ETV Bharat / state

કચ્છમાં કડકડતી ઠંડીમાં માવઠું, ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું

author img

By

Published : Jan 13, 2020, 5:03 PM IST

કચ્છઃ કચ્છમાં સોમવારે વહેલી સવારે માવઠું થયું હતું. રાપર, ભુજ, અંજાર, ભચાઉ સહિતના વિસ્તારોમાં માવઠું થતાં ઠંડીમાં પણ વધારો થયો છે. તેમજ માવઠાને લીધે ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.

fdf
fdf

કચ્છમાં ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધુ છે. એવામાં સોમવારે સવારે માવઠાને લીધે કડકડતી ઠંડીમાં વધારો થયો છે. તેમજ માવઠાને પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. ખાસ કરીને રવિ પાકને નુકસાનીને પગલે આ આખું વર્ષ ખેડૂતો માટે ચિંતાજનક રહ્યું હોવાની સ્થિતિ જોવા મળી રહી છે. આજે માવઠાને પગલે નારાજ થયેલા ખેડૂતોએ પાકને બચાવવા વિવિધ તરકીબો અજમાવવાની શરૂઆત કરી દીધી છે.

કચ્છમાં કડકડતી ઠંડીમાં માવઠું

ખાસ કરીને રવિ પાકને નુકસાનીને પગલે ખેડૂતોમાં વધારે ચિંતા જોવા મળી રહી છે. કચ્છના મોટા ભાગના વિસ્તારમાં માવઠું થયું હતું. તો અનેક વિસ્તારમાં સખત પવન સાથે વરસાદ પડ્યો હતો. માર્ગો પરથી પાણી વહી નીકળ્યા હતા. અગાઉ પણ વરસાદ અને માવઠાથી ખેડૂતોને નુકસાન થયું હતું. તો હવે વરસાદ રૂપે આજે માવઠુ થતા નુકસાની વેઠવી પડે તેમ છે. સખત પવનના લીધે ઠંડીએ જોર પકડ્યું છે. વાગડ વિસ્તાર કચ્છમાં લાખો હેક્ટરમાં જીરાનું વાવેતર કરવામાં આવ્યું છે. ત્યારે આજે સવારે પડેલા માવઠાથી ખેડૂતોને ફરી નુકસાન થવાની શક્યતા છે.

Intro:કચ્છમાં આજે વહેલી સવારે 6:30માવઠા રુપી વરસાદ શરૂ થયો હતો રાપર ભુજ અંજાર ભચાઉ સહિતના વિસ્તારોમાં માવઠું વરસતા ઠંડીમાં પણ વધારો થયો હતો


Body:માવઠાને પગલે ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ ખડો થઇ ગયો છે ખાસ કરીને રવિ પાકને નુકસાનની ને પગલે આ સમગ્ર સતત આખું વર્ષ ખેડૂતો માટે ચિંતાપ્રેરક રહ્યું હોવાની સ્થિતિ જોવા મળી રહી છે આજે માવઠાને પગલે નારાજ થયેલા ખેડૂતોએ પાકને બચાવવા વિવિધ તરકીબો અજમાવી શરૂઆત કરી દીધી છે ખાસ કરીને રવિ પાકને નુકસાનની ને પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજું છે આજે સવારે કચ્છના મોટા ભાગના તમામ વિસ્તારમાં માવઠું વરસ્યું હતું જ્યાં ધોધમાર ઝાપટા વરસ્યા હતા તે વિસ્તારના ખેડૂતોમાં દોડધામ મચી ગઇ હતી વહેલી સવારે અનેક વિસ્તારમાં સખત પવન સાથે વરસાદ શરૂ થયો હતો ક્યાંક ઝરમર તો ક્યાંક ઝાપટાવરસતા હતા માર્ગો પરથી પાણી વહી નીકળ્યા હતા અગાઉ પણ વરસાદ અને માવઠાથી ખેડૂતોને નુકસાન થયું હતું તો હવે વરસાદ રૂપે આજે માવઠુ થતા નુકસાની વેઠવી પડે તેમ છે સખત પવન ના લીધે ઠંડીએ જોર પકડ્યું હતું વાગડ વિસ્તાર કચ્છમાં લાખો હેક્ટરમાં જીરુંનું વાવેતર થયું છે ત્યારે આજે સવારે પડેલા માવઠા રૂપી વરસાદથી નુકસાન થાય તેવી શક્યતા ઊભી થઈ છે


બાઈટ...01... હરજી રત્ન વોરા
ખેડૂત માધાપર

બાઈટ...02... ચાવડા હીરા ખેંગાર
ખેડૂત ભુજ તાલુકો ગળા ગામ


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.