ETV Bharat / state

Mumbai Bomb Blast અને ડ્રગ્સના આરોપીને ભુજની NDPS કોર્ટમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે લવાયો

author img

By

Published : Jul 27, 2021, 5:50 PM IST

મુંબઇમાં વર્ષ 1993માં થયેલા સિરીયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ( Mumbai bomb blast ) તેમજ વર્ષ 2020ના જાન્યુઆરી માસમાં ગુજરાત એટીએસની (Gujarat ATS ) ટીમે પાકિસ્તાન દરિયા માર્ગે પાકિસ્તાની બોટમાંથી હેરોઈનના ( Narcotics ) કેસમાં આરોપી મુનાફ હાલારીને ( Accused Munaf Halari ) ભુજની NDPS કોર્ટમાં સોમવારે હાજર કરવામાં આવ્યો હતો

Mumbai Bomb Blast અને ડ્રગ્સના આરોપીને ભુજની NDPS કોર્ટમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે લવાયો
Mumbai Bomb Blast અને ડ્રગ્સના આરોપીને ભુજની NDPS કોર્ટમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે લવાયો

  • મુંબઇ સિરીયલ બોમ્બ બ્લાસ્ટ તથા હેરોઈન કેસના આરોપીને ભુજની NDPS કોર્ટમાં રજૂ કરાયો
  • ચુસ્ત પોલીસ બંદોબસ્ત તથા કોર્ટની બંને બાજુના રસ્તા બ્લોક કરાયા
  • આરોપીને અમદાવાદની સાબરમતી જેલમાં રાખવામાં આવ્યો હતો

કચ્છઃ મુંબઇમાં વર્ષ 1993માં થયેલા સિરીયલ બોમ્બ બ્લાસ્ટ ( Mumbai bomb blast ) કેસમાં તેમજ વર્ષ 2020ના જાન્યુઆરી માસમાં ગુજરાત એટીએસની ટીમે (Gujarat ATS ) પાકિસ્તાન દરિયા માર્ગે પાકિસ્તાની બોટમાંથી હેરોઈનના ( Narcotics ) 35 પેકેટ પકડી પાડ્યા હતા જેની આતંરરાષ્ટ્રીય બજારમાં કિંમત 175 કરોડ જેટલી આંકાઈ હતી અને આ કિસ્સામાં ઝડપાયેલા પાંચ પાકિસ્તાની આરોપીઓની પુછપરછમાં મુનાફ હાલારીનું ( Accused Munaf Halari ) નામ ખુલ્યું હતું. જેને મુંબઈ એરપોર્ટ પરથી પકડી પડાયો હતો અને ત્યાર બાદ તેને અમદાવાદની સાબરમતી જેલમાં રાખવામાં આવ્યો હતો જેને આજે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ભુજની NDPS કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો.

મુદત હોવાથી લવાયો ભુજ NDPS કોર્ટમાં
સોમવારે બપોરે ભુજની NDPS કોર્ટ પાસે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાઈ ગયો હતો. કોઈ પણ આરોપીને લઈ આવવા સમયે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મુંબઈમાં થયેલા બોમ્બ બ્લાસ્ટના ( Mumbai bomb blast ) આરોપીને NDPS કોર્ટમાં મુદત હોતાં લાવવામાં આવ્યો હતો.
જખૌ પાસે મળી આવેલ હેરોઇનમાં પણ સંડોવણી
જખૌ દરિયામાંથી વર્ષ 2020ના જાન્યુઆરી માસમાં પાકિસ્તાની બોટમાંથી હેરોઇનના ( Narcotics ) 35 પેકેટ સાથે પાંચ પાકિસ્તાનીઓને પકડવામાં આવ્યાં હતાં અને આ કેસમાં વધુ પૂછપરછ કરતાં ગુજરાત ATS પાસે આ કેસમાં મુનાફ હાલારીનું નામ ( Accused Munaf Halari ) સામે આવ્યું હતું. કરાંચીમાં રહેતા હાજી હસન સાથે આરોપીએ ટેલીફોનીક વાતચીત પણ કરી હોવાનું બહાર આવ્યું હતું અને ATS, COASTGUARD અને SOG ના જોઇન્ટ ઓપરેશનની મદદથી પ્લાનિંગ નિષ્ફળ બનાવવામાં આવ્યું હતું. બાદમાં એટીએસ દ્વારા તેની મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. જેને અમદાવાદની સાબરમતી જેલમાં રાખવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ ગુજરાત ATSએ 1993 મુંબઈ બ્લાસ્ટના આરોપી મુનાફ હલારી મુસાની કરી ધરપકડ


ચુસ્ત પોલીસ બંદોબસ્ત તથા કોર્ટની બંને બાજુના રસ્તા બ્લોક કરાયા
આ દરમિયાનમાં સોમવારનાં રોજ આરોપીને ભુજની NDPS કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. મુનાફને ( Accused Munaf Halari ) કોર્ટમાં હાજર થતાં કોર્ટ પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત કોર્ટની બહાર બંને બાજુનો રસ્તો બ્લોક કરવામાં આવ્યો હતો. મુનાફ હાલારી મુંબઈમાં થયેલા સિરીયલ બોમ્બ બ્લાસ્ટ ( Mumbai bomb blast ) કેસમાં સંડોવાયેલો હતો તેથી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ ચ્છના આશરમાતા લેન્ડિંગ પોઇન્ટ નજીકના દરિયાકાંઠેથી પોલીસને 30 લાખની કિંમતના ચરસના 20 પેકેટ મળી આવ્યા

આ પણ વાંચોઃ Narcotics War: સુથરીના દરિયાકિનારેથી કેફી દ્રવ્યોના 10 પેકેટ મળી આવ્યાં

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.