ETV Bharat / state

Muskmelon Farming In Kutch: કચ્છના પ્રગતિશીલ ખેડૂતો દ્વારા ડુંગરાળ વિસ્તારમાં સક્કરટેટીનું સફળ વાવેતર

author img

By

Published : Mar 22, 2022, 6:00 PM IST

ભુજ તાલુકાના પદ્ધર અને લાખોંદ જેવા ડુંગરાળ વિસ્તારમાં ખેડૂતોએ સક્કરટેટીની ખેતી (Muskmelon Farming In Kutch) કરી છે. ખેડૂતો એકરદીઠ 10થી 12 ટન ઉત્પાદન મેળવી રહ્યા છે. બજારમાં કચ્છની મધુરાજા ટેટીની સારી એવી માંગ છે. કચ્છના ખેડૂતો ડીસા સુરત વલસાડ જેવા શહેરોમાં પણ સક્કરટેટી મોકલી રહ્યા છે.

Muskmelon Farming In Kutch: કચ્છના પ્રગતિશીલ ખેડૂતો દ્વારા ડુંગરાળ વિસ્તારમાં સક્કરટેટીનું સફળ વાવેતર
Muskmelon Farming In Kutch: કચ્છના પ્રગતિશીલ ખેડૂતો દ્વારા ડુંગરાળ વિસ્તારમાં સક્કરટેટીનું સફળ વાવેતર

ભુજ: કચ્છના ખેડૂતો (Farmers In Kutch)એ અગાઉ સૌપ્રથમ વખત ઠંડા પ્રદેશમાં થતી સ્ટ્રોબેરી (strawberry farming in kutch), ડ્રેગન ફ્રૂટ, એક્સોટિક વેજીટેબલ (exotic vegetables farming)નું સફળ વાવેતર અને ઉત્પાદન કર્યું હતું અને હવે કચ્છ જિલ્લાના ડુંગરાળ વિસ્તારમાં સક્કરટેટીનું સફળ વાવેતર (Muskmelon Farming In Kutch) કરવામાં આવ્યું છે. ભુજ તાલુકાના પદ્ધર, લાખોંદ, કાળી તલાવડી સહિત ગામોના ડુંગરાળ વિસ્તારમાં કચ્છના ખેડૂતોએ સક્કરટેટીની ખેતી કરી છે અને એકરદીઠ 10થી 12 ટન ઉત્પાદન મેળવી રહ્યા છે.

એકરદીઠ 10થી 12 ટન ઉત્પાદન મેળવી રહ્યા છે ખેડૂતો.

બાગાયતી ખેતી તરફ વળ્યા અનેક ગામોના ખેડૂતો- ભુજ તાલુકાના આ ગામડા બાગાયતી ખેતી (horticulture farming in kutch)માં દાડમ, આંબા, જામફળ, ખારેક, ડ્રેગન ફ્રૂટ જેવા પાકોની ખેતી કરી ખેડૂતો સારા પ્રમાણમાં આવક મેળવી રહ્યા છે. દુષ્કાળગ્રસ્ત કચ્છના ખેડૂતો મગફળી, એરંડા, કપાસ જેવા પાકોને છોડી બાગાયત ખેતી કરી રહ્યા છે. ત્યારે આ પંથકના ખેડૂતો આ વખતે સક્કરટેટીની ખેતી કરી રહ્યા છે.

આ પણ વાંચો: Bhuj Animal Husbandry Camp: ભુજમાં પશુપાલન શિબિર, 66 કેવી સબસ્ટેશનનું ભૂમિપૂજન અને સુજલામ સુફલામ જળ અભિયાનનું લોકાર્પણ કરાયું

મિલ્ચિંગ કરવાથી પાકમાં ભેજનું વાતાવરણ જળવાઈ રહે છે- કાળી તલાવડીમાં પોતાની વાડીમાં સક્કરટેટીનું વાવેતર કરનારા રાજેશભાઈ બરાડીયાએ ETV Bharat સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, સક્કરટેટીનું વાવેતર ઠંડીનું પ્રમાણ ઓછું થાય ત્યારે ડિસેમ્બર મહિના (weather for planting muskmelon)ના અંતમાં કરવામાં આવે છે. વાવેતર સમયે પાયામાં છાણીયું ખાતર નાંખવામાં આવે છે. ઉપરાંત DAPનો પણ ઉપયોગ કરવામાં આવે છે અને પછી પેક કરીને મિલ્ચિંગ કરવામાં આવે છે. મિલ્ચિંગ કરવાથી પાકમાં ભેજનું વાતાવરણ જળવાઈ રહે છે અને ઉત્પાદનમાં વધારો થાય છે.

એકરદીઠ 10થી 12 ટન ઉત્પાદન મેળવી શકાય છે.
એકરદીઠ 10થી 12 ટન ઉત્પાદન મેળવી શકાય છે.

એકરદીઠ 10થી 12 ટન સક્કરટેટીનું ઉત્પાદન- સક્કરટેટીનું વાવતેર થયા બાદ અઢીથી ત્રણ મહિને તે પાકે છે અને તે દરમિયાન ટપક પદ્ધતિ દ્વારા ગૌમુત્ર પણ આપવામાં આવે છે. ગરમીનો પારો વધે તેમ ફૂગ અથવા રોગનાં કારણે પાક બગડી શકે છે ત્યારે સમયસર દવાનો છંટકાવ કરવો જરૂરી હોય છે. આ પાકને ડુંગરાળ અને રેતાળ જમીન ચાલે છે. એક એકરદીઠ 400થી 500 ગ્રામ બિયારણનું વાવેતર કરવામાં આવે છે અને સમયસર પાણી અપાય તો એકરદીઠ 10થી 12 ટન ઉત્પાદન મેળવી શકાય છે તેવું તલાવડીના રાજેશભાઈ બરાડીયાએ જણાવ્યું હતું.

આ પણ વાંચો: Mango Cultivation in Kutch : ચાલુ વર્ષે કચ્છ જિલ્લામાં કેરીનું થશે મબલક ઉત્પાદન, જાણો ક્યાં કેટલું વાવેતર છે

સકકરટેટીનો ભાવ કિલોદીઠ 20થી 25 રૂપિયા જેટલો- વધુમાં રાજેશભાઈ બરાડીયાએ જણાવ્યું હતું કે, આ વર્ષે સ્થાનિક બજારમાં ભાવ સારા મળશે તેવી આશા છે. આ ઉપરાંત તેમના દ્વારા સક્કરટેટી ડીસા (muskmelon in deesa), સુરત, વલસાડ, અમદાવાદ અને મુંબઈ જેવા જુદા-જુદા શહેરો અને જિલ્લાઓમાં પણ મોકલવામાં આવી રહી છે અને આ વખતે કિલોદીઠ 20થી 25 રૂપિયા જેટલો ભાવ મળી રહ્યો છે.

કચ્છની કેસર કરી જેમ કચ્છની મધુરાજા સક્કરટેટીની પણ માંગ: ખેડૂત- રાજેશભાઈ બરાડીયાએ જણાવ્યું હતું કે, તેઓ ઘણા વર્ષોથી 3 પ્રકારની સક્કરટેટીનું વાવેતર કરતા હોય છે. જેમાં મધુરાજા, ડોકટર, માલીનો સમાવેશ થાય છે. આ વખતે વાડીના 15.5 એકરમાં મધુરાજા જાતની સક્કરટેટીનું વાવેતર કરવામાં આવ્યું છે. આ મધુરાજા સક્કરટેટીની ગુણવત્તા સારી હોય છે. ઉપરાંત સારા પ્રમાણમાં ઉત્પાદન થતું હોય છે અને મીઠાશ પણ ખૂબ પ્રમાણમાં હોય છે. જેમ કચ્છની કેસર કેરી વખણાય છે અને તેની માંગ દેશ વિદેશમાં રહેતી હોય છે તેમ કચ્છની મધુરાજા સક્કરટેટીની માંગ પણ તેની મીઠાશના કારણે રહે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.