ETV Bharat / state

કરછમાં દલિતો દ્વારા મંદિરમાં પ્રવેશ મુદ્દે થયેલા હુમલા બાદ જીગ્નેશ મેવાણીનું આંદોલન તરફ આહવાન

author img

By

Published : Oct 30, 2021, 5:49 PM IST

જીગ્નેશ મેવાણીનું આંદોલન તરફ આહવાન
જીગ્નેશ મેવાણીનું આંદોલન તરફ આહવાન

કચ્છમાં દલિતોને મંદિરમાં પ્રવેશ (temple entry by Dalits in Kutch) મુદ્દે મારમારવામાં આવ્યા હતા. જે મુદ્દે જીગ્નેશ મેવાણીએ આંદોલન તરફ આહવાન અને સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે આગામી 1 નવેમ્બરે તે જ મંદિરમાં તમામ દલિતો પ્રવેશ કરીશું.

  • કચ્છમાં દલિત પર થયેલ હુમલા મુદ્દે જીગ્નેશ મેવાણી કરશે આંદોલન
  • દલિતો સાથે સમગ્ર ગુજરાતમાં ભેદભાવ થઈ રહ્યો છે - મેવાણી
  • 1 તારીખે તમામ દલિતો તે જ મંદિરમાં પ્રવેશ કરશે

કચ્છ: અત્યારે એવું કહેવાય છે કે, દેશમાં દરેક જગ્યાએ દરેક વ્યક્તિને એકસમાન ગણવામાં આવે છે. ન કોઈ જાતિનો ભેદભાવ અને ન તો કોઈ વ્યક્તિને અન્યાય થાય છે. જો કે કચ્છમાં આજે પણ દલિત સમાજના લોકો પર હુમલો (attack on Dalits in Kutch ) થઈ રહ્યો છે. કચ્છના ભચાઉ તાલુકાના નેર ગામમાં દલિત સમાજના લોકો પર હુમલો કરવામાં આવ્યો હતો. જોકે, આ હુમલો જૂની અદાવતમાં કરવામાં આવ્યો હતો. ત્યારે દલિત સમાજ અને અન્ય સમાજના લોકો વચ્ચે વિવાદ સર્જાયો છે. તો બીજી તરફ પોલિસે આરોપીઓ સામે અલગ-અલગ ફરિયાદો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

જીગ્નેશ મેવાણીનું આંદોલન તરફ આહવાન

કોણ ગયું હતું દર્શન કરવા

ભચાઉ તાલુકાના નેર ગામાં સ્થિત રામ મંદિરમાં થોડા દિવસ અગાઉ જ પ્રાણ પ્રતિષ્ઠા વિધિ થઇ હતી, જેમાં ગોવિંદ રામજી વાઘેલા તથા તેમના પરિવારજનો દર્શન માટે ગયા હતા. તો કેટલાક સમુદાયે ખેતી કરતા દલિત પરિવાર જગાભાઈ વાઘેલાને ગામના નવા બનેલા મંદિરમાં પ્રવેશવા (temple entry by Dalits in Kutch) દેવા સામે વિરોધ કર્યો હતો. ત્યારબાદ ગામમાં વિવાદ શરૂ થયો હતો અને તેમના પર હુમલો પણ કરવામાં આવ્યો હતો, તેવો આક્ષેપ દલિત સમાજના લોકો કરી રહ્યા છે.

દર્શન કરવા મુદ્દે થયેલા હુમલાથી દલિત સમાજમાં રોષ

આ ઉપરાંત જૂના ઝઘડાનું મન દુઃખ રાખી ગામના જ અલગ-અલગ સમાજના લોકોએ પરિવાર પર હુમલો કર્યો હતો. દલિત સમાજના લોકો પર થયેલા હુમલાથી દલિત સમાજમાં રોષની લાગણી છે. તો બીજી તરફ પરિવાર ન્યાયિક તપાસ સાથે આરોપી સામે ઝડપી કાર્યવાહીની માગ કરી રહ્યો છે.

આ પણ વાંચો: જિગ્નેશ મેવાણીએ લીધી ધર્મેશ પરમારના પરિવારની મુલાકાત, પૂર્વ મેયરના પુત્રની હત્યાના રાજકીય પડઘા

જીગ્નેશ મેવાણીએ છેડયું આંદોલન

કચ્છમાં હુમલા મુદ્દે જીગ્નેશ મેવાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે કચ્છમાં દલિત પર થયેલ હુમલા મુદ્દે આગામી દિવસોમાં આંદોલન કરવામાં આવશે. જે રીતે ભચાઉ તાલુકાના નેર ગામે જમીનની બાબતમાં ક્રૂરતા પૂર્વક હુમલો કરવામાં આવ્યો છે. તે હુમલો ફક્ત એટલા માટે કરવામાં આવ્યો કે તેમને મંદિરમાં પ્રવેશ આપવામાં ન આવે. તો મંદિર જાહેર સ્થળ છે જેમાં તમામ લોકોને પ્રવેશની છૂટ હોય તો ભેદભાવ કેમ કરવામાં આવે છે. માટે જ જીગ્નેશ મેવાણીએ આંદોલનનું એલાન (Jignesh Mewani calls for agitation) કર્યું છે. અને આગામી 1 તારીખે તમામ દલિતો તે મંદિરમાં પ્રવેશ કરશે.

આ પણ વાંચો: દલિત યુવાન હત્યા કેસ: જિગ્નેશ મેવાણીએ ભાવનગરના કલેક્ટરને આપ્યું આવેદનપત્ર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.