ETV Bharat / state

કચ્છમાં આઠમના દિવસે આશાપુરા માઁની વિશેષ પૂજા કરાઈ

author img

By

Published : Oct 6, 2019, 4:56 PM IST

Updated : Oct 6, 2019, 10:24 PM IST

આઠમના દિવસે આશાપુરા માની વિશેષ પૂજા કરાઈ

કચ્છઃ નવરાત્રીમાં ગરબાની સાથે દેવી પૂજાનું પણ વિશેષ મહત્વ જોવા મળે છે. ખાસ કરીને આઠમના દિવસે. આ દિવસે હવન અને વિવિધ પૂજા કરીને દેવી શક્તિન અરાધના કરે છે. કચ્છનો રાજવી પરીવારના દેવપર કૃતાર્થ જાડેજાએ આઠમના દિવસે માતાજીનું પૂજન કર્યુ હતું. ત્યારબાદ પતરી પ્રસાદ ગ્રહણ કર્યો હતો.

ભૂજમાં રહેતાં રાજ પરીવારના મહેલમાં કુળદેવી માતાના મંદિરે ચામર વિધી કરાઈ હતી. રાજવી પરીવારના કૃતાર્થસિંહ જાડેજાએ મહેલના કુળદેવી માતાના મંદિરમાં પૂજન કર્યુ હતું. પરંપરાગત રીતે ચામર લઈને માતાના મઢે પ્રસ્થાન કર્યુ. ત્યારબાદ આઠમની સવારે પતરી પૂજન વિધી કરી હતી.

કચ્છમાં આઠમના દિવસે આશાપુરા માની વિશેષ પૂજા કરાઈ

આ રાજવી પરીવાર રાજસતા મા આશાપુરાના સેવક છે. જેમણે આજે પણ પોતાની જૂની પરંપરાને જાળવી રાખી છે. ગત રાત્રે પણ સાતમાં નોરતે માતાના મઢ આશાપુરા મંદિરમાં હવન કરાયો હતો. જેમાં મઢ જાગીના અધ્યક્ષ રાજાબાવા યોગેન્દ્રિ સિંહજીએ હવન વિધી કરી હતી.

આમ, દર વર્ષની જેમ આ વર્ષે પણ ભૂજમાં આશાપુરા માતાના મંદિરે રાજવી કુંવર ઈન્દ્રજિત સિંહ જાડેજાએ રાજવી મહેલ ખાતે ચામર વિધી કરી હતી. ત્યારબાદ સવારે પતરી વિધી કરી હતી. જેનો લ્હાવો લેવા માટે માડીના ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા.

Intro:કચ્છના દેશદેવી મા આશાપુરાના  માતાના મઢ મંદિર ખાતે આજે  નવરાત્રી આઠ્ઠમના દિવસે કચ્છનાર  રાજવી પરીરવારના દેવપર ઠાકોર કૃતાર્થસિંહ જાડેજાએ આજે માતાજીનું પુજન કરીને પતરી પ્રસાદ ગ્રહણ કર્યો હતો,  આ પુજા સમયે મોતી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. Body: ભૂજ સ્થિત  સ્થિત રાજ પરીવારના મહેલમાં કુળદેવી માતાના મંદિરે ચામરવિધિ કરવામાં આવી હતી. રાજવી પરીવારના ભાયાત સભ્ય કૃતાથસિંહ જાડેજાએ મહેલના કુળદેવી માતાના મંદિરમાં પુજન કર્યું હતું. આ પછી પરંપરાગત રીતે ચામર લઈને માતાના મઠ  પ્રસ્થાન કર્યું હતું. અને  આઠમના સવારે માતાજીની પતરી વીધી પુજન કરાયું હતું. .  કચ્છનું રાજસત્તા મા આશાપુરાના સેવક છે અને તે જ પરંપરા મુજબ આજે પણ આ રિવાજ અને પુજન જાળવી રખાયા છે. 

ગત સાતમા નોરતાની રાત્રે માતાના મઢ આશાપુરા મંદિર ખાતે હવનનો પ્રાંરભ થયો હતો. મોડી રાત્રે બીડું હોમાયું હતું. મઢ જાગીરના અધ્યક્ષ રાજાબાવા યોગેન્દ્રિસિંહજીએ હવનવિધી કરાવી હતી. 
દરમિયાન ભૂજમાં આવેલા આશાપુરા માતાના મંદિરે રાજવી કુંવર ઈન્દ્રજિતસિંહ જાડેજાએ રાજવી મહેલ ખાતે ચામરવિધી બાદ સવારે માતાજીની પતરીવિધી કરી હતી. જાડેજા પરીવારના ભાયાતો, ભાવિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. Conclusion:
Last Updated :Oct 6, 2019, 10:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.