ETV Bharat / state

Mundra Heroin Case: આરોપી રાજકુમારને કોર્ટમાં રજૂ કરાયા બાદ 14 દિવસની જયુડીશિયલ કસ્ટડીમાં મોકલાયો

author img

By

Published : Oct 5, 2021, 10:12 AM IST

Updated : Oct 5, 2021, 10:20 AM IST

Mundra Heroin Case: કોઇમ્બતુરથી ઝડપાયેલ રાજકુમારને કોર્ટમાં રજૂ કરાયા પછી, 14 દિવસની જયુડીશિયલ કસ્ટડીમાં મોકલાયો
Mundra Heroin Case: કોઇમ્બતુરથી ઝડપાયેલ રાજકુમારને કોર્ટમાં રજૂ કરાયા પછી, 14 દિવસની જયુડીશિયલ કસ્ટડીમાં મોકલાયો

મુન્દ્રા પોર્ટ પર સેમી પ્રોસેસડ ટેલ્ક પાવડરની આડ માં 3004 કિલો હેરોઇન DRI દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. આ હેરોઈન પ્રકરણમાં કુલ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ બહુચર્ચિત એવા 21,000 કરોડના હેરોઇન પ્રકરણમાં રાજકુમાર નામના આરોપીની કોઇમ્બતુરથી ધરપકડ કરવામાં આવી હતી તેને હવે 14 દિવસની જયુડીશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.

  • કોઇમ્બતુરના રાજકુમારની 25 સપ્ટેમ્બરના DRIએ ધરપકડ કરી હતી
  • DRIનું અનપેક્ષિત પગલુ રિમાન્ડ પુરા થાય તે પહેલાજ એક દિવસ અગાઉ કોર્ટ સમક્ષ રજુ કરી દીધો હતો.
  • 14 દિવસની જયુડીશિયલ કસ્ટડીમાં મોકલાયો

મુન્દ્રા : મુન્દ્રા પોર્ટ પર અફઘાનિસ્તાનથી આવેલા ઇરાનથી બે કન્ટેનરમાં લોડ થયેલા 21,000 કરોડની કિંમતના 3,000 કિલો જેટલો હેરોઈનનો જથ્થો DRI દ્વારા ઝડપવામાં આવ્યો હતો. જેની વધુ તપાસમાં કોઇમ્બતુરમાં રહેતો આરોપી રાજુકમાર કે જે પહેલા ઈરાનમાં કામ કરતો હતો અને તેનું નામ આ 21,000 કરોડના હેરોઇન પ્રકરણમાં ખૂલતાં તેને ગાંધીધામમાં વધારે પૂછપરછ માટે લવાયો હતો. અને આ પ્રકરણમાં તેની સંડોવણી ખુલતા તેની ધરપકડ કરવામાં આવી છે.

DRI એ રિમાન્ડ પુરા થાય તેના એક દિવસ પહેલાજ રજુ કર્યો

રાજકુમારને 26 મી સપ્ટેમ્બરના રોજ રોજની NDPS કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. અને કોર્ટે 4 ઓક્ટોબર સુધીના રિમાન્ડ આપ્યા હતા. તો DRI દ્વારા રિમાન્ડ પૂર્ણ થાય તે પહેલા જ આરોપીને રવિવારના દિવસે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે, કોર્ટે આરોપીને નિયમિત 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં ભુજની પાલારા જેલમાં મોકલવામાં આવ્યો હતો.

આરોપી અગાઉ ઈરાનમાં રહેતો અને ત્યાં ફોરેન ટ્રેડના કામ સાથે જોડાયેલ હતો

રાજકુમાર કે જે અગાઉ ઈરાનમાં રહેતો હતો. અને ત્યાં ફોરેન ટ્રેડના કામકાજ સાથે જોડાયેલો હતો. મુન્દ્રા પોર્ટ પર આવેલ કન્ટેનર ઈરાનમાં લોડ થયો હોવાથી આરોપીની લોડિંગ પ્રક્રિયામાં સંડોવણી હોવાની શંકાના આધારે આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.

આ પણ વાંચો : ચીખલી કસ્ટોડિયલ હત્યા પ્રકરણમાં આરોપી PSI એમ.બી.કોકણીની ધરપકડ કરાઇ

આ પણ વાંચો : વલસાડના ડુંગરીમાં સિગરેટની દોઢ કરોડ રૂપિયાની લૂંટના ત્રણ આરોપીઓને મધ્યપ્રદેશ માંથી ઝડપી પડવામાં આવ્યા છે.

Last Updated :Oct 5, 2021, 10:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.