ETV Bharat / state

નો રિપીટ થિયરી: અંજાર બેઠક પર ભાજપમાંથી પૂર્વ રાજ્યપ્રધાનનું પત્તું કપાયું

author img

By

Published : Nov 14, 2022, 11:05 PM IST

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022 ) આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ પહેલા દરેક પક્ષ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે કચ્છમાં પૂર્વ રાજ્યપ્રધાન વાસણભાઇ આહિરની ટિકિટ કાપી ભાજપે પૂર્વપ્રમુખ ત્રિકમભાઈ છાંગાને ટિકિટ આપવામાં આવી છે.

નો રિપીટ થિયરી: અંજાર બેઠક પર ભાજપમાંથી પૂર્વ રાજ્યમંત્રીનું પત્તું કપાયું
નો રિપીટ થિયરી: અંજાર બેઠક પર ભાજપમાંથી પૂર્વ રાજ્યમંત્રીનું પત્તું કપાયું

કચ્છ ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly Election 2022 ) ચૂંટણીની જાહેરાતો થઈ ચૂકી છે. અને હવે મતદાનને માત્ર ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા મતદારોને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. રાજકીય પક્ષો દ્વારા જુદી જુદી બેઠકો માટે પોતાના ઉમેદવારોને ટિકિટ ફાળવવામાં આવી રહી છે. તો ભારતીય જનતા પાર્ટી દ્વારા અંજાર બેઠક પર (Anjar assembly seat) પૂર્વ રાજ્યપ્રધાન વાસણભાઇ આહિરની ટિકિટ કાપીને વિદ્યાજગતથી જોડાયેલ કેળવણીકાર એવા ભાજપના સંનિષ્ઠ કાર્યકર્તા કચ્છ જિલ્લા પંચાયતના પૂર્વપ્રમુખ ત્રિકમભાઈ છાંગાને ટિકિટ ફાળવવામાં આવી છે.

નો રિપીટ થિયરી: અંજાર બેઠક પર ભાજપમાંથી પૂર્વ રાજ્યમંત્રીનું પત્તું કપાયું

ભાજપના ઉમેદવાર જાહેર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022 ) 4 નંબરની અંજાર વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર જાહેર થયા છે. ત્રિકમભાઈ છાંગા કચ્છના એવા નેતા છે, જેઓએ પોતાની સર્વપ્રિયતા સિધ્ધ કરી છે. એક શિક્ષકથી શાળાના આચાર્ય સુધીની 34 વર્ષ કેળવણીકાર તરીકે સેવા નિભાવ્યાની સાથે વર્ષ 2000માં તાલુકા પંચાયતમાં વિજયી થયા. 2010 સુધી તાલુકા પંચાયતના વિપક્ષના નેતા રહ્યા. ફરીથી 2010 માં જિલ્લા પંચાયતમાં વિજથી બનવાની સાથે કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે લોકસેવાના કાર્યો કર્યા. તેઓએ જિલ્લા પંચાયતના પ્રમુખની ભૂમિકામાં લોકકલ્યાણના નોંધપાત્ર કાર્યો કર્યા. ઉપરાંત તેમણે ભારતીય જનતા પાર્ટીના વિવિધ સંગઠનાત્મક પદો પર રહી નોંધનીય કામગીરી કરી છે.

વિશેષ યોગદાન સામાજિક સ્તરે પણ પોતાનું વિશેષ યોગદાન ત્રિકમભાઈ છાંગા રાજકિય સાથે શિક્ષણક્ષેત્રે કચ્છ યુનિવર્સિટીના ઈ.સી. તથમ સેનેટ મેમ્બર, ગુજરાત માધ્યમિક - ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડમાં - મેમ્બર, કચ્છ જિલ્લા બિનસરકારી માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ, ગુજરાત રાજ્ય બિનસરકારી માધ્યમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ રહી સેવા આપી ચુકયા છે. ત્રિકમભાઈ છાંગા ગુજરાત આહીર કેળવણી મંડળ, કચ્છ આહીર યુવક મંડળ, મેકરણ શિક્ષણ સેવા ટ્રસ્ટ, વાઘેશ્વરી માતાજી અન્નક્ષેત્ર-હબાય વગેરે સંસ્થાઓમાં વિવિધ પદે રહી સામાજિક સ્તરે પણ પોતાનું વિશેષ યોગદાન આપી રહ્યા છે.

વસ્તીનું પ્રમાણ અંજાર વિધાનસભા બેઠક (Anjar assembly seat) અંજાર બેઠક પર 1,38,306 પુરુષ, 1,32,507 મહિલા,અન્યમાં 0 સહિત કુલ 2,70,813 મતદાર નોંધાયા છે. કચ્છની અંજાર વિધાનસભા બેઠકમાં આહીર, દલિત અને મુસ્લિમોની વસ્તી વધારે છે. ઉપરાંત રબારી, લેઉઆ પટેલ, કડવા પટેલ તેમજ ક્ષત્રિય જ્ઞાતિના લોકો પણ જોવા મળે છે. અહીં 53 ટકા પુરુષો છે અને 47 ટકા મહિલાઓ છે. અહીં શિક્ષણનું પ્રમાણ 73 ટકા જેટલું છે, જેમાં પુરુષો અને મહિલાઓનું શિક્ષણનું પ્રમાણ અનુક્રમે 86 ટકા અને 73 ટકા છે.

ટિકિટ ફાળવવામાં આવી ભાજપ અને કોંગ્રેસ દ્વારા આહીર સમાજના ઉમેદવારને ટિકિટગુજરાત વિધાનસભાની ચુંટણી માટે કચ્છની અંજાર વિધાનસભા બેઠક કે જ્યાં છેલ્લાં 2 ટર્મથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને ભૂતપૂર્વ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ તેમજ પ્રવાસન રાજયપ્રધાન વાસણ આહીર ચુંટાઈ આવતા હતા. જેમનું આ વખતેની ચુંટણીમાં પતુ કપાયું છે. અને પક્ષ તરફથી તેમને ટિકિટ આપવામાં નથી આવી. ભાજપ દ્વારા આ સીટ પર ઉમેદવાર તરીકે ત્રિકમ છાંગા કે જેઓ કચ્છ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ છે. તેમને ટિકિટ આપવામાં આવી છે જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર તરીકે અરજણ રબારીને ટીકીટ આપવામાં આવી છે. જ્યારે કોંગ્રેસમાંથી રમેશ ડાંગરને ટિકિટ આપવામાં આવી છે. આમ, આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ દ્વારા આહીર સમાજના ઉમેદવારને ટિકિટ ફાળવવામાં આવી છે.

હંમેશા પ્રયત્નશીલ ભારતીય જનતા પાર્ટીનો (Bharatiya Janata Party) કાર્યકર્તા હંમેશા પ્રયત્નશીલ રહે છે. અંજાર વિધાનસભા બેઠક માટેના ભાજપના ઉમેદવાર ત્રિકમભાઈ છાંગાએ ETV Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, સૌપ્રથમ તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે મારા જેવા એક શિક્ષકને ભારતીય જનતા પાર્ટીએ આટલું મોટું બહુમાન આપ્યું છે. એના માટે હું ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વનો,પ્રદેશ અને રાષ્ટ્રીય નેતૃત્વનો હૃદયપૂર્વકનો ખૂબ ખૂબ આભાર માનું છું. જ્યાં સુધી કામોની વાત છે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી હમેશા કામ કરે જ છે. ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસમાં માનનારી પાર્ટી છે. અમે વિવાદમાં માનતા નથી. જ્યાં જ્યાં વિકાસની જરૂર હોય છે, જે જે પ્રકારની લોકોની અપેક્ષા હોય એ અપેક્ષાને પૂરી કરવા માટે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા પ્રયત્નશીલ રહે છે. અને હું પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે આવતા દિવસોમાં ખૂબ પ્રયત્ન કરીશ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.