ETV Bharat / state

Mock G-20 Summit: કચ્છ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ યોજી મોક G-20 સમીટ

author img

By

Published : Jan 30, 2023, 5:52 PM IST

કચ્છમાં યોજાનાર G-20 સમીટને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે સમગ્ર કચ્છ G-20ના રંગે રંગાઈ રહ્યું છે. કચ્છની ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીમાં પણ વિદ્યાર્થીઓએ એક મોક G-20 સમીટનું આયોજન કર્યું હતું. આગામી મહિનામાં G-20ની સમિટ ધોરડો ખાતે યોજાવાની છે.

mock-g-20-summit-held-by-students-at-kutch-university
mock-g-20-summit-held-by-students-at-kutch-university

કચ્છ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ યોજી મોક G-20 સમીટ

કચ્છ: કચ્છની ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિકસના વિદ્યાર્થીઓ દ્વારા G 20 સમીટને ધ્યાનમાં રાખીને એક મોક G-20 સમીટ યોજી હતી. આ પ્રકારની આંતરાષ્ટ્રીય સમીટ કઇ રીતે યોજાઈ છે તેનાથી માહિતગાર કરવા અને વિદ્યાર્થીઓમાં પણ આપ-લેની ભાવના ઉત્પન્ન થાય તે હેતુથી અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા આ સમીટ યોજાઇ હતી.

કચ્છ G-20ના રંગે રંગાઈ રહ્યું છે
કચ્છ G-20ના રંગે રંગાઈ રહ્યું છે

અર્થશાસ્ત્ર વિભાગના વિધાર્થીઓએ યોજી મોક G-20 સમીટ: આગામી મહિનામાં G-20ની સમિટ ધોરડો ખાતે યોજાવાની છે. જેને સંલગ્ન વિશ્વના 27 દેશના પ્રવાસન વિભાગના પ્રતિનિધિઓ તા. 7 થી 10 ફેબ્રુઆરી સુધી કચ્છમાં રોકાણ કરીને સમિટમાં ભાગ લેવા સાથે જિલ્લાના પ્રવાસન સ્થળોની મુલાકાત પણ લેશે. જે અનુંસંધાને આજરોજ કચ્છ યુનિવર્સિટીમાં આજે અર્થશાસ્ત્રના વિધાર્થીઓએ જુદાં જુદાં દેશના વડાપ્રધાન, ચાંસ્લેસર, પ્રતિનિધિ તરીકેની ભૂમિકા ભજવીને એક મોક રીતે આંતરરાષ્ટ્રીય સમીટ યોજી હતી અને જુદાં જુદાં મુદ્દાઓ અને સમસ્યાઓ પર ચર્ચા કરી હતી.

વિદ્યાર્થીઓ 20 દેશોના બન્યા પ્રતિનિધિ: અર્થશાસ્ત્ર વિભાગના હેડ ડૉ.કલ્પના સતીજાએ ETV Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, અર્થશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા જ એક મોક G-20 સમીટનું આયોજન કરવામાં આવ્યું છે. G-20 ના જે 20 દેશો છે તે દેશોના પ્રાઈમ મિનિસ્ટર, પ્રેસિડેન્ટ અને ચંસલેસર બનીને સમીટ યોજી હતી એની સાથે સાથે જે ઇન્ટરનેશનલ એજન્સીસ છે. WHO, WTO, યુનાઈટેડ મોનેટરી ફંડ, યુનાઈટેડ નેશન્સ આ બધી જ એજન્સીઓ પણ આ પ્રોગ્રામમાં સામીલ થયેલ છે.

ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીમાં પણ વિદ્યાર્થીઓએ એક મોક G-20 સમીટનું આયોજન કર્યું
ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીમાં પણ વિદ્યાર્થીઓએ એક મોક G-20 સમીટનું આયોજન કર્યું

આ પણ વાંચો Womens Premier League : ભારતીય ક્રિકેટ માટે ગેમ ચેન્જર સાબિત થશે

જુદાં જુદાં મુદ્દાઓ પર ચર્ચા કરાઈ: વિદ્યાર્થીઓ દ્વારા જ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા એમાં જે રીતે G-20 ની સમિટ થઈ રહી છે એ જ રીતે આ પ્રકારની મોક સમીટ રાખવામાં આવી છે અને વિદ્યાર્થીઓ અલગ અલગ દેશના જે પ્રધાનમંત્રી પ્રેસિડેન્ટ બનેલા છે. એ લોકોએ G-20 માં જે પ્રકારની ચર્ચા થાય છે એ પ્રકારની ચર્ચા દ્વારા જ એક આખું ઓરીજનલ G-20 સમીટ યોજવાની કોશિશ કરી છે. જેમાં એજ્યુકેશન, હેલ્થ, કોરોના પછીની ઇમ્પેક્ટ, એન્વાયમેન્ટ અને ક્લાયમેટ ચેન્જ, સસ્ટનેબ્લ ડેવલપમેન્ટ ,બેંકનો વિકાસ આવા ઘણા બધા મુદ્દાઓને લઈ અને વિદ્યાર્થીઓ દ્વારા પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો Ayodhya Rammandir: હાથમાં ધનુષ અને તીર, પગમાં કડૂ... જાણો કેવી હશે રામલલાની પ્રતિમા?

અર્થશાસ્ત્રના મુદ્દાઓ પર પ્રેક્ટીકલ સમજ અપાઇ: G-20 સમીટમાં અલગ અલગ ઇકોનોમિક્સન મુદ્દાઓને લઈને કરવામાં આવે છે અને એક વિશ્વમાં કઈ રીતે એક દેશ પ્રગતિ કરી શકે અને બીજા દેશને કઈ રીતે સહકાર આપે એ પ્રમાણેની ચર્ચા થતી હોય છે. વિદ્યાર્થીઓને પણ એ પ્રકારની ભાવના આવે કે કઈ રીતે સાથે મળીને કામ કરવું કઈ રીતે એક દેશની બીજા દેશ સાથે સહકારથી કામ કરી શકે કઈ રીતે એક દેશ બીજા દેશની સહાયતા લઈ શકે અને એક એ પ્રકારનું ઇકોનોમિક આર્થિક એન્વાયરમેન્ટ ઉભુ કરવામાં આવ્યું હતું. લોકોને અર્થશાસ્ત્રમાં કેવા મુદ્દાઓ આવે છે અને કયા પ્રકારના મુદ્દાઓની ચર્ચા થાય છે એની એક પ્રેક્ટીકલ સમજ આપવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.