ETV Bharat / state

Kutch Forest Department : અંગ દઝાડતી ગરમીમાં જંગલોમાં અબોલ પ્રાણીઓ માટે ઊભા કરાયા પાણી પોઇન્ટ

author img

By

Published : Apr 20, 2023, 6:24 PM IST

કચ્છ વન વિભાગ દ્વારા ગરમીના આકરા તાપ સામે રક્ષણ મેળવવા અબોલ પ્રાણીઓ માટે અભ્યારણ્યમાં અને ગાઢ જંગલોમાં ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. વન વિભાગ દ્વારા કૃત્રિમ વોટર પોઇન્ટ પર ટેન્કર મારફતે પાણી પહોંચાડીને પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

Kutch Forest Department : અંગ દઝાડતી ગરમીમાં જંગલોમાં અબોલ પ્રાણીઓ માટે ઊભા કરાયા પાણી પોઇન્ટ
Kutch Forest Department : અંગ દઝાડતી ગરમીમાં જંગલોમાં અબોલ પ્રાણીઓ માટે ઊભા કરાયા પાણી પોઇન્ટ

કચ્છમાં જંગલ અને અભ્યારણ્યમાં અંગ દઝાડતી ગરમીમાં અબોલા પ્રાણીઓ માટે ખાસ વ્યવસ્થા

કચ્છ : સૂકા રણ પ્રદેશ કચ્છમાં હાલ ગરમીનો પ્રકોપ વરસી રહ્યો છે. લોકો અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યા છે. જિલ્લામાં 40 ડિગ્રીની આસપાસ ગરમીનો પારો નોંધાઈ રહ્યું છે, ત્યારે ગરમીને કારણે સામાન્ય રીતે જન જીવન પર માઠી અસર પડતી હોય છે, ત્યારે માનવી ગરમીથી બચવા અનેક ઉપાયો શોધી લેતો હોય છે. પરંતુ આ અંગ દઝાડતી ગરમીમાં અબોલા પ્રાણીઓ માટે શું ખાસ વ્યવસ્થા હોવી જોઈએ. ત્યારે કચ્છના વન વિભાગ દ્વારા અભ્યારણ્યમાં અને વિવિધ જંગલોમાં ગરમીથી બચવા તેમજ પ્રાણીઓને પાણી મળી રહે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

કૃત્રિમ વોટર પોઇન્ટ : પશ્ચિમ કચ્છ વન વિભાગના નાયબ વન સંરક્ષક યુવરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, પશ્ચિમ કચ્છ વન વિભાગમાં નારાયણ સરોવર પાસે આવેલ ચિંકારા અભયારણ્ય, નલિયા વિસ્તારમાં આવેલા ઘોરાડ અભયારણ્ય, તેમજ રેવન્યુ વિભાગ અને રક્ષિત વન વિભાગમાં વન્ય પ્રાણીઓની મોટા પ્રમાણમાં હાજરી છે, ત્યારે ચોમાસામાં થયેલા વરસાદના કારણે અમુક કુદરતી સ્ત્રોતો છે, ત્યાં પાણી હજી પણ ઉપલબ્ધ હોય છે. જ્યારે કુદરતી સ્ત્રોતોમાં પાણી પૂર્ણ થાય છે ત્યારે વન વિભાગ દ્વારા ઠેકઠેકાણે બનાવવામાં આવેલા કૃત્રિમ વોટર પોઇન્ટ અને અવાડાઓ પર ટેન્કર મારફતે વન્ય પ્રાણીઓ માટે પાણી પહોંચતું કરાય છે.

આ પણ વાંચો : Sabarkantha News : તળાવ ઊંડું કરવાના પ્રયાસથી મોતેસરી ગામે પાણી બચાઓ અભિયાન વરદાન સ્વરૂપ બન્યું

પ્રાણીઓની સુરક્ષાને અગ્રીમતા : કૃત્રિમ વોટર પોઇન્ટની વ્યવસ્થા કરતા પહેલાં વન વિભાગ દ્વારા જંગલોમાં ઉપલબ્ધ કુદરતી સ્ત્રોતમાં પાણી ઉપલબ્ધ છે કે નહીં તેનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને આ કૃત્રિમ વોટર પોઇન્ટ ઊભા કરતા પહેલાં પ્રાણીઓની સુરક્ષા માટે કરીને તપાસ કરવામાં આવે છે. તેમજ પ્રાણીઓને પૂરતું પાણી મળી રહે તે માટે વન વિભાગ દ્વારા હાલ કામગીરી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Junagadh News : જૂનાગઢમાં પ્રાણીઓ માટે વનમાં 450 પાણીના કુંડ ભરવાનું આયોજન

એપ્રિલમાં કૃત્રિમ વોટર પોઇન્ટની સંખ્યા : ઉલ્લેખનીય છે કે, ગત ચોમાસામાં કચ્છમાં 100 ટકાથી પણ વધારે વરસાદ નોંધાયો હતો. જેથી કરીને અમુક જે પાણીના કુદરતી સ્ત્રોતો તળાવો, કોતરણો અને નાના વહેણમાં હજુ પણ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જેથી ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે વન વિભાગ દ્વારા એપ્રિલ માસમાં કૃત્રિમ વોટર પોઇન્ટની સંખ્યા ઓછી શરૂ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.