ETV Bharat / state

કચ્છમાં નર્મદાના પાણી માટે ખેડૂતોએ રામધુન બોલાવી કર્યો હવન

author img

By

Published : Jul 20, 2019, 11:52 PM IST

કચ્છઃ આ વર્ષે ચોમાસાની નબળી શરૂઆત થતાં દુષ્કાળની સ્થિતિ આવી ગઈ છે, ત્યારે દુષ્કાળના આ સમયમાં કચ્છ પાણી માટે ઝંખી રહ્યું છે. ખેડુતોએ આજે અનોખા વિરોધ સાથે સરકારને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો હતો.

Kutch

સરકાર પાણી પહોંચાડી શકતી નથી, એટલે ભચાઉના ચોબારી ગામના નારાજ ખેડૂતોએ ગાંધીગીરી સાથે પોતાનો વિરોધ દર્શાવીને સરકારનું ધ્યાન દોર્યું હતુ. જેમાં ખેડૂતોએ હવનનું આયોજન કરીને રામધૂન બોલાવી હતી અને સિંચાઇની કેનાલમાં નર્મદાના નીર વહેતા કરવાની માંગણી કરી હતી. નારાજ ખેડુતો નર્મદા કેનાલ પર પહોંચી આસપાસમાંથી લાકડા લઈને હવન કર્યું હતો. રામધુન સાથે ખેડુતોએ પાણીની સમસ્યાનું સચોટ ચિત્ર દર્શાવીને સરકારને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો.

કચ્છમાં નર્મદાના પાણી માટે ખેડુતોએ રામધુન બોલાવી કર્યો હવન

નર્મદાના નીર કચ્છમાં પહોંચાડ્યાનો દાવો સરકાર દ્વારા સતત કરાતો હોવા છતાં વાગડ સુધી પહોંચેલી નહેરમાં પણ પૂરતા પાણી મળતા નથી. ભચાઉથી અંજાર, મુંદ્રા થઈને મોડકુબા સુધીની સિંચાઇની નહેરનું કામ ધીમી ગતિએ ચાલે છે તે, પણ પૂર્ણ થતું નથી. કોંગ્રેસનો આક્ષેપ છે કે, સરકાર દ્વારા બજેટમાં નર્મદા માટે પૂરતા રૂપિયાની ફાળવણી કે, સિંચાઇની નહેરના કામ ક્યારે પૂર્ણ થશે તે વિશે સ્પષ્ટતા કરાઇ નથી. દુષ્કાળના વિપરીત સંજોગોમાં કચ્છ માટે નર્મદા ખરેખર જીવાદોરી બની શકે તેમ છે.

રાજ્ય સરકાર દ્વારા કચ્છમાં નર્મદાના નીર પહોંચાડવાના દાવાઓ ભલે થઈ રહ્યા હોય, પણ વાસ્તવિક પરિસ્થિતિ કંઇક બીજી જ છે. નર્મદાના સિંચાઈના પાણીની કેનાલ હજી રાપર અને ભચાઉ સુધી જ પહોંચ્યા છે, પરંતુ આ કેનાલમાં પણ મોટા ભાગે નર્મદાનું નીર મળતા નથી. નર્મદામાં પૂરતું પાણી છે, બંધની ઉંચાઈ પણ વધી ગઈ છે અને એક માત્ર વાગડ વિસ્તાર સુધી જ નર્મદાનું પાણી અપાતું હોવા છતાં મોટાભાગે નર્મદાની આ કેનાલ ખાલી જોવા મળે છે.

Intro: દુષ્કાળના આ સમયમાં કચ્છ પાણી ઝંખી રહ્યું છે, ત્યારે આજે અનોખા વિરોધ સાથે ખેડુતોએ સરકારને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો હતો. સરકાર પાણી પહોંચાડી શકતી નથી, એટલે ભચાઉના ચોબારી ગામના નારાજ ખેડૂતોએ ગાંધીગીરી સાથે પોતાનો વિરોધ દર્શાવીને સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો આજે ખેડૂતોએ હવનનું આયોજન કરીને રામધૂન બોલાવી હતી અને સિંચાઇની કેનાલમાં નર્મદાના નીર વહેતા કરવાની માંગણી કરી હતી Body:

નારાજ ખેડુતો નર્મદા કેનાલ પર પહોંચી ગયા હતા અને ત્યાંથી આસપાસમાંથી લાકડા લઈને હવન કર્યો હતો. રામધુન સાથે ખેડુતોએ પાણની સમસ્યાની સચોટ ચિત્ર દર્શાવીને સરકારનો કાન આમળી લીધો હોવાની લાગણી જાગૃતો વ્યકત કરી હતી.

નર્મદાના નીર કચ્છમાં પહોંચાડયાનો દાવો સરકાર દ્વારા સતત કરાતો હોવા છતાંયે વાગડ સુધી પહોંચેલી નહેરમાં પણ પાણી પૂરતા મળતા નથી ભચાઉ થી અંજાર, મુન્દ્રા થઈને મોડકુબા સુધીની સિંચાઇની નહેરનું કામ ધીમી ગતિએ ચાલે છે, પૂર્ણ થતું નથી વિપક્ષ કોંગ્રેસનો આક્ષેપ છે કે,સરકાર દ્વારા બજેટમાં નર્મદા માટે પૂરતા રૂપિયાની ફાળવણી કે સિંચાઇની નહેરના કામ કયારે પૂર્ણ થશે તે વિશે સ્પષ્ટતા કરાઇ નથી. દુષ્કાળના વિપરીત સંજોગોમાં કચ્છ માટે નર્મદા ખરેખર જીવાદોરી બની શકે તેમ છે

રાજ્ય સરકાર દ્વારા કચ્છમાં નર્મદાના નીર પહોંચાડવાના દાવાઓ ભલે થઈ રહ્યા હોય, પણ વાસ્તવિક પરિસ્થિતિ કંઇક બીજી જ છે નર્મદાના સિંચાઈના પાણીની કેનાલ હજી રાપર અને ભચાઉ સુધી જ પહોંચી છે પણ, આ કેનાલમાં પણ મોટા ભાગે નર્મદાના નીર મળતા નથી નર્મદામાં પૂરતું પાણી છે, બંધની ઉંચાઈ પણ વધી ગઈ છે અને એક માત્ર વાગડ વિસ્તાર સુધી જ નર્મદાનું પાણી અપાતું હોવા છતાંયે મોટાભાગે નર્મદાની આ કેનાલ ખાલી જોવા મળે છે . ત્યારે આજે આ વિરોધ કરીને ખેડુતોએ પોતાની લગાણી માગણી રજુ કરી હતી. Conclusion:null
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.