ETV Bharat / state

કચ્છમાં 2 હોદ્દા ધરાવનારા ભાજપ સંગઠનના 44 લોકોએ રાજીનામાં આપવા પડ્યા

author img

By

Published : Feb 22, 2021, 5:51 PM IST

સી. આર. પાટીલે પ્રદેશ ભાજપનું સુકાન સંભાળતા જ નવી રચનાનું કાર્ય કચ્છમાં એક તરફી શક્ય બન્યું હતું અને જિલ્લા ભાજપની પ્રમુખની ઇચ્છા મુજબનુ સંગઠન કચ્છમાં રચાયું હતું. જો કે ચૂંટણી આવતા જ સત્તા માટે સંગઠનના 44 લોકોને રાજીનામાં આપવા પડ્યા છે અને પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારા 38ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

કચ્છઃ બે હોદ્દા ધરાવનારા સંગઠનના 44 લોકોએ રાજીનામાં આપવા પડ્યા
કચ્છઃ બે હોદ્દા ધરાવનારા સંગઠનના 44 લોકોએ રાજીનામાં આપવા પડ્યા

  • જેમણે ચૂંટણી લડવી હોય તેઓ બે હોદ્દા પર નહી રહી શકેઃ પ્રદેશ પ્રમુખ
  • પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરાનાર સામે ભાજપના કડક પગલાં
  • પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારા 38ને સસ્પેન્ડ કરાયાં
  • સૌથી વધુ રાજીનામા ગાંધીધામ વિસ્તારમાંથી પડ્યાં

કચ્છઃ સી. આર. પાટીલે પ્રદેશ ભાજપનું સુકાન સંભાળતા જ નવી રચનાનુ કાર્ય કચ્છમાં એક તરફી શક્ય બન્યું હતું અને જિલ્લા ભાજપની પ્રમુખની ઇચ્છા મુજબનુ સંગઠન કચ્છમાં રચાયું હતું. જો કે, ચૂંટણી આવતા જ સત્તા માટે સંગઠનના 44 લોકોને રાજીનામાં આપવા પડ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેના નામો જાહેર થયા બાદ પ્રદેશ પ્રમુખે સ્પષ્ટ નિર્દેશ આપ્યા હતા કે, જેમણે ચૂંટણી લડવી હોય તેઓ બે હોદ્દા પર નહી રહી શકે અને તેમને રાજીનામા આપવા પડશે. કચ્છમાંથી ચૂંટણી લડતાં 44 હોદ્દેદારોએ રાજીનામા આપ્યા છે જેમાં સૌથી વધુ ગાંધીધામ વિસ્તારમાંથી પડ્યાં હતા. જો કે તેમના સ્થાને હવે નવા લોકોને તક મળે તેવી પૂરી શક્યતા છે.

ભારતીય જનતા પાર્ટીમા પણ જૂથવાદ ચરમસીમાંએ...

શિસ્તબદ્ધ ગણાતી ભારતીય જનતા પાર્ટીમા પણ જુથ્થવાદ ચરમસીમાંએ છે. તેમાં પણ જ્યારે વાત ચૂંટણીની હોય ત્યારે ભાજપમાં પણ ઘણા ખેલ થાય છે. જેમાં વિવિધ તાલુકામાં પક્ષ વિરોધી પ્રવૃતિ કરનાર 38 લોકોને ભાજપે સસ્પેન્ડ કર્યા છે. તેમણે ચૂંટણી દરમિયાન ભાજપ વિરોધી પ્રવૃતિ કરી હતી. ખાસ કરીને મુન્દ્રા અને અબડાસામાં ભાજપના મોટા માથાઓને ભાજપે સસ્પેન્ડ કર્યા છે. જેમાં ધમેન્દ્ર જેસર કે જેમણે નગરાપાલિકાની ચૂંટણીમા ટિકિટ ન મળતા ભાજપ સામે મોરચો ખોલ્યો હતો અને અપક્ષ ઉમેદવારી પણ કરી હતી. બીજી તરફ મેસોજી સોઢાએ પણ નારાજગી સાથે ખુલ્લીને ભાજપનો વિરોધ કર્યો હતો. ભાજપે લીધેલા ત્વરીત નિર્ણયની સમગ્ર કચ્છ જિલ્લામાં ચર્ચા છે. 10-10 તાલુકામાં ભાજપ સામે મોરચો ખોલનાર અને ખુલ્લીને સામે આવનાર તમામ લોકો સામે ભાજપે કડક પગલા લીધા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.