ETV Bharat / state

Kutch News : વિધાર્થીઓ માટે તક, પસંદગી પામેલા નવા બિઝનેસ પ્લાનને ફાળવવામાં આવશે ગ્રાન્ટ

author img

By

Published : Mar 7, 2023, 10:16 AM IST

કચ્છ યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓ માટે SSIP કરાઇ હતી. યુવા વિદ્યાર્થીઓને સર્જનાત્મક ક્ષમતાને બહાર લાવવા માટે પ્રેરે છે. તેમજ નવા બિઝનેસ આઈડિયા સાથે ચર્ચા કરીને પસંદગી પામેલા પ્લાનને ગ્રાન્ટ ફાળવવામાં આવશે.

Kutch News : વિધાર્થીઓ માટે તક, પસંદગી પામેલા નવા બિઝનેસ પ્લાનને ફાળવવામાં આવશે ગ્રાન્ટ
Kutch News : વિધાર્થીઓ માટે તક, પસંદગી પામેલા નવા બિઝનેસ પ્લાનને ફાળવવામાં આવશે ગ્રાન્ટ

કચ્છ યુનિવર્સિટી ખાતે SSIP ઇવેન્ટ શરૂ કરાઇ, વિધાર્થીઓએ પીચ કર્યા અવનવા ઇનોવેટીવ બિઝનેસ આઈડિયા

કચ્છ : યુનિવર્સિટી ખાતે 36 કલાક માટે SSIP એટલે કે Student Startup And Innovation Policy ઇવેન્ટ શરૂ કરાઇ છે. જે કચ્છના યુવા વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ અને ઇનોવેશન દ્વારા તેમની સર્જનાત્મક ક્ષમતાને બહાર લાવવા માટે અને સશક્ત બનવા માટે પ્રેરે છે. જેમાં વિદ્યાર્થીઓ પોતાની ક્ષમતા મુજબ નવા નવા બિઝનેસ આઈડિયા સાથે આવે અને SSIP સેલ અને જજ દ્વારા તેના પર ચર્ચા વિચારણા કરવામાં આવે છે અને અંતે પસંદગી પામેલા બિઝનેસ પ્લાનને ગ્રાન્ટ ફાળવવામાં આવશે. જેથી કરીને વિદ્યાર્થી આત્મનિર્ભર બની શકે.

49 ટીમ અને 110 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો : Student Startup And Innovation Policy અંગે વાતચીત કરતાં પ્રોફેસર ડો.કનિષ્ક શાહે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓમાં ઉદ્યોગ સાહસિકતા વિકસે તે માટે ગુજરાત સરકારની પોલિસી છે. એમાં કચ્છ યુનિવર્સિટી એક ગ્રાન્ટ યુનિવર્સિટી છે અને લગભગ આવતા પાંચ વર્ષમાં યુનિવર્સિટી દ્વારા 1.25 કરોડ જેટલું ફંડ છે. તે સ્ટુડન્ટ્સને ઇનોવેટિવ આઈડિયા માટે આપવાનું છે. જે અંતર્ગત 36 કલાકના nonstop હેકેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છ યુનિવર્સિટી અંતર્ગત આવતી જુદી જુદી કોલેજોમાંથી 49 જેટલી ટીમ અને કુલ 110 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે.

કચ્છ યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓ માટે SSIP કરાઇ
કચ્છ યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓ માટે SSIP કરાઇ

પસંદગી પામેલા બિઝનેસ આઇડિયાને ગ્રાન્ટ ફાળવાશે : વિદ્યાર્થીઓ સૌપ્રથમ પોતાના બિઝનેસ માટે સ્ટાર્ટ અપ માટે ઇનોવેટીવ આઈડિયા પીચ કરી રહ્યા છે અને ત્યારબાદ જજ સાથે તેઓ સંવાદ કરશે અને કામ ચાલુ રહેશે. આ જુદાં જુદાં આઈડિયા હશે તેમાંથી પસંદગી પામેલા કેટલાક આઇડિયા કે જે પેટન્ટ માટે હોય શકે કે પ્રોટોટાઇપ માટે હોય શકે તે કચ્છ યુનિવર્સિટીના SSIP સેલ દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવશે. જેથી કરીને આ ક્ષેત્રમાં ઇનોવેશન્સનો એક કલ્ચર ડેવલપ થાય.

જુદાં જુદાં ક્ષેત્રોમાં આઈડિયા પીચ કરાયા : Student Startup And Innovation Policy અંતર્ગત આજે જુદાં જુદાં કોલેજ અને ડિપાર્ટમેન્ટમાંથી વિદ્યાર્થીઓ સ્કીલ ડેવલપમેન્ટ, એગ્રીકલ્ચર વિભાગ, પ્રવાસન વિભાગ,ઇન્ફોર્મેશન ટેકનોલોજી,શિક્ષણ જગત, મેનેજમેન્ટ, સોશિયલ વેલ્ફેર, એપ્લિકેશન ડેવલપમેન્ટ, મેડિકલ ક્ષેત્રના વગેરે જેવા ક્ષેત્રોના નવા નવા ઇનોવેટીવ બિઝનેસ આઈડિયા લઈને વિદ્યાર્થીઓ ફંડિગ મેળવવા આજે આ કાર્યક્રમમાં આવ્યા હતા.

પ્રવાસીઓ માટે સોવેનીયર શરૂ કરવા કવાયત : પોતાનો ઇનોવેટિવ આઈડિયા જણાવતા શ્રુતિ માકાણી અને અદિતિ રૂપારેલ જણાવ્યું હતું કે, આજે કચ્છ જિલ્લામાં અંદાજે 1.73 લાખ પ્રવાસીઓ કચ્છની મુલાકાતે આવે છે, ત્યારે કચ્છની એવી કોઈ પ્રોડક્ટ નથી કે પ્રવાસીઓ લઈ જઈ શકે અને બતાવી શકે કે આ કચ્છ છે આવું હતું કચ્છ કે કંઈક ગિફ્ટ કરી શકે. જેમ કે આપણે જો ન્યુયોર્ક જઈએ તો ઇ લવ ન્યુ યોર્કના ટીશર્ટ હોય છે. પેરિસ જઈએ તો એફિલ ટાવર્સ લઈ આવતા હોઈએ છીએ. તો ડિઝનીલેન્ડ જઈએ ત્યાંથી મિકી માઉસને એવું લઈ આવતા હોય. દિલ્હીમાંથી તાજમહેલ લઈ આવતા હોય, રાજસ્થાન જઈએ તો પધારો મ્હારે દેશનું કંઇકને કંઇક સોવેનિયર સાથે લઈ આવતા હોય છીએ. માટે એવું વિચાર્યું કે એવા કોઈ પ્રોડક્ટ બનાવીએ કે જે કચ્છને સિમ્બોલાઇઝ કરી શકે ઉદાહરણ તરીકે કહો તો આપણે એનો કોઈ સોવેનિયર બનાવી શકીએ. આપણા પાસે ઘણા બધા હેન્ડીક્રાફ્ટ છે તો એના માટે એવું બધું બનાવી શકીએ તો એ જ પ્રોડક્ટ છે અને આ પ્રોડકટસનો એવા સ્થળ ઉપર મુકવામાં આવશે, જ્યાં પ્રવાસીઓ વધારે આવતા હોય છે.

આ પણ વાંચો : Geological Museum: કચ્છ યુનિવર્સિટી પાસે છે કરોડોની કિંમતના હાડપિંજર ધરાવતું જીઓલોજિકલ મ્યુઝીયમ, જાણો વિશેષતા

સોવેનિયરમાં કંઈ કળા કયા કારીગરે બનાવ્યું : કચ્છના સોવેનિયર તરીકે પ્રાગ મહલ છે. જુદાં જુદાં ઐતિહાસિક સ્થળો છે મંદિરો છે તેના સોવેનિયર ફ્રિજ મેગનેટ તરીકે પ્રોડક્ટ બનાવીને પ્રવેશને વહેંચી શકાય. ઉપરાંત કચ્છના હેન્ડીક્રાફ્ટને આર્ટિસ્ટ છે એ લોકોને થોડું એમ્પ્લોયમેન્ટ મળે અને લોકો આર્ટને પણ સમજે. આ ઉપરાંત આવા પ્રોડક્ટ્સના નીચે તેને બનાવેલ કારીગરનું નામ આવશે અને આ કંઈ કળા છે. તેનો કારીગર કોણ છે તે પણ એક QR code મારફતે એપ્લિકેશન છે એના અંદર બધી માહિતી હશે.

આ પણ વાંચો : Mandvi Ship Industry: સૌપ્રથમ વાર 25 કરોડના ખર્ચે નિર્માણ પામી રહ્યું છે લોઢાનું જહાજ

ઇકો ફ્રેન્ડલી કંતાનસીટ : અન્ય વિદ્યાર્થિની જ્યોતિ ચેતવાનીએ જણાવ્યું હતું કે, તેમનો જે બિઝનેસ આઈડિયા છે તે બાયો કમ્પોસાઈટ પર છે અને જે G 20ના અપ્રોચને પણ અનુસરે છે. જેમાં કંતાનનો ઉપયોગ કરીને જે રૂફટોપ ઇન્ટિરિયર હોય છે. જેવા કે ગ્લાસ, પ્લાસ્ટિક તેમજ ફાઈબરના પતરા. આ ગ્લાસ ફાયબર છે તે એટલું ઇકો ફ્રેન્ડલી નથી. જેના કારણે પર્યાવરણમાં સમસ્યાઓ સર્જાય છે. સોયાબીન તેલ, સૂટ અને ખારેકના તત્વોનો ઉપયોગ કરીને એક સીટ બનાવવામાં આવશે અને તે ઇન્ટિરિયર ડેકોર, એરોસ્પેસ, ઓટોમોબાઇલ પાર્ટ્સ તેમજ રમત ગમતના સાધનોમાં, ફર્નિચરમાં તેમજ યોગા મેટ માટે પણ ઉપયોગી થઇ શકે, છે. આ સીટ તે ઇકો ફ્રેન્ડલી, ટકાઉ અને સસ્તી બનાવવામાં આવશે જેથી દરેક ગ્રાહક તેનો ઉપયોગ કરી શકે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.