ETV Bharat / state

કચ્છમાં આઇટીના ઠેર ઠેર દરોડા, બેનામી વ્યવહારો મળે તેવી શક્યતાઓ

author img

By

Published : Nov 11, 2022, 12:14 PM IST

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે તેવા સમયમાં કચ્છમાં આઇટી વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે. (income tax raid in katch)આઇટી વિભાગ દ્વારા ગાંધીધામ, અંજાર, ભુજ અને માંડવીની વિવિધ અલગ અલગ પેઢીઓમાં ઈન્કમટેકસ વિભાગના દરોડા પાડયા છે.

કચ્છમાં આઇટીના ઠેર ઠેર દરોડા, બેનામી વ્યવહારો મળે તેવી શક્યતાઓ
કચ્છમાં આઇટીના ઠેર ઠેર દરોડા, બેનામી વ્યવહારો મળે તેવી શક્યતાઓ

કચ્છ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના માહોલ વચ્ચે આજે સવારથી કચ્છમાં આઇટી વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે. (income tax raid in katch)કચ્છમાં વિવિધ સ્થળે ઈન્કમટેક્સ વિભાગના દોઢસોથી વધુ અધિકારીઓએ વિવિધ પેઢીઓમાં સર્વે હાથ ધરતાં ફફડાટ ફેલાઈ ગયો છે.

હોટલ માલિકને ત્યા પણ દરોડા પડ્યાઃ સૂત્રોના જણાવ્યા મુજબ કચ્છમાં ઇન્કમટેક્સનું મેગા ઓપરેશન હાથ ધરાયું છે. (gujarat essembly election 2022)જેમાં ગાંધીધામ, અંજાર, ભુજ અને માંડવીની વિવિધ અલગ અલગ પેઢીઓમાં ઈન્કમટેકસ વિભાગના દરોડા પાડયા છે અને સર્વે હાથ ધરાયો છે. ફાઇનાન્સ, પ્રોપર્ટી મીઠાઈ સહિતના અનેક વ્યવસાય સાથે સંકળાયેલા ખાવડા ગ્રુપ પર તવાઈ બોલાવાઈ છે. ભુજના એક અગ્રણી હોટલ માલિકને ત્યા પણ દરોડા પડ્યા છે. ગાંધીધામના એક અગ્રણી ફાઈનાન્સર અને માંડવીમાં એક અગ્રણી બિલ્ડર ગ્રુપના ઓફિસે સર્વે ચાલી રહ્યો છે.

મોટા પાયે બેનામી વ્યવહારો મળે તેવી શક્યતાઓઃ ઉપરાંત ગાંધીધામ અંજાર અને ભુજમાં ભાગીદારોના રહેઠાણ અને ઓફિસ ઉપર પણ તપાસ કરવામાં આવી રહી છે. દરોડાની તપાસની કાર્યવાહીના અંતે મોટા પાયે બેનામી વ્યવહારો મળે તેવી શક્યતાઓ છે.હાલ આ મામલે ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા કોઈ સત્તાવાર વિગતો જારી કરવામાં આવી નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.