Natural farming in Banaskantha: પાલનપુર તાલુકાના માનપુર ગામના લોકોની અનોખી પહેલ

author img

By

Published : Feb 24, 2022, 8:34 AM IST

Natural farming in Banaskantha: પાલનપુર તાલુકાના માનપુર ગામના લોકોની અનોખી પહેલ

બનાસકાંઠાના એક એવું ગામ જ્યાં યુવાનો એ નવી પહેલ થકી ગામમાં દરેક ઘર આગળ ઔષધિઓ તેમજ ગામના ખેડૂતોને પકૃતિક ખેતી (Natural farming in Banaskantha)તરફ વાળી એક ગામડાની વ્યાખ્યા મુજબ તંદુરસ્ત ગામ બનાવવાની શરૂઆત કરી છે. 2025 સુધી માનપુર ગામ બનશે સમગ્ર ઓર્ગેનિક ગામ.

બનાસકાંઠા: ભારત દેશની જો કલ્પના કરીએ તો ગામડા વગરના થઈ શકે. ભારતનું હૃદય એટલે ગામ ત્યારે ગામડાઓનો વિકાસ થાય તો જ ભારત દેશનો વિકાસ થાય તે ચોક્કસ છે. ત્યારે આ ગામડાઓ સમૃધ્ધ કઈ રીતે થાય તે માટે સરકાર પણ પ્રયત્નો કરી રહી છે. વર્ષો પહેલા ગામડાઓની પરંપરા અલગ હતી. પરંતુ સમય જતાં ગામડાઓમાં પણ આધુનિકતા (Natural farming in Banaskantha)આવી રહી છે. લોકો ગામડાઓમાંથી શહેરો તરફ વળ્યા ત્યારે ગામડાઓમાં જૂની પરંપરા બદલાતી ગઈ. પહેલા જે ખેતી કરવામાં આવતી હતી તે સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી હતી. પરંતુ ધીરે ધીરે છેલ્લા કેટલાક વર્ષોથી રાસાયણિક ખાતર તેમજ અન્ય દવાઓના છંટકાવ દ્વારા ખેતી કરવામાં આવતા લોકો અનેક રોગોના(Natural farming in Gujarat ) શિકાર બનતા જોવા મળી રહ્યા છે.

લોકોની અનોખી પહેલ

ગુજરાતમાં પહેલું ગામ હશે

પાલનપુર તાલુકાના માનપુર ગામે રહેતા હરેશભાઈ ચૌધરીએ (Natural farming of the youth of Palanpur )આજથી 10 વર્ષ પહેલાં પ્રકૃતિક ખેતીની શરૂઆત કરી હતી. જેમાં તેમને દેશી ગાયના છાણ ગૌ, મૂત્ર દ્વારા આ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી. જોકે સમગ્ર ગામના ખેડૂતો પાકૃત્તીક ખેતી કરતા થાય તે માટે પણ બીડું ઝડપ્યું. હરેશભાઈએ પર્યાવરણ થકી ગ્રામ વિકાસ મુદ્દે ગામમાં તેમજ ગામમાં ખેતી કરતા ખેડૂતોમાં જાગૃકતા લાવી પ્રકૃતિક ખેતી(What is natural farming ) કઈ રીતે કરી શકાય તેની સમજણ આપવા સહિત પોતાના ખેતરમાં બીજા ખેડૂતોને બોલાવી પ્રેક્ટીકલ સમજણ આપવાનું શરૂ કર્યું. જેના થકી આજે માનપુર ગામે મોટા ભાગના ખેડૂતો પાકૃતીક ખેતી તરફ વળ્યા છે. હરેશ ભાઈનું કહેવું છે કે 2025 સુધી સંપૂર્ણ માનપુર ગામ ઓર્ગેનિક ગામ બની જશે જે ગુજરાતમાં પહેલું ગામ હશે તેવા અમારા પ્રયાસો છે.

ગામમાં પ્રાકૃતિક ખેતીની જાગૃતિ

માનપુર ગામે પ્રાકૃતિક ખેતીને લઈને ખેડૂતોમાં જાગૃતિ આવી છે. દસ વર્ષ પહેલા ગામના યુવાન હરેશભાઈ ચૌધરી એ જે શરૂઆત કરી હતી પ્રાકૃતિક ખેતીની ત્યારબાદ હવે તેમના અથાગ પ્રયત્નો થકી આ ગામના ખેડૂતો પણ હવે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. હરેશ ભાઈ ચૌધરીનું કહેવું છે કે મનુષ્યને જે પ્રમાણે હવા પાણી તેમજ ખોરાકની મહત્વની જરૂરિયાત જીવનમાં હોય છે તે રીતે એક સારો ખોરાક સારી હવા મળી રહે તે માટે પણ આ સમગ્ર પ્રાકૃતિક ખેતી એક મહત્વનો ભાગ ભજવે છે. પ્રાકૃતિક ખેતી દેશી ગાયના છાણ તેમજ ગૌ મૂત્ર થકી કરવામાં આવે છે. ગાય માતાને પોતાના ખેતરમાં રાખી તેના છાણ ગૌ, મૂત્ર, છાછ સહિત લીમડાના પાનનો ઉપયોગ કરી અલગ પ્રકારના ખાતર બનાવી તેને જમીનમાં નાખી પાકનું વાવેતર કરી રહ્યા છે.

પ્રાકૃતિક ખેતી

રાસાયણિક ખાતર તેમજ દવાઓ નાખ્યા વગર પાકો લઈ શકાય છે. જેનાથી આવનારા ભવિષ્ય બાળકો માટે પણ એક મહત્વનો ખોરાક ગણી શકાય તે રીતનું આ પ્રાકૃતિક ખેતી થકી કામ થાય છે .જે પ્રમાણે રાસાયણિક ખાતર તેમજ કેમિકલ દવાઓ દ્વારા ખેતી કરવામાં આવતી હોય છે. આ ખેતીને લઈને અનેક રોગોનો લોકો ભોગ બન્યા હોવાના કિસ્સા પણ સામે આવ્યા હોવાના અહેવાલ છે. પ્રાકૃતિક ખેતીને લઈને હાલ જ્યારે દેશના વડાપ્રધાન તેમજ રાજ્યની સરકારો પણ પ્રયત્નો કરી રહી છે. ત્યારે ખેડૂતોએ પણ આ પ્રાકૃતિક ખેતી એક દેશી ગાય આધારિત એટલે કે દરેક ઘર આગળ ખેતરમાં દેશી ગાય અને તે થકી જો ખેતી કરવામાં આવે તો ભારત વર્ષના જે ગામડાઓ છે જે જૂની પરંપરા મુજબના જે ગામડાઓ હતા તે ફરીથી એકવાર એ જ ગામડાઓ જોવા મળી શકે તેવું આ પ્રાકૃતિક ખેતી તરફથી લાગી રહ્યું છે.

આ પણ વાંચોઃ રાસાયણિક અને પ્રાકૃતિક ખેતી વચ્ચે શું છે અંતર, જાણો...

પ્રાકૃતિક ખેતીની માંગમાં વધારો

પ્રાકૃતિક ખેતીથી તૈયાર કરવામાં આવતા પાકોની માંગ હવે દિવસે દિવસે વધી રહી છે. ઘઉ, વરિયાળી, કઠોળના પાકો હળદર જેવા પાકો હરેશભાઈએ પ્રાકૃતિક ખેતી કરી તૈયાર કર્યા હતા જેના બજારમાં ઊંચા ભાવે વેચી એક સારી કમાણી પણ ખેડુત તરીકે કરી રહ્યા છે. લોકો હવે પ્રાકૃતિક ખેતીથી તૈયાર થતા પાકો લેવા માટે સામેથી ફોન કરતા હોય છે. કુદરતે આપેલી અનેક અમૂલ્ય ભેટો જે ઔષદ્ધીઓ હોય કે વનસ્પતિ હવા પાણીનો માણસ જો યોગ્ય રીતે ઉપયોગ કરતો થાય તો મનુષ્ય જીવન ખુબજ ફાયદો થાય તેવું પ્રાકૃતિક ખેતી પર થી લાગી રહ્યું છે.

તુલસી, અરડુસી, અજમા પ્રકારના મેડિશનલ પ્લાન્ટ લગાવ્યાં

બનાસકાંઠાનું માનપુર ગામ જે એક એવું ગામ જ્યાં ત્રણ વર્ષ અગાઉ દરેક સમાજના યુવાનો દ્વારા એક નવી પહેલ શરૂ કરી દરેક ઘર આગળ તુલસી અરડુસી અજમોએ પ્રકારના મેડિશનલ પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે. કોરોના સમયે આ ગામના લોકો એ પોતાના ઘર આગળ વાવેલા ઔષધિઓથી ઉકાળા બનાવી રક્ષણ મેળવ્યું હતું. તેમજ ઘર આગળ ફળના વૃક્ષો પણ લગાવવામાં આવ્યા છે. આવનારા સમયમાં બાળકો કુપોષણથી મુક્ત થાય તે માટે ઘર આગળ વાવેલા વૃક્ષોના ફળ માતાઓ બાળકો ખાઈ શકે તે થકી આ ફળાઉ વૃક્ષો વાવવામાં આવ્યા હોવાનું યુવાનો એ જણાવ્યું હતું.

ગામને ફાયદો થાય તેના માટેના પ્રયત્નો

માનપુર ગામે યુવાનો દ્વારા દિવાળીના સમયે ફાળો ઉઘરાવી મીઠાઈ બનાવવામાં આવે છે અને તે મીઠાઈનું સમગ્ર ગામ સહિત અન્ય જગ્યાએ પણ વેચાણ કરવામાં આવે છે. તે વેચાણ કર્યા બાદ જે નફો આવે છે તે નફાના પૈસાથી ગામના સ્મશાનમાં ટ્યુબવેલ બનાવી પાણીની વ્યવસ્થા કરી ત્યાં વૃક્ષારોપણની શરૂઆત છેલ્લા ત્રણ વર્ષથી કરવામાં આવી છે. દર વર્ષે દિવાળી ઉપર આ રીતના મીઠાઈ બનાવી તેનો નફો મેળવી અને સ્મશાન ગૃહમાં વૃક્ષારોપણ કરી અને 400 થી વધુ તેમજ 60 પર જાતિના વૃક્ષો વાવવામાં આવ્યા છે. જેમાં ફળાઉ વૃક્ષો પણ વાવવામાં આવ્યા છે. યુવાનો દ્વારા જાત મહેનતથી આ કાર્ય કરવામાં આવી રહ્યું છે. ગામના યુવાનોનું માનવું છે કે ગામને શુદ્ધ હવા પૂરી પાડવી હોય તો ગામની આજુબાજુ વૃક્ષારોપણ કરવું ખૂબ જ જરૂરી છે. તેમજ જે સ્મશાનમાં જતા લોકો ડરતા હોય છે તે સ્મશાનને અમે એક મીની જંગલ બનાવીને પર્યાવરણના જતન સાથે ગામને શુદ્ધ હવા મળી રહે અને આવનારા સમયમાં આ વૃક્ષો થકી ગામને પણ મોટો ફાયદો થાય તેના માટેના પ્રયત્નો હાથ ધર્યા છે.
આ પણ વાંચોઃ Natural Farming in Kutch : આ રીતે કચ્છના ખેડૂતોએ એક્સોટિક વેજીટેબલ્સનું કર્યું સફળ ઉત્પાદન, જાણો...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.