ETV Bharat / state

Effective Pest Control Solution : પાકમાં જીવાત નિયંત્રણ કરે રાખનો ઉપયોગ, પ્રાકૃતિક ખેતીના નુસખા

author img

By

Published : Jan 11, 2023, 6:38 PM IST

Effective Pest Control Solution : પાકમાં જીવાત નિયંત્રણ કરે રાખનો ઉપયોગ, પ્રાકૃતિક ખેતીના નુસખા
Effective Pest Control Solution : પાકમાં જીવાત નિયંત્રણ કરે રાખનો ઉપયોગ, પ્રાકૃતિક ખેતીના નુસખા

ખેડૂતો માટે પાકમાં જીવાત નિયંત્રણ ( Insect Control in Crop) મોટી પરેશાનીનું કારણ બનતું હોય છે. ત્યારે કચ્છના કુકમામાં પ્રાકૃતિક ખેતી ( Natural farming in Kukma ) જીવાત નિયંત્રણનો અસરકારક ઉપાય ( Effective Pest Control Solution) સામે લાવી રહી છે. શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ (Shri Ramakrishna Trust ) દ્વારા રાખના ઉપયોગથી જીવાત નિયંત્રણ ( Pest control using ash) નો પ્રાકૃતિક ખેતીના નુસખા સમજવા જેવા છે.

પ્રાકૃતિક ખેતીના નુસખા

કચ્છ હવે પ્રાકૃતિક ખેતી ( Natural farming in Kukma ) તરફ આગળ વધી રહ્યું છે ત્યારે કુકમા સ્થિત શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ (Shri Ramakrishna Trust ) દ્વારા પ્રાકૃતિક ખેતીના માર્ગે ચાલી ખેડૂતોને રાખથી પરિચિત કરાવવાની શરૂઆત કરી છે. સંસ્થા ખાતે ઉગાડવામાં આવેલા રીંગણાં અને ટામેટામાં જીવાત લાગ્યા બાદ તેના પર રાખ લગાડવામાં આવતા જીવાતની અસર પાક પર જોવા મળી ( Effective Pest Control Solution) નથી. પાકમાં જીવાત નિયંત્રણ ( Insect Control in Crop) માં પ્રાકૃતિક ખેતી નુસખા સર્વશ્રેષ્ઠ સાબીત થઈ શકે છે.

વિકલ્પ તરીકે પ્રાકૃતિક ખેતી સર્વશ્રેષ્ઠ રાસાયણિક ખાતરો તેમજ જંતુનાશક દવાઓના ઉપયોગથી જમીન વધુને વધુ બિનઉપજાઉ અને ઝેરી બનતી જાય છે તેમજ જમીનમાં પોષક તત્વોનું પ્રમાણ પણ ઘટતું જાય છે. પાકમાં જીવાતો અને ( Insect Control in Crop)પણ ઝેરનું પ્રમાણ વધતું જાય છે. ભારતની આબોહવા તેમજ અહીંની કૃષિ પદ્ધતિ અનુસાર જૈવિક ખેતી પદ્ધતિ પણ વધુ માફક આવતી નથી જેના વિકલ્પ તરીકે પ્રાકૃતિક ખેતી ( Natural farming in Kukma )સર્વશ્રેષ્ઠ સાબીત થઈ શકે છે.

આ પણ વાંચો કચ્છમાં એગ્રો ટુરિઝમ પ્લેસમાં મેળવો પ્રકૃતિના ખોળે અનેક લાભ

અલગ અલગ વિસ્તારોમાં, સીઝનમાં, પાકોમાં રોગ આવે છે રોગ-જીવાતના અસરકારક નિયંત્રણના ભાગ રૂપે તેની યોગ્ય ઓળખ અને તેને આવતા અટકાવવાની પદ્ધતિઓનો અમલ ખૂબ જરૂરી છે. આમ કરવાથી પાકમાં રોગ-જીવાતનું પ્રમાણ ખૂબ જ ઓછું થઇ જાય છે. છતાં પણ અલગ-અલગ વિસ્તારોમાં, અલગ અલગ સિઝનમાં, અલગ અલગ પાકોમાં રોગ-જીવાત આવે છે. જેનુ નિયંત્રણ કરવું ખૂબ જરૂરી ( Insect Control in Crop) છે, અન્યથા પાક ઉત્પાદનમાં મોટો ઘટાડો થાય છે કે પાક નિષ્ફળ જાય છે.

યોગ્ય સમજનો અભાવ જ્યારે પણ રોગ જીવાત નિયંત્રણની વાત આવે છે ત્યારે રાસાયણિક જંતુનાશક દવા જ પ્રથમ આવે છે. રોગ જીવાત નિયંત્રણ માટે કૃત્રિમ રાસાયણોનો વિકલ્પ તો સૌથી અંતિમ ઉપાય તરીકે અપનાવવો જોઇએ. પરંતુ, યોગ્ય સમજના અભાવે કે ઉપાય અપનાવવાની કઠિનતા જેવા કારણોથી ખેડૂત કૃત્રિમ રસાયણોનો ઉપયોગ સૌપ્રથમ જ અપનાવી લે છે. જેને કારણે મિત્ર જીવોને પારાવાર નુકશાની પહોચે છે.

પાકમાં જીવાત નિયંત્રણ કરે રાખનો ઉપયોગ રાખ એ દરેક જગ્યાએ સરળતાથી મળી રહેતું કુદરતી તત્ત્વ છે. રાખમાં કેલ્શીયમ અને પોટેશીયમ જેવા પોષક તત્ત્વો તો હોય જ છે, સાથેસાથે રાખનો કરકરો સ્વભાવ પોચી ચામડીવાળા ચુસીયા પ્રકારના જીવાતોના નિયંત્રણ માટે ( Pest control using ash)ઉપયોગી થાય છે. રાખ જ્યારે પોચી ચામડીવાળા જીવાતના શરીર પર પડે છે ત્યારે તે તેમાં ઘસરકા પાડે છે. જેને કારણે જીવાતના શરીરમાંથી પાણી ઓછું થતા તેનું મરણ ( Effective Pest Control Solution) થાય છે.

આ પણ વાંચો કચ્છની જર્જરિત ઐતિહાસિક ઈમારતો ફરી જોવા મળશે તેના મૂળ રૂપમાં, CEPT યુનિ. શરૂ કર્યું કામ

લાકડાની રાખ ઉપયોગી સાબિત રાખનો ઉપયોગ પાક ઉપર તથા થડ આસપાસની માટી પર છંટકાવ ( Pest control using ash)કરીને કરી શકાય છે. નાનું વાવેતર હોય તો રાખ હાથ વડે છાંટી શકાય, થોડું મોટું વાવેતર હોય તો રાખ કંતાનની પોટલી વડે છાંટી શકાય. રાખ મુખ્યત્વે લાકડાની રાખની લેવી જોઈએ. પ્લાસ્ટીકનો કચરો, પુંઠા, કાગળ કે કલર કરેલા લાકડાની રાખનો ઉપયોગ ખેતીમાં કરવો નહીં. કારણ કે તેમાં ઝેરના અવશેષો હોવાની શક્યતા છે, જે પાકને નુકશાન કરી શકે છે.

સૂકી રાખનો જ છંટકાવ કરવો રાખ ( Pest control using ash)સૂકી હોય ત્યારે જ જીવાત નિયંત્રણ તરીકે કાર્ય કરે છે, પરંતુ જો રાખ ભીની થઇ જાય તો તે જીવાત નિયંત્રણ તરીકે કાર્ય કરી શકતી નથી. રાખ સ્વભાવે ભાષ્મિક અને ખારાશવાળી હોય છે. આથી રાખનો એસિડ પ્રિય પાક પર છંટકાવ કરવો નહી તથા પાકના ઉગાવાના તબક્કે પણ છંટકાવ કરવો નહીં. રાખનો નાઇટ્રોજનવાળા કોઇપણ ખાતર સાથે મિશ્ર કરીને પણ છંટકાવ કરવો નહીં. કારણ કે આમ કરવાથી નાઇટ્રોજનનો ખૂબ મોટા પાયે વ્યય થશે. માટી જો ભાષ્મિક હોય તો રાખનો ઉપયોગ ( Effective Pest Control Solution)જરૂરિયાત પૂરતો જ કરવો જોઈએ.

રાખ પ્રકાશ સંશ્લેષણનું કામ પણ કરે છે શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ કુકમાના પીઆરઓ શૈલેન્દ્રસિંહ જેઠવાએ પાકમાં રાખનાં ઉપયોગ અને ફાયદા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે,રાખ એટલે એની અંદર એન્ટી બેકટોરિયલ, એન્ટી ફન્ગલના એનામાં ગુણો છે અને સૂકું હોવાના કારણે બેક્ટેરિયા વાયરસની કોલોની વધવા દેતો નથી અને પાકને એક પ્રકારનું પ્રોટેક્શન આપે છે.પાન ઉપર પણ જો રાખ પડે એટલે રાખ તો મલ્ટી મિનરલ છે.પાકને પણ જરૂરી મિનરલ્સ છે તે રાખ ( Effective Pest Control Solution)આપે છે. રાખ ( Pest control using ash)પર સૂર્યપ્રકાશ પડે તો જાણે તેમાંથી નવરંગ કિરણો નીકળતા હોય તેવું લાગે તો એ પાકને પ્રકાશ સંશ્લેષણનું કામ પણ કરતા હોય છે.

આ પણ વાંચો પ્રાકૃતિક ખેતી અને ખેતપેદાશોનું મૂલ્યવર્ધન કરી ખેડૂત કમાયાં લાખોમાં

રાખ પાકને પ્રોટેક્શન લેયર પૂરી પાડે છે રાખ છે તે આદિકાળથી વપરાતી વસ્તુ છે. માણસના રોગોમાં પણ તેનો ઉપયોગ થાય છે. ટામેટાં અને રીંગણના પાકના પાન ઉપર સૂક્ષ્મ જીવાતો આવી ગયા છે અને પાંદડાઓ ખાઈ જાય છે અને પાકને નુકસાન કરે છે પરંતુ પાક પર રાખ ( Pest control using ash) છાંટવાથી પાકનો જે ફળ છે રીંગણાં અને ટામેટાં તેમાં કોઈ નુકસાની થઈ નથી. આવી રીતે રાખ ( Effective Pest Control Solution)છે તે એક પ્રોટેક્શન લેયરનું કામ કરે છે.

માઈક્રો પોષકતત્વનું એટલે કે પોટ એશ તરીકેનું કામ કરે છે રાખ આ ઉપરાંત જ્યારે પાક પર રાખનો છંટકાવ કરવામાં આવે છે ત્યારે પાકની સાથે સાથે રાખ છે તે પાકની આસપાસની જમીન ( Pest control using ash) પર પણ પડે છે ત્યારે તે માઈક્રો પોષકતત્વનું એટલે કે પોટ એશ તરીકેનું તે કામ કરે છે. રાખ અનેક રીતે પાકને ફાયદા કરનારી ( Effective Pest Control Solution)વસ્તુ છે. રીંગણના પાકને જ્યારે રોગ આવે તો કેમિકલવાળી વસ્તુ જો છાંટીએ તો અંતે તો રીંગણાં આપણને જ ખાવાના છે અથવા તો કોઈને વહેંચીએ તો બીજા લોકો ખાવાના છે તો ઝેરનું વિતરણ થાય. એના બદલે રાખ જેવા અમૃતનો ઉપયોગ કરીએ અને જો એ પેટમાં જશે તો પણ એસીડીટી જેવા રોગોને નિયંત્રણ કરે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.