ETV Bharat / state

Khavda Solar wind park : આ પાર્ક માટે નક્કી થઇ વીજ ક્ષમતા, DPR તૈયાર

author img

By

Published : Jul 8, 2022, 8:41 PM IST

કચ્છના ખાવડા ખાતે આંતરરાષ્ટ્રીય સરહદ નજીક વિશ્વના સૌથી મોટા 30,000 મેગાવોટ સોલાર વિન્ડ પાર્કની (Khavda Solar wind park ) કામગીરી પ્રગતિમાં છે. આ પાર્કમાં ડીસેમ્બર-2024 સુધીમાં 50 ટકા તેમજ ડીસેમ્બર-2026 સુધીમાં 100 ટકા વીજ ક્ષમતા સ્થાપિત કરવાનો લક્ષ્યાંક નક્કી (DPR Solar wind park ) કરવામાં આવ્યો છે

Khavda Solar wind park : આ પાર્ક માટે નક્કી થઇ વીજ ક્ષમતા, DPR તૈયાર
Khavda Solar wind park : આ પાર્ક માટે નક્કી થઇ વીજ ક્ષમતા, DPR તૈયાર

કચ્છ -ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડના (Gujarat Power Corporation Limited) મેનેજિંગ ડિરેક્ટરે પાર્કની (Khavda Solar wind park )માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ યોજના નિશ્ચિત સમયમાં પૂર્ણ થાય તે માટે સમયાંતરે રાજય સરકાર દ્વારા વિવિધ સ્તરે થયેલી પ્રગતિની સતત સમીક્ષા કરવામાં આવી રહી છે. સોલાર-વિન્ડ પાવર પાર્કમાં જે ડેવલોપર્સને પાર્ક સ્થાપિત કરવાની જવાબદારી સોંપવામાં આવી છે તેમના દ્વારા ડીટેલ પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) તૈયાર ( DPR Solar wind park )કરવામાં આવ્યો છે.

રીન્યુએબલ એનર્જી પાર્કને જોડતા બે માર્ગીય રોડની કામગીરી
રીન્યુએબલ એનર્જી પાર્કને જોડતા બે માર્ગીય રોડની કામગીરી

પાર્કની કામગીરી નિયત સમયમાં પૂર્ણ કરવા સમીક્ષા -આ ઉપરાંત કેન્દ્ર સરકારની મિનિસ્ટ્રી ઓફ ન્યુ એન્ડ રીન્યુબલ એનર્જી (Ministry of New and Renewable Energy MNRE) સંસ્થા દ્વારા સોલાર પાર્ક સ્થાપવાની Mode-8 Scheme અંતર્ગત ભારત સરકારના સાહસ NTPC RELના ખાવડા (Khavda Solar wind park )ખાતે 4,750 મેગાવોટનો પાર્ક સ્થાપવા તેમજ ગુજરાત સરકારના GSECLના 3,325 મેગાવોટનો અને GIPCLના 2,375 મેગાવોટનો RE પાર્ક ખાવડા (30000 MW Solar Wind Park Project) ખાતે સ્થાપવા સૈદ્ધાંતિક મંજૂરી ( DPR Solar wind park )આપવામાં આવી છે.

ડીસેમ્બર 2026 સુધીમાં 100 ટકા વીજ ક્ષમતા સ્થાપિત કરવાનો લક્ષ્યાંક નક્કી
ડીસેમ્બર 2026 સુધીમાં 100 ટકા વીજ ક્ષમતા સ્થાપિત કરવાનો લક્ષ્યાંક નક્કી

પાર્કમાંથી CEA દ્વારા વીજ પરિવહન માટે EPC કોન્ટ્રાક્ટ નક્કી કરવા મંજૂરીઓ અપાઈ -મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ (Ministry of Defense) કેન્દ્ર સરકાર પાસેથી આ પાર્ક સ્થા૫વા માટે આગોતરી મંજૂરી મેળવવામાં આવી છે. જે અંતર્ગત સંરક્ષણ મંત્રાલયના નિર્દેશ અનુસાર લોકલ મિલિટરી ઓથોરિટી (LMA) સાથે સંકલનમાં રહી આ પાર્કની (Khavda Solar wind park )કામગીરી કરવામાં આવી રહી છે. કેન્દ્રીય પ્રાધિકરણ અનુસંસ્થાન (Central Authority Research CEA) દ્વારા પણ આ વિશાળ પાર્કમાંથી વીજળી લઇ જવા માટે જરૂરી એવા વીજ પરિવહન વ્યવસ્થાને મંજૂરી ( DPR Solar wind park )અપાઈ છે.

આ પણ વાંચોઃ આ ખેડૂતે કરી અનોખી ખેતી, જેનાથી મેળવે છે લાખોની કમાણી

ખારા પાણીમાંથી મીઠા પાણીના RO પ્લાન્ટ સ્થાપવા મંજૂરી - Phase-Iની 3,000 મેગાવોટની વીજ પરિવહન વ્યવસ્થા (Power transmission system) માટે EPC કોન્ટ્રાક્ટર પણ નક્કી કરી દેવામાં આવ્યા છે, જેમના દ્વારા સ્થળ (Khavda Solar wind park )પર કામગીરી શરૂ કરવામાં આવી છે. સંબંધિત ડેવલોપર્સ દ્વારા પાણીની જરૂરિયાત માટે રણ વિસ્તારના ખારા પાણીમાંથી મીઠા પાણી બનાવવાના RO પ્લાન્ટ સ્થાપવાની મંજૂરી ( DPR Solar wind park ) મેળવી લેવામાં આવી છે. ડેવલ૫ર્સ દ્ઘારા વિવિધ અભ્યાસ જેવાં કે Contour Survey, Soil Investigation, Foundation Structure Design Testing જેવી કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Kutch: ગ્રીન એનર્જીના નામે થતા ગોરખ ધંધા સામે ભારતીય કિસાન સંઘ દ્વારા કલેકટરને આવેદન

પ્રોજેક્ટની રાષ્ટ્રીય સુરક્ષા જાળવવા માટે ‘કમ્પ્યૂટર એડેડ સોફ્ટવેર સિસ્ટમ’ વિકસાવાઈ -આ (Khavda Solar wind park ) રીન્યુએબલ એનર્જી પાર્કને જોડતા બે માર્ગીય 30 કિ.મી.ના એપ્રોચ રોડની કામગીરી રાજ્ય સરકારના માર્ગ-મકાન વિભાગ દ્વારા પૂર્ણ ( DPR Solar wind park )કરવામાં આવી છે. આ ઉપરાંત આગામી દિવસોમાં પાર્કની કામગીરી શરૂ કરવામાં આવશે ત્યારે તેની સંવેદશીલતા અને રાષ્ટ્રીય સુરક્ષાને કેન્દ્રસ્થાને રાખીને આ સ્થળ ૫ર આવનારા માનવબળની પુરતી ચકાસણી કરવા માટે પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક સાથે સંકલનમાં રહીને કમ્પ્યૂટર એડેડ સોફટવેર સિસ્ટમ ૫ણ વિકસાવવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.