ETV Bharat / state

ભુજમાં 12 લાખની બનાવટી નોટો સાથે મધ્યપ્રદેશના દંપતીની ધરપકડ

author img

By

Published : Mar 19, 2021, 1:20 PM IST

ભુજમાં મધ્યપ્રદેશના રહેવાસી રાહુલ કસેરા તથા તેની ધર્મપત્ની મેઘા કસેરાએ વેપારીઓને 2000ની ખોટી નોટ આપીને વસ્તુઓની ખરીદી કરી છેતરપિંડી કરી હતી. ઘટનાની જાણ પોલીસને થતાં ભુજ શહેર A ડીવીઝન પોલીસ સ્ટેશન દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી.

કચ્છ
કચ્છ

  • મધ્યપ્રદેશનું દંપતી રેલવેસ્ટેશનથી પકડાયું
  • બનાવટી નોટો તથા સાચી નોટો અને અન્ય મુદ્દામાલ જપ્ત કરાયો
  • બનાવટી નોટ કબજામાં રાખવા તથા તેનો ઉપયોગ કરવા બદલ ગુનો દાખલ

કચ્છ: મધ્યપ્રદેશના રહેવાસી રાહુલ કસેરા તથા તેની ધર્મપત્ની મેઘા કસેરાએ ભુજ શહેરના તળાવ શેરી, વાણીયાવાડ તથા અનમ રિંગરોડ વિસ્તારના વેપારીઓને 2000ની ખોટી નોટ આપીને વસ્તુઓની ખરીદી કરી છેતરપિંડી કરી હતી. આ સમગ્ર બાબતની જાણ વેપારી એસોસિએશન દ્વારા ભુજ શહેર A ડીવીઝન પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી.

ભુજ

વેપારી એસોસિયેશન દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

ભુજ શહેર A ડીવીઝન પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર બી.એમ.ચૌધરીના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર A ડીવીઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ભુજ તળાવ શેરી વેપારી એસોસિએશન દ્વારા ભુજ શહેર A ડીવીઝન પોલીસ સ્ટેશનમાં લેખિતમાં જાણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો:વડોદરામાં નકલી નોટ છાપતા માતા-પુત્રની ધરપકડ

રેલવે સ્ટેશન પાસેથી દંપતી પકડાયું

તે દરમિયાન ASI કિશોરસિંહ જાડેજાને ખાનગી રીતે બાતમી મળી હતી કે, આ દંપતી મધ્યપ્રદેશ પાસિંગની સફેદ ગાડીથી ભુજ રેલવે સ્ટેશન પાસે રોડ પર ઉભી છે. જેથી ASI કિશોરસિંહ જાડેજા તથા ટીમના માણસો તથા ભુજ શહેર B ડિવિઝનના ASI પંકજકુમાર કુશવાહ તાત્કાલિક ધોરણે ભુજ રેલવે સ્ટેશન પાસે જઈ બાતમી મેળવી આ દંપતીને પકડી પાડવામાં આવ્યું હતું.

બનાવટી નોટો તથા સાચી નોટો અને અન્ય મુદ્દામાલ જપ્ત કરાયો

A ડીવીઝન પોલીસે તપાસ દરમિયાન ભારતીય ચલણની 2000ના દરની બનાવટી નોટો 574 નંગ કિંમત 11,48,000 રૂપિયા, 500ના દરની બનાવટી નોટો 125 નંગ કિંમત 62500 રૂપિયા, સફેદ સ્વીફ્ટ કાર કિંમત 1,50,000, ભારતીય ચલણની 2000 તથા 500ના દરની સાચી નોટો કિંમત 25,000 રૂપિયા તથા 4 મોબાઇલ કિંમત 52,500 રૂપિયા અને 9 નવી ખરીદેલી 3700 રૂપિયા કિંમતની અલગ-અલગ સામગ્રી કબ્જે કરી હતી. ભારતીય ચલણની બનાવટી નોટોને કબજામાં રાખવા તથા તેનો ખરા તરીકે ઉપયોગ કરવા બદલ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો:ISI અને ડી કંપની એક્ટિવ, ભારતમાં નકલી નોટ લાવવાનો નવો રસ્તો શોધ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.