ETV Bharat / state

Morbi Incident: કચ્છના મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને સહાયનો ચેક અપાયો

author img

By

Published : Nov 1, 2022, 5:40 PM IST

મોરબીમાં બનેલી (Morbi bridge Collapse ) ગોઝારી ઘટનામાં કેટલાય લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. અનેક પરિવારોનો માળો વિખરાઈ ગયો છે. ત્યારે દિલીપ રાણા અંજાર પ્રાંત અધિકારી મેહુલ દેસાઇ નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી સહિતના અધિકારીઓએ ભોગ બનનાર પરિવારના લોકોને ચેક આપવામાં આવ્યા હતા.જે પણ મૃત્યુ પામેલા હોય તેમના વારસદારને ચેક સહાયના રૂપે ચેક આપવામાં આવ્યા હતા.

Morbi Incident: કચ્છમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને સહાયનો ચેક અપાયો
Morbi Incident: કચ્છમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને સહાયનો ચેક અપાયો

કચ્છ ઝુલતા પુલ (Morbi bridge Collapse ) પર બનેલી ગોઝારી ઘટનામાં અનેક પરિવારોનો માળો વિખરાઈ ગયો છે. જેમાં કચ્છના રાપર શહેરના ત્રણ કુંભાર પરિવાર જેમાં બે પુત્રો અને પિતાના મરણ થતા આજે તેમની દફન વિધિ કરવામાં આવી હતી. દિલીપ રાણા અંજાર પ્રાંત અધિકારી મેહુલ દેસાઇ નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી સહિતના અધિકારીઓએ ભોગ બનનારના પરિવારજનોની મુલાકાત લીધી હતી. સહાય પેટેનો ચેક મૃત્યુ પામેલા લોકોના વારસદારને અર્પણ કરવામાં આવ્યો હતો.

મોરબીમાં બનેલી ઘટનામાં કચ્છના મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને સહાયનો ચેક અપાયો

ચેક અપર્ણ ભોગ બનનારના વારસદારને ચાર લાખના હિસાબે બાર લાખનો ચેક અપર્ણ કરવામાં આવ્યો છે. જિલ્લા કલેકટરની સુચનાથી રાપર મામલતદાર કે.આર.ચૌધરીને મોરબી વહિવટી તંત્ર દ્વારા તાત્કાલિક બોલાવવામા આવ્યા હતા. ભોગ બનનાર પરિવારના વારસદારને ચાર લાખના હિસાબે બાર લાખનો ચેક અપર્ણ કરવામાં આવ્યો હતો. આ સમયે રાપર તાલુકા મુસ્લિમ હિત રક્ષક સમિતિના પ્રમુખ હાજી સૈયદ અનવરશા બાપુ મુસ્લિમ સમાજના પ્રમુખ હાજી ઇસ્માઇલ ભાઈ પણકા, માજી ધારાસભ્ય પંકજ મહેતા, રાપર તાલુકા પંચાયત પ્રમુખ હમીરજી સોઢા,કરણી સેનાના પ્રમુખ અરવિંદસિંહ જાડેજા, જશુભા જાડેજા, રાપર શહેર ભાજપના મહામંત્રી મેહુલ જોશી લાલજી કારોત્રા કેશુભા વાધેલા રમજુ કુંભાર જાનખાન બ્લોચ રાપર નગરપાલિકાના પ્રમુખ વાલજી વાવીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ડૂબી જવાથી મોત રાપર મામલતદાર ચૌધરીના હસ્તે સહાય ચૂકવવામાં આવીમોરબીમાં ઝૂલતો પુલ ધરાશાયી થતાં કચ્છના કુંભાર પરિવારના 8 લોકોમાંથી 3 લોકોના ડૂબી જવાથી મોત નીપજ્યા છે. કુંભાર પરિવારમાં શોકની લાગણી ફેલાઇ છે. સમગ્ર કચ્છમાં પણ આ હોનારતના લીધે શોકની લાગણી ફેલાઇ છે. કેન્દ્ર સરકાર દ્વારા પણ મરણ જનારને બે લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે .આજે રાપર મામલતદાર કે.આર.ચૌધરીના હસ્તે મરણ જનારના પરિવારના ઈશાભાઈ જુમા ભાઈ કુંભારની ઉપસ્થિતિમા ચેક આપવામા આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.