ETV Bharat / state

Kutch News : આ તારીખથી ભુજમાં યોજાશે નરનારાયણ દેવનો દ્વિશતાબ્દી મહોત્સવ, પીએમ મોદીને આમંત્રણ અપાયું

author img

By

Published : Mar 23, 2023, 7:10 PM IST

ભુજમાં આવેલા સ્વામિનારાયણ મંદિર દ્વારા આગામી માસમાં ભવ્ય મહોત્સવ યોજાવા જઇ રહ્યો છે. જેને માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. આશરે 30 લાખ હરિભક્તો જેમાં ઉમટવાના છે તે નર નારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ વિશે વધુ જાણકારી આ રહી.

Kutch News : આ તારીખથી ભુજમાં યોજાશે નરનારાયણ દેવનો દ્વિશતાબ્દી મહોત્સવ, પીએમ મોદીને આમંત્રણ અપાયું
Kutch News : આ તારીખથી ભુજમાં યોજાશે નરનારાયણ દેવનો દ્વિશતાબ્દી મહોત્સવ, પીએમ મોદીને આમંત્રણ અપાયું

આગામી માસમાં ભવ્ય મહોત્સવ

ભુજ : ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા નર નારાયણ દેવના 200 વર્ષ પૂર્ણ થતાં કચ્છમાં પ્રથમ વખત ભવ્ય દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવશે. જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. 250 એકરમાં આ મહોત્સવ ઊજવવામાં આવશે તેની તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. આ મહોત્સવમાં દેશ અને દુનિયામાંથી અંદાજીત 30 લાખ જેટલા હરિભક્તો આવશે.

17થી 26 એપ્રિલ યોજાશે : ભુજના સ્વામિનારાયણ મંદિરના શાસ્ત્રીય સ્વામી દેવચરણદાસજીએ માહિતી આપતા જણાવ્યું હતું કે ભગવાન સ્વામિનારાયણે 200 વર્ષ પહેલા આશિર્વાદરૂપે નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી હતી અને ખાતરીપૂર્વક સહુને જણાવ્યું હતું કે પોતામાં અને નરનારાયણ દેવમાં અણુ માત્રનો પણ ભેદ નથી. નરનારાયણ દેવની ભક્તિની આ બે સદીને ઉજવવા ભુજમાં નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની તૈયારીઓ આરંભાઈ છે. 17મી એપ્રિલથી 26 એપ્રિલ સુધી યોજાનારા આ મહોત્સવ માટે ભુજમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

આ પણ વાંચો Kutch News : દ્વિશતાબ્દી મહોત્સવ ગાય પ્રેક્ટીકલ મોડેલ સાથે ગોબરમાંથી લીંપણ કરીને દર્શનનું આયોજન

15000 કાર્યકરો : ભુજ સ્વામિનારાયણ મંદિર નરનારાયણ દેવને બસો વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે થોડા જ દિવસોમાં ભૂજ સ્વામિનારાયણ મંદિર દ્વારા ભવ્યાતિભવ્ય મહોત્સવ ઉજવવા જઈ રહ્યું છે જેની તૈયારીઓ પણ પૂર્ણતાના આરે છે. ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે જેમની મૂર્તિની પ્રતિષ્ઠા કરી હતી તેવા નરનારાયણ દેવની આરાધનાના 200 વર્ષ ઉજવવા અગાઉ ક્યારેય ન યોજાયો હોય તેવો ભવ્ય મહોત્સવ સ્વામિનારાયણ સંપ્રદાયના દ્વારા ઉજવાશે. દેશ વિદેશથી આવનારા 30 લાખથી વધારે હરિભક્તો માટે રહેવા, જમવા તેમજ મહોત્સવ સ્થળ પર દરેક વ્યવસ્થા પૂરી પાડવા 15 હજાર જેટલા કાર્યકરો દિવસ રાત એક કરી કામ કરી રહ્યા છે.

નર નારાયણદેવના 200 વર્ષ પૂર્ણ થતાં ઉજવણી
નર નારાયણદેવના 200 વર્ષ પૂર્ણ થતાં ઉજવણી

અનેક પ્રદર્શની ઊભી કરશે : આ મહોત્સવ દરમિયાન જૂની સંસ્કૃતિના આબેહૂબ દર્શન થશે, તેમજ કચ્છમાં ક્યારે ન લાગી હોય તેવી મોટી સ્ક્રીન લાગશે. તો ગાય આધારિત ખેતી, પાણી બચાવો, બાળકો માટે લાઈટિંગ ગાર્ડન, શસ્ત્રોના વર્ણન સાથે રામ લીલા, કૃષ્ણ લીલા, સ્વામિનારાયણ ભગવાનનું સત્સંગ, વગેરેના દર્શન કરવાનું એક આયોજન કરવામાં આવી રહ્યું છે. આ મહોત્સવમાં 200 કુંડી મહા વિષ્ણુ યજ્ઞ યોજાશે જેમાં એક સાથે 800 દંપતિઓ ભાગ લેશે.

આ પણ વાંચો Vegetables Prices: ભુજની બજારમાં શાકભાજીના ભાવોમાં વધારો, મધ્યમ વર્ગનું બજેટ ખોરવાયું

વિશાળ ડોમ બનશે : હરિભક્તો માટે એક ખૂબ મોટો પ્રદર્શન વિભાગ પણ તૈયાર થઈ રહ્યો છે જેમાં પક્ષી અભ્યારણ, બાળનગરી, લાઈટિંગ ગાર્ડન, ગ્રામીણ સંસ્કૃતિ વગેરે નિહાળી શકાશે. એક સાથે 60,000 લોકો પ્રસાદ ગ્રહણ કરી શકે તેવા ડોમ, એક સાથે 80,000 હરિભક્તો કથા સાંભળી શકે તેવા મહાકાય ડોમ, તેમજ અદ્ભુત લાઈટિંગ સાથે પ્રદર્શન જેમાં સંસ્કૃતિના આબેહૂબ દર્શન, ગોરીલા ગાર્ડન વગેરે તૈયાર કરવામાં આવી રહ્યા છે.આ ઉત્સવ માટે નાના મોટા મળીને 25 જેટલા ડોમ ઊભા કરવામાં આવ્યા છે.

15 હજાર જેટલા કાર્યકરો કામે લાગ્યાં
15 હજાર જેટલા કાર્યકરો કામે લાગ્યાં

પીએમ સીએમ સહિત મહાનુભાવને આમંત્રણ : કચ્છમાં પ્રથમ વખત 250 એકરમાં ભવ્ય ઉત્સવ યોજવામાં આવી રહ્યું છે.આ મહોત્સવમાં 40 થી વધુ દેશોમાંથી હરી ભક્તો પધારવાના છે. આ મહોત્સવમાં દેશના વડાપ્રધાન, ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન, ગુજરાતના મુખ્યપ્રધાન, રાજ્યપાલ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા સહિત કેન્દ્રીય પ્રધાનોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ સમગ્ર ઉત્સવ માત્ર કચ્છ કે ગુજરાત માટે નહીં પરંતુ જગતના લોકો અને પરદેશથી પણ મોટી સંખ્યામાં પધારતા લોકો માટેનો રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.