ETV Bharat / state

Kutch News : ધોમધખતા તાપમાં શરીર પર કઈ રીતે બેલેન્સ જાળવી રાખવું, શેનું સેવન કરવું જૂઓ

author img

By

Published : Feb 24, 2023, 3:33 PM IST

કચ્છમાં આ વર્ષે ફેબ્રુઆરી માસથી આકરો ઉનાળો શરૂ થઈ ચૂક્યો છે. ઉપરાંત સવારે રાત્રે ઠંડી પણ અનુભવાઈ રહી છે. અત્યારથી જ 38થી 40 ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે, ત્યારે શરીરને કંઈ રીતે ઠંડુ રાખી શકાય, કયાં કયાં પીણાં ઉપયોગમાં લેવા વગેરે વિશે આજે આપણે જાણીશું.

Kutch News : ધોમધખતા તાપમાં શરીર પર કઈ રીતે બેલેન્સ જાળવી રાખવું, શેનું સેવન કરવું જૂઓ
Kutch News : ધોમધખતા તાપમાં શરીર પર કઈ રીતે બેલેન્સ જાળવી રાખવું, શેનું સેવન કરવું જૂઓ

ધોમધખતા તાપમાં શરીરનું તાપમાન કંઈ રીતે જાળવવું અને શેનું સેવન કરવું જાણો

કચ્છ : એક બાજુ સવારે અને મોડી સાંજે લોકો ઠંડક અનુભવી રહ્યા છે, ત્યારે બીજી બાજુ બપોરના 11 વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી લોકો ગરમીનો પ્રકોપ સહી રહ્યા છે. અને આ તો હજુ ફેબ્રુઆરી મહિનો છે. ત્યારે 40 ડિગ્રી જેટલું મહત્તમ તાપમાન નોંધાઈ રહ્યું છે. હજુ તો જેઠ અને વૈશાખ જેવા ઉનાળાના મુખ્ય મહિનાઓ બાકી છે અને તાપ વરસી રહ્યો છે તો આવનારા દિવસમાં ઉનાળો કેટલો આકરો બનશે.

બે ઋતુ સાથે ચાલતા વિષમતા અનુભવાઈ : કચ્છમાં આવા વરસી રહેલા ધોમધખતા તાપમાં શું શું કાળજી રાખવી જોઈએ તેમજ શરીરનું તાપમાનું કંઈ રીતે જાળવી રાખવું જોઈએ એ અંગે ETV Bharat સાથે વાતચીત કરતા આયુર્વેદિક ઉપચાર વિશેષજ્ઞ વૈદ્ય આલાપ અંતાણીએ જણાવ્યું હતું કે, આપણો જો આપણે પંચાંગ જોઈએ તો એ મુજબ અત્યારે આપણે વસંત ઋતુમાં છીએ, પરંતુ શિશિર જે આપણી ગઇ ઋતુ છે એ અને આવનારી જે આપણી ઋતુ આવી છે વસંત ઋતુ એ બંને સાથે ચાલી રહી છે અને વિષમતા અનુભવાઈ રહી છે.

11 વર્ષમાં ફેબ્રુઆરી માસમાં ગરમીનો રેકોર્ડ તૂટ્યો : કચ્છમાં છેલ્લા 11 વર્ષનો ગરમીનો રેકોર્ડ જે છે ફેબ્રુઆરી મહિનાનો એ આ વર્ષે તુટ્યો છે એટલે 38થી 40 ડિગ્રી જેવી ગરમી બપોરના હોય છે. સવારના ભાગમાં 14થી 15 ડિગ્રી સુધી પણ તાપમાન નીચું જાય છે. તો આ જે આટલું વિષમ હવામાન છે કે જ્યાં ઠંડી પણ વધુ છે અને ગરમી પણ વધારે છે. આયુર્વેદમાં જણાવવામાં આવ્યું છે કે, આ ઋતુસંધિ કાળ કહેવાય કે જ્યારે એક ઋતુ છે એ જઈ રહી છે અને આવનાર ઋતુ હજી પૂરેપૂરી આવી નથી. એવા સમયે આહારવિહારમાં શું ધ્યાન રાખવું એની વાત પણ શાસ્ત્રો કરે છે.

ક્યા ક્યા પીણાનો ઉપયોગ કરવો : ઋતુચક્રના નિયમ પ્રમાણે જોવા જઈએ તો આજે ગરમી ચોક્કસથી છે, પણ લોકો જો ઠંડા પીણા વધારે પડતા કે જેમ કે ઠંડુ પાણી પીવાનું ઘણા શરૂ કરી લેતા હોય છે, આઈસ્ક્રીમ ખાવાનું પણ શરૂ કરી દીધુ છે એ ન કરવું જોઈએ કેમ કે આ જે ઋતુ છે. એમાં ચોક્કસથી આપણે ગરમી વધુ વર્તાઈ રહી છે, પરંતુ જો શરીરને ઠંડક આપવા માટે આઈસ્ક્રીમ કે કોઈ એવા ઠંડા પીણાનો ઉપયોગ કરવામાં આવશે તો ચોક્કસથી કફના રોગો વધશે. એના કરતાં જરૂરી રહેશે કે શરીરને અત્યારે ઠંડક આપવા માટે અને શરીરની પાચનશક્તિને વધુ પ્રબળ રાખવા માટે વરીયાળી, નારિયેળ, શેરડી, ધાણા, લીંબુ પાણીનું સેવન કરવું જોઈએ. જો ડાયાબિટીસ હોય તો ખડીશાકરનો ઉપયોગ કરીને એના શરબતોનો ઉપયોગ જે છે એ વધારવો જોઈએ.

ખોરાકમાં શું લેવું : આ ઉપરાંત લીંબુ પાણી, ધાણા સાથેનું એનો પણ ઉપયોગ આપણે વધારવો જોઈએ. બીજું એ જોવામાં આવે છે કે પાચનમાં આપણી પાચનશક્તિ જે છે આટલી ગરમી સહન નથી કરી શકતી એના કારણે મંદ પડે છે. તો એ મંદ પાચનશક્તિને બેલેન્સ કરવા માટે પણ બચવામાં હળવો ખોરાક આપણે લેવો જોઈએ, એટલે કે મેંદા વાળી આથાવાળી બધી જ વસ્તુઓ અત્યારે ના ખાવી જોઈએ. કોઈપણ પ્રકારના અથાણાઓનો પણ ઉપયોગ અત્યારે ન કરવો જોઈએ એની જગ્યાએ મગ, દૂધી, તુરિયા, પરવળ અને લીલા શાકભાજી છે એનો ઉપયોગ આપણે ખોરાકમાં વધારવો જોઈએ.

આ પણ વાંચો : Gujarat Weather Today : પાછલા 30 વર્ષના ઇતિહાસને પાછળ છોડતી આજની ગરમી

બપોરના ભાગે જરૂર વગર બહાર ના નીકળવું : આ તાપમાનની અંદર પાણીનું પણ બેલેન્સ આપણે શરીરમાં રહે અને શરીરમાં પાણીની માત્રા બરાબર જળવાઈ રહે એ માટે પૂરતું પાણી પીવું જોઈએ. ફ્રીજવાળું ઠંડુ પાણી ન પીવું જોઈએ, પરંતુ સદા માટલાનું પાણી પીવાનું શરૂ કરવું જોઈએ. આ ઉપરાંત સવારના ઝાકળવાળું જે વાતાવરણ છે. એનાથી બચવા માટે સવારે નવશેકા ગરમ પાણીનો ઉપયોગ પણ આપણે કરી શકીએ છીએ. બપોરના ભાગમાં ખાસ કરીને જ્યારે તાપ વધારે રહે છે, ત્યારે જેટલો આરામ આપણે ઘરમાં રહીને કરી શકીએ એટલું આપણે વધારે સારું રહે છે.

આ પણ વાંચો : Hip fracture in women: પ્રોટીનનું સેવન કરવાથી સ્ત્રીઓ હિપ ફ્રેક્ચરથી પીડાતા જોખમને ઘટાડી શકે છે: સંશોધન

હળવા વ્યાયામ મારફતે શરીરને સ્વસ્થ રાખો : આ જે મિક્સ ઋતુ ચાલી રહી છે. આપણી પાચનશક્તિ પર ખાસ ધ્યાન રાખવાની જરૂર હોય છે. એટલે જેટલો લીલા શાકભાજીનો ઉપયોગ અને ધાણાનો ઉપયોગ વધારે થશે એટલું ચોક્કસથી આપણને ફાયદાકારક રહેશે. વ્યાયામની વાત કરવામાં આવે તો આ ઋતુમાં વધુ માત્રામાં વ્યાયામ ના કરવો જોઈએ અને સુર્ય નમસ્કાર છે, નોર્મલ સ્ટ્રેચ, યોગ અને પ્રાણાયામ છે તે કરવા જોઈએ. આ ઋતુમાં થોડું વધારે ધ્યાન રાખવાની જરૂર છે અને હળવા વ્યાયામ મારફતે આપણે શરીરને સ્વસ્થ રાખી શકીએ છીએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.