ઉત્પાદનો કરાવે ડબલ ઇન્કમ

કચ્છના ખેડૂતોમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની (Cow based farming in Kutch ) લોકપ્રિયતા વધતી જતી જોવા મળી રહી છે. કચ્છના ખેડૂતો તેમાં ડાયજેસ્ટર પ્લાન્ટ (Organic products through a digester plant ) પણ અપનાવી રહ્યા છે. ઓર્ગેનિક ઉત્પાદનોની સારી કિંમતો મળતાં ખેડૂતોની આવક બમણી (Doubling of Farmers Income )કરવા પ્રાકૃતિક ખેતી મોટું સાધન બની રહી છે.

પ્રાકૃતિક ખેતી આત્મનિર્ભર ભારતના આત્મનિર્ભર કૃષિની ખુશીનો આધાર

કચ્છ કચ્છના ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે અને કઈ રીતે જુદા જુદા પાકોમાં પ્રાકૃતિક ખેતીની પ્રક્રિયા અમલ કરીને પાકોને રાસાયણિક ખાતરો અને પેસ્ટીસાઇડથી દૂર રાખી ઓર્ગેનિક ઉત્પાદન કરવું તેના માટે આગળ વધી રહ્યા છે. તો હાલમાં ખેડૂતો ડાયજેસ્ટર પ્લાન્ટ પણ અપનાવી રહ્યા છે. ખેડૂતોની આવક બમણી કરવા પ્રાકૃતિક ખેતી અમોઘ શસ્ત્ર સાબિત થઇ રહી છે.

આત્મનિર્ભર કૃષિની ખુશી કચ્છના યુવા ખેડૂતોની નવી પેઢી મેદાનમાં આવી ગઈ છે. તો બીજા અનેક યુવાનો આવી રહયા છે. પ્રાકૃતિક ખેતી આત્મનિર્ભર ભારતના આત્મનિર્ભર કૃષિની ખુશીનો આધાર લઇ આજે સમગ્ર દેશ પુન:પ્રાકૃતિક ખેતી તરફ વળી ઝીરો બજેટ ખેતીથી ખેડૂતો પોતાની આવક બમણી કરવા આગળ વધી રહ્યા છે.ખેડૂતોની આવક બમણી કરવા પ્રાકૃતિક ખેતી અમોઘ શસ્ત્ર છે.

આ પણ વાંચો પ્રાકૃતિક ખેતી અને ખેતપેદાશોનું મૂલ્યવર્ધન કરી ખેડૂત કમાયાં લાખોમાં

ડાયજેસ્ટર થકી રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઘટ્યો ડાયજેસ્ટર અંગે માહિતી આપતા ખેડૂત હર્ષદ ભગતે જણાવ્યું હતું કે વધારે પડતો અમે રાસાયણિક ખાતરો અને પેસ્ટીસાઈડનું બહુ ઓછા પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ અને અમારી એવી પણ ગણતરી છે કે ધીમે ધીમે રાસાયણિક ખાતરોને મૂકી અને અમે ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધીએ.જેના માટે ડાયજેસ્ટર લગાડવામાં આવ્યું છે કે જે આપણા ગાયના છાણ અને મૂત્રોમાંથી અને અન્ય બિનઉપયોગી વનસ્પતિ, ખોરાકને આ ડાયજેસ્ટ સિસ્ટમમાં ભેળવીને ડાયજેસ્ટ કરીને ડ્રિપમાં મોકલી શકીએ. કોઈ પણ પાકના ઉત્પાદનો માણસોના સ્વાસ્થ્ય માટે સારા રહે તે માટે રાસાયણિક ખાતરો અને પેસ્ટીસાઈડ વગરના થાય એવી ગણતરી સાથે પ્રાકૃતિક ખેતીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. લગભગ આવતા વર્ષોમાં સંપૂર્ણપણે તમામ પાકો ઓર્ગેનિક થઈ જશે.

ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે ઉપરાંત ખેતીમાં અત્યારે પણ બેક્ટેરિયાનો ઉપયોગ કરવામાં આવી રહ્યું છે. જમીનની અંદર ફૂગજન્ય રોગો આવે છે કે ઇયળો આવતી હોય છે કે ચૂસીયા પ્રકારની જીવાતો આવતી હોય તો જે અત્યારે સરકારને જે મુહિમ છે કે ઓર્ગેનિક ખેતી ઉપર ખેડૂતો ખેતી કરે તો અમે અત્યારે બેક્ટેરિયાથી જ અત્યારે વધારે પડતું બેક્ટેરિયા ઉપર ધ્યાન આપી અને બેક્ટેરિયાથી જ ખેતી કરવાનું વિચારી રહ્યા છીએ અને એ અપનાવી રહ્યા છીએ કે ધીમે ધીમે જે આ ખેતીને નસો થઈ ગયો છે રાસાયણિક અને પેસ્ટીસાઈડ બંધ કરાવી અને ધીમે ધીમે અમે ઓર્ગેનિક ખેતી ઉપર પણ વળવાના છીએ.

રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના ઉપયોગથી જમીન બિનઉપજાઉ બને છે રાસાયણિક ખાતરો તેમજ જંતુનાશક દવાઓના ઉપયોગથી જમીન વધુને વધુ બિનઉપજાઉ અને ઝેરી બનતી જાય છે. તેમજ જમીનમાં પોષક તત્વોનું પ્રમાણ પણ ઘટતું જાય છે. ભારતની આબોહવા તેમજ અહીંની કૃષિ પદ્ધતિ અનુસાર જૈવિક ખેતી પદ્ધતિ પણ વધુ માફક આવતી નથી. જેના વિકલ્પ તરીકે પ્રાકૃતિક ખેતી સર્વશ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. પ્રાકૃતિક ખેતીમાં પાણી, દેશી ગાયના ગોબર, ગોળ, ગૌમૂત્ર, બેસન અને વડ કે પીપળના ઝાડની નીચેની માટી તથા કેળાંના ફૂલના મિશ્રણ દ્વારા બનાવવામાં આવતા જીવામૃતનું ઉપયોગ કરવામાં આવે છે.

આ પણ વાંચો Natural farming in Banaskantha: પાલનપુર તાલુકાના માનપુર ગામના લોકોની અનોખી પહેલ

પાક સારો આવે તે માટે દૂધ સાથે ગોળના મિશ્રણનું છંટકાવ રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓની આડઅસરથી ઉત્પાદિત થયેલાં પાકમાં આડઅસર થવાની શક્યતાઓ રહેલી છે. જેથી કરીને હવે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. કચ્છના ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે અને પાક સારો આવે તે માટે ઉત્પાદન દરમિયાન દૂધ સાથે ગોળના મિશ્રણનું છંટકાવ કરી રહ્યા છે. જેનાથી પાકમાં કોઈપણ જાતની જીવાત કે રોગ ન થાય અને ઓર્ગેનિક પાક મળે.

પ્રાકૃતિક ખેતી દ્વારા જમીનમાં પોષક તત્વોમાં ઉત્તરોત્તર વધારો થાય છે ભારતમાં થતાં ધાન્ય પાકોને નાઇટ્રોજનની વધુમાં વધુ જરૂરિયાત રહે છે જે પ્રાકૃતિક ખેતીના ઉપયોગથી મળી રહે છે. આ પદ્ધતિથી રાસાયણિક પદ્ધતિ જેટલું જ ઉત્પાદન મળી રહે છે એટલું જ નહિ જમીનમાં પોષક તત્વોમાં અને મિત્ર કિટકોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થાય છે જેના કારણે જમીનની ઉત્પાદન ક્ષમતા વધે છે.

આ પણ વાંચો Organic Farming - 10 વીઘા જમીનમાં 350 મણ કેરીનું ઉત્પાદન મેળવે છે સણવલ્લા ગામનો ખેડૂત

ખેડૂતોએ આવક વધારવી હશે તો પ્રાકૃતિક ખેતી અપનાવવી જ પડશે આજે રાસાયણિક ખેતીના દુષ્પરિણામોનાં કારણે લોકો અનેક રોગના ભોગ બની રહ્યા છે ત્યારે પ્રાકૃતિક ખેતી તરફ વળવું ખૂબ જ અનિવાર્ય બન્યું છે. પ્રાકૃતિક ખેતીથી જળ, જમીન અને પર્યાવરણનું રક્ષણ થાય છે. આવનારી પેઢીને ઝેરી રસાયણ યુક્ત જમીન આપવી છે કે ઉપજાઉ જમીન તે આપણા ઉપર નિર્ભર કરે છે. ઉત્તરોત્તર વધતી બીમારીઓથી બચવું હશે અને આવક પણ વધારવી હશે તો પ્રાકૃતિક ખેતી અપનાવવી જ પડશે.

ગાય આધારિત ખેતીના કારણે જમીન સજીવ રહે છે રાસાયણિક ખાતર જમીનને આપીએ તો એ આપણને જેમ કેમિકલવાળી વસ્તુઓ શરીરને પાચન નથી થતી તેવી જ રીતે જમીનને પણ આ પાચન થતું નથી અને જમીન છેવટે બિનઉપજાઉ થઈ જાય છે પરિણામે જે પણ પાક જેવું લાગે છે તે કેમિકલ યુક્ત હોય અંતે તે તો નુકશાન કરે છે. કેમિકલવાળા ખાતરથી જમીનનો જે તત્વ છે એ નીકળી જાય છે. જ્યારે ગાય આધારિત ખેતીના કારણે જમીન સજીવ રહે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.