ETV Bharat / state

Mundra Heroin Case: NIA દ્વારા 5 શહેરોમાં તપાસ કરાઇ, કેસને લગતા દસ્તાવેજો જપ્ત કરાયા

author img

By

Published : Oct 13, 2021, 7:32 AM IST

Mundra Heroin Case: NIA દ્વારા 5 શહેરોમાં તપાસ કરાઇ, કેસને લગતા દસ્તાવેજો, અને આર્ટિકલ જપ્ત કરાયા
Mundra Heroin Case: NIA દ્વારા 5 શહેરોમાં તપાસ કરાઇ, કેસને લગતા દસ્તાવેજો, અને આર્ટિકલ જપ્ત કરાયા

કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી 3004 કિલો હેરોઇન DRI દ્વારા ઝડપી પાડ્યો હતો. આ પ્રકરણમાં કુલ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમજ આરોપીઓની પૂછપરછ અને તેમની સામે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. ત્યારે હવે વઘું તપાસ માટે આ કેસને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના હાથમાં સોંપવામાં આવ્યો છે. ત્યારે NIA એ 5 જગ્યા પર તપાસ હાથ ધરી હતી. તેમાં કેસને લગતા દસ્તાવેજો, આર્ટિકલ જપ્ત કરીને, હવે તેના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  • મુન્દ્રા 21,000 કરોડનો હેરોઈન કેસ મામલો
  • NIA દ્વારા આજે જુદી જુદી 5 જગ્યાએ તપાસ કરવામાં આવી
  • NIA દ્વારા તપાસ ચાલુ, વધુ ખુલાસા થવાની શક્યતા

મુન્દ્રા : મુન્દ્રા પોર્ટ પર સેમી પ્રોસેસડ ટેલ્ક પાવડરની આડમાં 3004 કિલો હેરોઇન DRI દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. આ હેરોઈન પ્રકરણમાં કુલ 9 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ બહુચર્ચિત એવા 21,000 કરોડના હેરોઇન પ્રકરણમાં અત્યાર સુધી DRI દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, તેમજ આરોપીઓની પૂછપરછ અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી હતી. ત્યારે હવે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના હાથમાં આ કેસ છે, ત્યારે NIA દ્વારા 5 જગ્યાએ તપાસ હાથ ધરાઈ હતી. તેમાં કેસને લગતા દસ્તાવેજો, આર્ટિકલ જપ્ત કરાયા છે. હવે તેના આધારે આગળની તપાસ હાથ ધરાશે.

21,000 કરોડ રૂપિયાનો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યો હતો

16 સપ્ટેમ્બર 2021 ના રોજ, DRI અને કસ્ટમ્સ દ્વારા સંયુક્ત ઓપરેશનથી અફઘાનિસ્તાનથી બે કન્ટેનરમાંથી પ્રતિબંધિત હેરોઈનનો મોટો જથ્થો મળી આવ્યો હતો. જે મુન્દ્રા આંતરરાષ્ટ્રીય કન્ટેનર ટર્મિનલ (MITC), મુન્દ્રા પોર્ટ પર આવ્યો હતો. DRI દ્વારા બે કન્ટેનરમાંથી 21,000 કરોડ રૂપિયાનો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યો હતો.

NIA દ્વારા જુદાં જુદાં 5 શહેરોમાં તપાસ હાથ ધરાઈ

NIA દ્વારા જુદા જુદાં 5 શહેરોમાં રહેણાંક મકાન તથા ગોડાઉનમાં તપાસ કરવામાં આવી હતી. લાજપત નગર, અલીપુર, ખેરા ક્લન, નવી દિલ્હી અને નોઇડામાં તપાસ કરવામાં આવી હતી. તમામ સ્થળેથી તપાસ દરમિયાન વિવિધ દસ્તાવેજો, આર્ટિકલ અને વસ્તુઓ NIA દ્વારા જપ્ત કરવામાં આવી છે.

NIA દ્વારા તપાસ ચાલુ, વધુ ખુલાસા થવાની શક્યતા

આ કેસમાં NIA દ્વારા હજી વધુ તપાસ ચાલુ છે, અને વધારે સ્થળોએ દરોડા પાડીને આ કેસને લગતી વધારે ચોંકાવનારી માહિતીઓ બહાર આવી શકે છે. માટે આગામી સમયમાં મોટા ખુલાસા થવાની પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે.

આ પણ વાંચો : Mundra Heroin Case મામલે NIA તપાસમાં જોડાઈ, વધુ મોટા ખુલાસા થવાની સંભાવનાઓ

આ પણ વાંચો : સુરતના લીંબાયતમાં હત્યાનો બનાવ CCTVમાં ઝીલાયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.