ETV Bharat / state

Kutch Flamingo Tourism : ખડીરબેટમાં જોવા મળ્યા હજારો ફલેમિંગો, વિકસાવી શકાય છે 'ફ્લેમિંગો ટૂરિઝમ'

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 13, 2023, 3:00 PM IST

કચ્છનો વિકાસ કુદકેને ભુસકે વધી રહ્યો છે. ટૂરિઝમ ક્ષેત્રે અનેક આયામોમાં કચ્છ પ્રગતિ કરી રહ્યું છે. જેમાં એગ્રો ટૂરિઝમ, જીઓ ટૂરિઝમ, આર્ટ ટૂરિઝમ જેવા આયામોનો સમાવેશ થાય છે. કચ્છમાં વધુ એક ટૂરિઝમ વિક્સી શકે તેમ છે અને તે એટલે 'ફ્લેમિંગો ટૂરિઝમ'. આ ટૂરિઝમ વિકાસ પામે તેનું પાછળનું મુખ્ય કારણ છે ખડીરબેટ વિસ્તાર. આ વિસ્તારમાં હજારોની સંખ્યામાં ફલેમિંગો પક્ષી જોવા મળ્યા છે. ખડીરબેટમાં ફ્લેમિંગો માટે સૌથી વધુ આદર્શ નિવસન તંત્ર જોવા મળ્યું છે. વાંચો ખડીરબેટ વિસ્તારમાં ફ્લેમિંગોના વસવાટ વિશે વિગતવાર.

ખડીરબેટ વિસ્તારમાં જોવા મળ્યા હજારો ફ્લેમિંગો
ખડીરબેટ વિસ્તારમાં જોવા મળ્યા હજારો ફ્લેમિંગો

ખડીરબેટમાં ફ્લેમિંગોને વસવાટ, ખોરાક પાણી માટે અનુકુળ વાતાવરણ

કચ્છઃ કુદરતી સૌંદર્યને કારણે દર વર્ષે લાખો ભારતીય અને વિદેશી પ્રવાસીઓ કચ્છની મુલાકાત લેતા હોય છે. આ પ્રવાસીઓમાંથી મોટાભાગના પ્રવાસીઓ વિદેશી પક્ષીઓને નિહાળવા આવે છે. પક્ષી પ્રેમીઓ અને બર્ડ વોચર્સ માટે કચ્છ વિસ્તારમાંથી સારા સમાચાર આવ્યા છે. કચ્છના ખડીરબેટ વિસ્તારમાં હજારો ફ્લેમિંગો વસવાટ કરતા જોવા મળી રહ્યા છે. તેથી ખડીરબેટ વિસ્તારમાં ફલેમિંગો ટૂરિઝમ વિકસાવી શકાય તેમ છે.

લાખો કિમીનો પ્રવાસઃ ફ્લેમિંગો લાખો કિલોમીટરનો પ્રવાસ ખેડીને કચ્છમાં આવે છે. ધ ગ્રેટર ફ્લેમિંગો એટલે કે સુરખાબ દર વર્ષે કચ્છમાં વિવિધ જગ્યાએ રોકાણ કરે છે. ફલેમિંગો અહીં ઈંડા મૂકી બચ્ચાને જન્મ પણ આપે છે. ફ્લેમિંગો સિટી તેમજ અન્ય સ્થળોએ દર વર્ષે અનેક બાળ સુરખાબ જન્મ લેતા હોય છે. ફ્લેમિંગો પક્ષીઓ ગુલાબી રંગના હોય છે અને તેમની સુંદરતા મનમોહક હોય છે.

ફલેમિંગો ટૂરિઝમ વિકસાવી શકાય તેટલા ફ્લેમિંગો કચ્છમાં જોવા મળ્યા
ફલેમિંગો ટૂરિઝમ વિકસાવી શકાય તેટલા ફ્લેમિંગો કચ્છમાં જોવા મળ્યા

ફ્લેમિંગો માટે કચ્છ એ સ્વર્ગ સમાન છે. ખાસ કરીને અંડાબેટ સાઈટ છે ત્યાં અનેક ફ્લેમિંગો જોવા મળે છે. વનવિભાગ દ્વારા કુડા ખાતે ઊભી કરેલી આર્ટિફિશિયલ સાઈટ છે ત્યાં ફ્લેમિંગો બ્રીડિંગ કરે છે. ફોસિલ પાર્કની પાછળના વિસ્તારમાં પણ ફ્લેમિંગો ખોરાક માટે આવતા હોય છે. આ વિસ્તાર ધોળાવીરા પાસે છે માટે પ્રવાસીઓ ધોળાવીરા જોવા આવે ત્યારે ફોસીલ પાર્કની પણ મુલાકાત તેઓ લેતા હોય છે. વનવિભાગ આ સ્થળને બર્ડ સાઈટ તરીકે વિકસિત કરશે જેથી ટૂરિસ્ટની સંખ્યામાં વધારો કરી શકાય...બી.એમ. પટેલ(નાયબ વન સંરક્ષક, પૂર્વ કચ્છ)

અત્યંત સાનુકૂળ વાતાવરણઃ કચ્છમાં ફ્લેમિંગોને પોતાના પ્રાકૃતિક રહેઠાણમાં નિહાળવા માટેનું શ્રેષ્ઠ સ્થળ એટલે ખડીરબેટ. આ વિસ્તાર ફ્લેમિંગો ટૂરિઝમ વિકસાવવા માટે સક્ષમ છે. પૂર્વ કચ્છના ધોળાવીરા પાસે આવેલું ખડીર ચારે બાજુથી રણ વચ્ચે ઘેરાયેલ બેટ પ્રદેશ છે. ચોમાસાના વરસાદી પાણી તેમજ દરિયાઈ પાણીના લીધે શિયાળા સુધી આ રણ વિસ્તારમાં પાણી જોવા મળે છે. ક્ષારયુક્ત જમીનમાં ભરાઈ જતું છીછરું દરિયાઈ પાણી ફ્લેમિંગોના વસવાટ, ખોરાક તેમજ પ્રજનન માટે અત્યંત સાનુકૂળ વાતાવરણ પૂરુ પાડે છે.

ફોસિલ પાર્કનો વોચ ટાવર બેસ્ટ સ્પોટઃ કચ્છના છેવાડે આવેલા ધોળાવીરાનો ફોસિલ પાર્ક કરોડો વર્ષ જૂના ફોસીલ્સ માટે જાણીતો છે. આ પાર્કની પાછળ ખડીરબેટ વિસ્તારમાં હજારો ફ્લેમિંગો જોવા મળી રહ્યા છે. ફોસીલ પાર્કના વોચ ટાવર પરથી પક્ષી પ્રેમીઓ ખૂબ નજીકથી ફ્લેમિંગોને જોઈ શકે છે. ભવિષ્યમાં આ વિસ્તારનો 'ફ્લેમિંગો ટૂરિઝમ' તરીકે વિકાસ થઈ શકે છે.

  1. Rajkot Pradyuman Park: પ્રકૃતિ, પક્ષી અને પાણીનો ત્રિવેણી સંગમ એટલે રાંદરડા તળાવ
  2. Ramsar Site Khijadiya Attributes : પક્ષીઓની 314 પ્રજાતિનું ઘર ખીજડીયા અભયારણ્ય કઇ રીતે બન્યું જાણો છો?
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.