ETV Bharat / state

ઐતિહાસિક ક્ષણ: 350 વર્ષમાં પ્રથમ વાર મહિલા દ્વારા માતાના મઢે પતરી વિધિ કરી, માતાજીએ આપ્યા પરચા

author img

By

Published : Oct 13, 2021, 2:21 PM IST

Updated : Oct 13, 2021, 3:21 PM IST

કચ્છનાં માતાના મઢે(Matajino math) આજે કચ્છની રાજાશાહી પરંપરા પ્રમાણે આઠમના પવિત્ર દીને પતરી વિધિ કરવામાં આવી હતી. ત્યારે આ વર્ષે 350 વર્ષમાં પ્રથમ વાર કોઈ મહિલા દ્વારા આ પતરી વિધિ કરવામાં આવી હતી. સ્વર્ગસ્થ મહારાવ(The late Maharaja Pragmalji) પ્રાગમલજી ત્રીજાના પત્ની મહારાણી પ્રિતિદેવી દ્વારા પતરી વિધિ કરવામાં આવી હતી. રાજ પરિવારના પ્રતિનિધીએ પતરીનો પ્રસાદ ખોળામાં ઝીલીને આશીર્વાદ મેળવ્યા હતા.

350 વર્ષમાં પ્રથમ વાર મહિલા દ્વારા માતાના મઢે પતરી વિધિ કરી,
350 વર્ષમાં પ્રથમ વાર મહિલા દ્વારા માતાના મઢે પતરી વિધિ કરી,

  • કચ્છમાં માતાના મઢે ઐતિહાસીક ક્ષણ, માતાજીએ આપ્યા પરચા
  • સ્વર્ગસ્થ મહારાવ પ્રાગમલજી ત્રીજાના પત્નીએ પ્રિતિદેવીએ સંપન્ન કરી પતરી વિધિ
  • રાજ પરિવારના પ્રતિનિધીએ પતરીનો પ્રસાદ ખોળામાં ઝીલીને આશીર્વાદ મેળવ્યા

ક્ચ્છઃ ક્ચ્છમાં આશાપુરા માતાજીના મંદિરે(the temple of Ashapura Mataji) આજે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પતરી વિધિ યોજવામાં આવી હતી.કચ્છનાં સ્વર્ગસ્થ મહારાવ પ્રાગમલજી ત્રીજાના પત્ની મહારાણી પ્રિતિદેવીએ માં ના ચરણોમાં ઝોળી ફેલાવી પતરીનો પ્રસાદ મેળવ્યો હતો. આ પૂર્વે ચાચરાકુંડથી ચામર યાત્રા પણ નીકળી હતી.

હોમ હવન બાદ પતરી વિધિ

બે ઋતુ નાં મિલન સમયે થતું પરિવર્તનમાં એક સાધના દ્વારા માતાજીને રીઝવવા માટેના પ્રયત્ન કરાય છે અને આ ઋતુ બદલવાના કાળ દરમ્યાન આશાપુરા માતાજીના નવ દિવસની નવરાત્રી(Navratri)માં આજે હોમ હવન બાદ પતરી વિધિ કરવામાં આવે છે.

માતાજીના ખભા પર રાખેલ પ્રસાદ ડાકના તાલે સ્વંયભુ ખોળામાં પડે છે

રાજવી પરિવાર(Royal family)ના મહારાણી પ્રિતીદેવીએ આજે ચાચારાકુંડથી ચામર લઈને માતાજીના આશીર્વાદ લેવા માટે આશાપુરા મંદિરે પહોંચ્યા હતા. માતાજીના ધૂપ દીપ પછી કચ્છના વિકાસ માટે, ઉન્નતિ માટે તથા વિશ્વમાંથી કોરોનાનો નાશ થાય તે માટે માતાજી પાસે ખોળો પાથરીને પ્રાથના કરી હતી કે, 'માં મને આશીર્વાદ આપો' ત્યારે માતાજીના મસ્તક પરથી પતરી (એક સુંગધિત વનસ્પતિના પાન જે માતાજીને ચડાવ્યા હોય છે) તે આશીર્વાદ રૂપે ખોળામાં આવ્યા અને એ આશીર્વાદ લખાય છે આવી રાજાશાહીના વખતથી પરંપરા ચાલી આવે છે.

ડાક ડમરુની ધૂન બોલાવી માતાજીને પ્રસન્ન કરવામાં આવે છે

પતરી એ એક પ્રકારની વનસ્પતિ છે. જે ભુજના ટપકેશ્વરી વિસ્તારમાં થાય છે. માતાજીના ખભા પર પતરી રાખ્યા બાદ ડાક ડમરુની ધૂન બોલાવી માતાજીને પ્રસન્ન કરવામાં આવે છે. માતાજીના ચમત્કારથી પતરી આપોઆપ રાજ પરિવારના પ્રતિનિધિના ખોળામાં જઈને પડે છે. આ વિધિને આધારે કચ્છનું આગામી વર્ષ કેવું જશે તેનો તાગ પણ લગાવાય છે.

ઐતિહાસિક ક્ષણ: 350 વર્ષમાં પ્રથમ વાર મહિલા દ્વારા માતાના મઢે પતરી વિધિ કરી, માતાજીએ આપ્યા પરચા

આ પણ વાંચોઃ હિન્દુ યુવા સંગઠને માતાના મઢ પાસે મોર અને સસલાનો શિકાર કરનારા બે યુવકને ઝડપી પાડ્યા

પ્રથમ વાર મહિલા પ્રતિનિધિ મહારાણી પ્રિતિદેવીએ માં ના ચરણોમાં ઝોળી ફેલાવી પતરીનો પ્રસાદ મેળવ્યો

ઉલ્લેખનીય છે કે એક બનાવ બાદ આ પતરી વિધિના અધિકાર અંગે કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો હતો અને તે દરમિયાન મહારાવ પ્રાગમલજી ત્રીજાનું અવસાન થયું હતું અને ત્યાર બાદ મહારાણી પ્રિતીદેવી દ્વારા પણ આ કેસમાં અરજી દાખલ કરી હતી અને ત્યાર બાદ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો કે આ વિધીનો એકમાત્ર અધિકાર કચ્છનાં રાજવી પરિવારનાં સ્વર્ગસ્થ જયેષ્ઠ યુવરાજ પ્રાગમલજી ત્રીજાના પત્ની એવા પ્રીતિદેવીને આપવામાં આવ્યો છે.

કચ્છ અને જિલ્લા બહાર વસતા લોકોએ આ ઐતિહાસિક વિધીને લાઈવ નિહાળી

આ પતરી વિધિ દરમિયાન રાજ પરિવારના સભ્યો, નલિયાના કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજા, દેવપરના ઠાકોર કૃતાર્થસિંહ જાડેજા અને તેરાના ઠાકોર મયુરધ્વજસિંહ જાડેજા તેમજ માતાના મઢ જાગીરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમજ સમગ્ર કચ્છ અને જિલ્લા બહાર વસતા લાખો લોકોએ આ ઐતિહાસિક(Historical) વિધીને લાઈવ નિહાળી માં ના પરચાના દર્શન કર્યાને ધન્યતા અનુભવી.

આ ઉપરાંત માતાના મઢ આશાપુરા મંદિર બાદ ભુજ આશાપુરા મંદિરે પણ ચામર વિધિ, પતરી વિધિ યોજવામાં આવી હતી. આજનો દિવસ ક્ચ્છ માટે ખૂબ મહત્વપૂર્ણ દિવસ હોય છે.

આ પણ વાંચોઃ Matanamadh: દેશદેવી મા આશાપુરાના દર્શનાર્થે માઈભક્તોએ શરૂ કરી પદયાત્રા

મહારાણી દ્વારા પતરી ઝીલવામાં આવી એ કચ્છ માટે ઐતિહાસિક ક્ષણ છે: કુંવર ઇન્દ્રજીત સિંહ જાડેજા

આજે મહારાવ હયાત નથી પરંતુ આ પતરી વિધિ દરમિયાન એ અમારી સાથે છે તેઓ અહેસાસ થયો. અને મહારાવનો એક સપનું હતું કે સ્ત્રીઓને આપણે પૂરો હક આપીએ અને તેઓ આગળ આવે તે સપનું આજે પૂર્ણ થયું છે. અને જે રીતે નામદાર કોર્ટે ચુકાદો આપ્યો તે અનુસાર આ આજે કચ્છ માટે ઐતિહાસિક ક્ષણ કહેવાય કે માં આશાપુરાના ચરણમાં મહારાણી પ્રિતિદેવીએ વંદન કરી અને પતરી ઝીલી છે અને દેશ અને કચ્છની સુખાકારી માટે પ્રાર્થના કરી છે.

અત્યાર સુધીમાં લાખો ભાવિકોએ માતાના દર્શન કર્યા

વર્ષો જૂની આ પરંપરા છે અને દિવસેને દિવસે માતાની મહિમા વધી રહી છે. દેશના ખૂણે ખૂણેથી લોકો માતાજી પાસે મસ્તક ટેકવા આવે છે.અને આજે તો ઐતિહાસિક ક્ષણ છે કે ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ મહિલાએ આ પતરી વિધિમાં ભાગ લીધો છે. આ ઉપરાંત આ વખતે સેવા કૅમ્પોના હોવાના કારણે તથા રસ્તા ખરાબ હોવાના કારણે પદયાત્રીઓ અને માઈ ભક્તોની સંખ્યામાં ઘટાડો થયો છે.

આ પણ વાંચો:

Last Updated : Oct 13, 2021, 3:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.