ETV Bharat / state

જાણો કચ્છી નવા વર્ષ Ashadhi Bij વિશે

author img

By

Published : Jul 12, 2021, 2:23 PM IST

જાણો કચ્છી નવા વર્ષ Ashadhi Bij વિશે
જાણો કચ્છી નવા વર્ષ Ashadhi Bij વિશે

અષાઢી બીજ એટલે કે કચ્છી નવું વર્ષ. ( Kutchhi new Year Ashadhi Bij ) આ દિવસની કચ્છીઓ ઉત્સાહપૂર્વક રાહ જોતાં હોય છે અને ધામધૂમપૂર્વક ઉજવણી કરતાં હોય છે. કચ્છી નવા વર્ષ તરીકે, દેશના ખૂણેખૂણે વિસ્તરેલા કચ્છીઓ માટે આ દિવસ ખૂબ મોટો છે. 'કચ્છી નયે વરેજીં અષાઢી બીજ જો મેડે કચ્છી ભા ભેણે કે લખ લખ વધાઇયું' સાથે કચ્છીઓ એકબીજાને આ દિવસે નવા વર્ષની ( New Year Wishes ) શુભેચ્છાઓ પાઠવે છે.

  • અષાઢી બીજ એટલે કે કચ્છી નવું વર્ષ
  • આજે તમામ કચ્છીઓ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ આપે છે
  • મહારાવના વારસદાર અને કચ્છ સાંસદે કચ્છીઓને શુભકામના પાઠવી

    કચ્છઃ કચ્છમાં અષાઢી બીજને નવા વર્ષ ( New Year )તરીકે લોકો ઉજવે છે. એક સમય હતો જ્યારે કચ્છમાં રાજાશાહી સમયમાં તેની ધામધૂમપૂર્વક ઉજવણી થતી, વિશાળ યાત્રા નિકળતી, રાજાને મળવા માટે દરબાર ભરાતો, જે ઉજવણી આજે ફીકી પડી છે. પરંતુ આજે પણ ઘણા કચ્છીઓ દેશ-વિદેશથી પણ એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી અષાઢીબીજની નવા વર્ષ ( Kutchhi new Year Ashadhi Bij ) તરીકે ઉજવણી કરે છે.

    અષાઢી બીજનો ઇતિહાસ

    જામ રાયધણજીના કચ્છ વિજય સાથે જોડાયેલા ઇતિહાસની આ ઉજવણી છે. પુંજાજી ચાવડાના શાસન સમયે જામ રાયધણજીએ તેમની પાસેથી શાસન લીધું અને ગુરૂ ગોરખનાથે તેને અષાઢીબીજના ( Ashadhi Bij ) દિવસે ગુરૂમંત્ર આપ્યો હોવાથી આ દિવસને નવા વર્ષ તરીકે ઉજવવાનું નક્કી થયું. જોકે તેની કથામાં પણ વરસાદની વાત છે. જોકે તે માત્ર ઇતિહાસ છે.પરંતુ ત્યાર બાદના રાજવીઓ ભુજની સ્થાપના સમયથી આ દિવસને નવા વર્ષ તરીકે મનાવે છે. તે તો ઇતિહાસના પાના પર લખાયેલુ છે. તો કેટલાક ઇતિહાસકારો આ નવા વર્ષની ઉજવણીની પરંપરાને તેનાથી પણ જૂની કહે છે. દેશવટો ભોગવી કચ્છના કુશળ શાસક લાખો ફુલાણી કચ્છ પરત ફર્યા અને તે દિવસે કચ્છમાં મનભરીને વરસાદ વરસ્યો અને તરસ્યા કચ્છના લોકો આંનદિત થઇ આ દિવસને નવા વર્ષ તરીકે ( Kutchhi new Year Ashadhi Bij ) ઉજવવાનું નક્કી કર્યુ. તેના પણ ઇતિહાસમાં કેટલાક દાખલા છે.
    દેશના ખૂણેખૂણે વિસ્તરેલા કચ્છીઓ માટે આ દિવસ ખૂબ મોટો છે


    દરિયાખેડૂ અને ખેડૂતો પણ આ ( Kutchhi new Year ) ઇતિહાસ સાથે સંકળાયેલા છે

    અષાઢી બીજ, કચ્છી નવા વર્ષ ( Kutchhi new Year Ashadhi Bij ) અંગેના ઇતિહાસ સાથે પાણીનો મહિમા પણ જોડાયેલો છે. દરિયાખેડુઓ આ દિવસો દરમિયાન દરિયો ખેડી પાછા આવતાં હોવાથી પણ તેમના પરિવારમાં ખુશી છવાય છે. તેથી પણ અષાઢીબીજને નવા વર્ષ તરીકે ઉજવવા પાછળનું કારણ ગણાય છે. તો ખેડૂતો આ દિવસો દરમિયાન ખેતીના મંડાણ કરતા હોવાથી પણ આ દિવસ વિશેષ બને છે.

    કચ્છડો ખેલે ખલક મેં, જીં મહાસાગર મેં મચ્છ,
    જિત હિકડો કચ્છી વસે, ઉતે ડિયાણી કચ્છ.

    દાયકા પહેલાં આ દિવસ અનોખી રીતે ઉજવાતો નવા વર્ષના નવા સિક્કા બહાર પડાતાં, નવું પંચાગ બહાર પડતું, અને વિવિધ આકર્ષણો સાથે શહેરમાં નગરયાત્રા નીકળતી, દરબાર ભરાતો અને સૌ નગરજનો તેમાં ભાગ લેતાં. જોકે રાજાશાહી સમયની ઉજવણી આજે બંધ છે. તેમાંય અષાઢીબીજના દિવસે જો વરસાદ આવે તો આ અષાઢી બીજની ( Ashadhi Bij ) ઉજવણી વિશેષ બને છે.

    ’શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો, પાંજો કચ્છડો બારે માસ’

    કચ્છ હોય કે કચ્છ બહાર જ્યાં જ્યાં કચ્છીઓ વસે છે ત્યાં આ દિવસે ચોક્કસ નવા વર્ષની ( Kutchhi new Year Ashadhi Bij ) ઉજવણી કરે છે. ભલે પહેલાં જેવી ઉજવણી આજે થતી નથી. પરંતુ વર્ષો પહેલા શરૂ થયેલી આ ઉજવણી આજે પણ થાય ચોક્કસ છે. આજે પણ લોકો એક બીજાને કચ્છી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે અને પ્રાર્થના કરે છે કે કચ્છડો બારે માસ રહે અને કુદરતની મહેર કચ્છ પર કાયમ રહે.

    જાણો શું કહ્યું સાંસદે?

    કચ્છી નવા વર્ષ ( Kutchhi new Year Ashadhi Bij ) નિમિતે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ તમામ કચ્છી ભાઈબહેનોને શુભેચ્છા પાઠવી હતી તથા મા આશાપુરાને પ્રાર્થના કરી હતી કે આવનારું વર્ષ તમામ કચ્છીઓ માટે સુખમય અને સમૃદ્ધિ ભર્યું રહે.


    જાણો શું કહ્યું રાજ પરિવારના સભ્યએ?

    આજના દિવસે મા આશાપુરાની પૂજા કરવામાં આવે છે તથા દરેક કચ્છીઓ પોતાનો વતનપ્રેમ દાખવી તમામ કચ્છી ભાઈબહેનોને શુભેચ્છાઓ પાઠવે છે. રાજાશાહી વખતે આ પ્રસંગ ખૂબ મોટાપાયે ઉજવવામાં આવતો, પરંતુ હાલમાં દરેક કચ્છી પોત પોતાની રીતે આ નવું વર્ષ ઊજવે છે.

    જાણો શું કહ્યું રાણી સાહેબાએ?

    કચ્છી નવા વર્ષની ( Kutchhi new Year Ashadhi Bij ) તમામ કચ્છીઓને શુભકામના અને કચ્છ પોતાના પર્યાવરણના કારણે ઓળખીતું છે ત્યારે દરેક કચ્છીઓ આ પર્યાવરણને જાળવી રાખવા દરેક કચ્છીજન પ્રયત્નો કરે અને સાથ આપે.

આ પણ વાંચોઃ CM રૂપાણીએ ગુજરાત જલ્દી કોરોના મુક્ત થાય તેવી કરી પ્રાર્થના, કચ્છી સમાજને આપી નવા વર્ષની શુભકામના

આ પણ વાંચોઃ કચ્છ બાડાના દરિયાઈ વિસ્તારમાંથી ચરસના 18 પેકેટ મળી આવ્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.