ETV Bharat / state

Kutch news: કચ્છના ખેડૂતે ન્યુઝીલેન્ડમાં થતાં ફળ ફ્રૂટ વેલીનું કર્યું સફળ ઉત્પાદન, વિદેશમાં ભારે માંગ

author img

By

Published : Apr 28, 2023, 3:44 PM IST

કચ્છના પ્રગતિશીલ ખેડૂતે અનેકવિધ પાકોનું સફળ વાવેતર કર્યું છે. કચ્છના ખેડૂતે ન્યુઝીલેન્ડમાં થતું ફળ ફ્રૂટ વેલી કે જે ભારતની શક્કરટેટી જેવું હોય છે પરંતુ તેમાં મીઠાશ વધારે અને બીજ ઓછા હોય છે તેવા ફળની ખેતી કરીને સફળ ઉત્પાદન કર્યું છે. આ ફળની માગ ભારત સહિત વિદેશમાં મોટી માત્રામાં છે.

kutch-farmer-successfully-produces-fruit-valley-in-new-zealand-huge-demand-abroad
kutch-farmer-successfully-produces-fruit-valley-in-new-zealand-huge-demand-abroad

કચ્છના ખેડૂતે ફળ ફ્રૂટ વેલીનું કર્યું સફળ ઉત્પાદન

કચ્છ: કચ્છના એક પ્રગતિશીલ ખેડૂતે શક્કરટેટી જેવું જ એક ફળ ફ્રૂટ વેલી કે જેનું ઉત્પાદન ન્યુઝીલેન્ડમાં વધુ થાય છે તેની ખેતી કરીને સારી આવક મેળવી થયા છે. કચ્છમાં ભૂકંપ બાદ કચ્છના પ્રગતિશીલ ખેડૂતોએ કાઠું કાઢયું હોય તેમ ઠંડા અને પર્વતીય વિસ્તારોમાં થતા ફળો તેમજ જુદાં જુદાં દેશમાં થતાં ફળ અને શાકભાજીનું વાવેતર કરીને કચ્છમાં સફળ ઉત્પાદન મેળવતા થઈ ગયા છે.

શક્કરટેટી જેવું જ એક ફળ ફ્રૂટ વેલી
શક્કરટેટી જેવું જ એક ફળ ફ્રૂટ વેલી

ફળ ફ્રૂટ વેલીનું સફળ ઉત્પાદન: વર્ષોથી કમલમ, કેસર કેરી, સ્ટ્રોબેરી, તરબુચ, એકસોટિક વેજીટેબલ, કેળા, શિમલા મિર્ચ,ખારેક, પપૈયા તેમજ અન્ય ફળ અને શાકભાજીનું ઉત્પાદન કરતા આશાપુરા એગ્રો ફાર્મના હરેશ ઠક્કરે આ વર્ષે પોતાની વાડીમાં પોણા બે એકરમાં ન્યુઝીલેન્ડમાં થતાં ફળ ફ્રૂટ વેલીનું ઉપતાદન કરી બતાવ્યું છે. આ ફળમાં સુગરનું પ્રમાણ પણ ઓછું હોવાનું હરેશ ઠક્કરે જણાવ્યું હતું. ભારતની શક્કરટેટી જેવું જ આ ન્યુઝીલેન્ડમાં થતું ફળ છે જેની મીઠાશ વધારે હોય છે અને બીજ એકદમ ઓછા હોય છે.

15 થી 20 દિવસ સુધી ફળની ટકાઉશક્તિ:
15 થી 20 દિવસ સુધી ફળની ટકાઉશક્તિ:

'ખેડૂત નવી વેરાઈટીઓ વાવશે તો એની આવકમાં વધારો થશે. ભારતમાં રિઝવાન કંપની કરીને આ ફળના સિડ સપ્લાય કરે છે અને આ વેરાઈટીનું નામ ફ્રુટ વેલી છે. લગભગ બે એકરમાં આનું વાવેતર કર્યું હતું અને 25 ટન જેટલો માલ ઉત્પાદન થાય છે. અત્યાર સુધીમાં 18 ટન જેટલો માલ હાર્વેસ્ટ કરી લેવામાં આવ્યો છે.' -હરેશ ઠક્કર,ખેડૂત, આશાપુરા એગ્રો ફાર્મ

15 થી 20 દિવસ સુધી ફળની ટકાઉશક્તિ: આ ફળની ખાસ વિશેષતા એ છે કે આ ફળ લાંબા સમય સુધી ટકી શકે છે અને 15 થી 20 દિવસ સુધી તેની ટકાઉશક્તિ છે. આ ફ્રૂટ વેલી સમુદ્ર માર્ગે મોકલવામાં પણ કોઈ વાંધો આવતો નથી. આ ફળ વિદેશમાં મોટા પ્રમાણમાં એક્સપોર્ટ પણ કરવામાં આવે છે. હાલમાં દુબઇની એક કંપની દ્વારા 2 ટન માલ મંગાવવામાં આવ્યો હતો. આ ફળમાં સુગરનુ પ્રમાણ પણ ઓછા પ્રમાણમાં હોય છે જે 15 જેટલું જ હોય છે. ઉપરાંત આ ફ્રૂટ વેલીના એક ફળનું વજન 500 ગ્રામથી લઈને 2 કિલો જેટલું હોય છે.

આ પણ વાંચો Tapi organic farming: તાપીના ખેડૂતે કરી ઓર્ગેનિક રીતે સૂરજમુખીના ફૂલની ખેતી, વર્ષે મેળવે છે મબલખ આવક

ભારતમાં સારો ભાવ: ફ્રૂટ વેલીના ભાવની વાત કરવામાં આવે તો પ્રતિ કિલો 57 થી 60 રૂપિયે આ ફળ વેંચાય છે. નવા ગ્રાહકોને 25થી 30 રૂપિયે પ્રતિ કિલો પણ આપવામાં આવે છે જેથી એક વખત આ ફળનો સ્વાદ માણ્યા બાદ જો વધારે માંગ હોય તો પછી તે મુજબ ભાવ કરી આપવામાં આવે છે. ભારતનાં જુદાં જુદાં મોલમાં પણ હરેશ ઠક્કર દ્વારા નમૂના પૂરતા આ ફળ મોકલવામાં આવ્યા છે જેથી ગ્રાહકો તેનો સ્વાદ માણ્યા બાદ અને સુગર ચેક કર્યા બાદ લોકો તેને ખાવાનું વધારે પસંદ કરશે.

આ પણ વાંચો Organic farming: સાવલીના પ્રગતિશીલ ખેડૂત પ્રાકૃતિક કૃષિથી થઇ રહ્યા છે આર્થિક સમૃદ્ધ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.