ETV Bharat / state

કચ્છની 6 બેઠકો પર ચૂંટણી લડી રહેલા ઉમેદવારોની સંપત્તિ અને તેમની પર કેટલા ક્રિમિનલ કેસ છે જૂઓ

author img

By

Published : Nov 22, 2022, 1:20 PM IST

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને (Gujarat Election 2022) હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે આવો જાણીએ કચ્છની 6 વિધાનસભા બેઠકો (Kutch Assembly Seats) પરના ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોની એફિડેવિટ પ્રમાણે સંપતિની, તેમજ ક્રિમીનલ કેસ અંગેની માહિતી.

કચ્છની 6 બેઠકો પર ચૂંટણી લડી રહેલા ઉમેદવારોની સંપત્તિ અને તેમની પર કેટલા ક્રિમિનલ કેસ છે જૂઓ
કચ્છની 6 બેઠકો પર ચૂંટણી લડી રહેલા ઉમેદવારોની સંપત્તિ અને તેમની પર કેટલા ક્રિમિનલ કેસ છે જૂઓ

કચ્છ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને (Gujarat Election 2022) ગણતરીના દિવસો બાકી છે. ચૂંટણી પહેલા રાજકીય પક્ષોના નેતાઓ વિશેની માહિતી જાણવામાં લોકોને વધુ રસ હોય છે. તેમના વિસ્તારના ઉમેદવાર પાસે કેટલી સંપત્તિ છે. તેની પર કેટલા ક્રિમિનલ કેસ (Kutch Assembly Seats Candidates Criminal Cases) છે. તેમ જ તેમણે કરેલા કામો ઉપર સૌ નજર રાખતા હોય છે. ત્યારે આજે આપણે જાણીશું કચ્છની વિધાનસભા બેઠકોના (Kutch Assembly Seats) ઉમેદવારો પર કેટલા ક્રિમિનલ કેસ છે તે અંગે વિસ્તૃતમાં.

અબડાસા બેઠક ગુજરાત વિધાનસભાની 1 નંબરની બેઠક અબડાસા બેઠકની (Abdasa Assembly Constituency) વાત કરવામાં આવે તો ભાજપમાંથી પ્રદ્યુમનસિંહ જાડેજા (Pradyumansinh Jadeja BJP candidate for Abdasa), કૉંગ્રેસમાંથી મામદ જંગ જત અને આમ આદમી પાર્ટીમાંથી વસંત ખેતાણી આ વખતે મેદાને છે. તેમાં સૌથી વધુ સંપતિ ધરાવતા ઉમેદવાર ભાજપના પ્રદ્યુમનસિંહ જાડેજા છે. ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજા પાસે કુલ સંપતિ 1,30,23,912 રૂપિયા છે. તેમની પર 1 ક્રિમીનલ કેસ છે. તેમની પાસે 12,75,000 રૂપિયા હાથ પર રોકડ છે. જ્યારે કુલ 19,53,318 રૂપિયા તેમનું કુલ બેન્ક બેલેન્સ છે. તેમની પાસે 3,65,000 રૂપિયાના વાહનો, 10,35,594 રૂપિયાનો વીમો, 26,50,000 રૂપિયાની જ્વેલરી અને 57,45,000 રૂપિયાની જમીન છે.

કૉંગ્રેસ ઉમેદવારની વિગત આ જ બેઠક પરથી કૉંગી ઉમેદવાર મામદ જુંગ જાટની (Mamadbhai Jung Jat Congress candidate for Abdasa) કુલ એફિડેવિટ પ્રમાણે 10,47,899ની સંપતિ છે. તેમના પર કોઈ ક્રિમીનલ કેસ નથી. તેમની પાસે હાથ પર રોકડ 65,000 રૂપિયા, કુલ બેન્ક બેલેન્સ 3,22,899 રૂપિયા છે. જ્યારે 60,000 રૂપિયાની જ્વેલરી, 6,00,000 રૂપિયાની જમીન છે.

આપના ઉમેદવાર AAPના વસંત ખેતાણીની (Vasant Khetani AAP candidate for Abdasa) એફિડેવિટ પ્રમાણે 35,00,000 રૂપિયાની સંપતિ છે. તેમના પર 1 ક્રિમિનલ કેસ (Kutch Assembly Seats Candidates Criminal Cases) છે. હાથ પર રોકડ 35,000 રૂપિયા, કુલ બેન્ક બેલેન્સ: 12,778 રૂપિયા, જ્વેલરી: 3,20,000 રૂપિયા અને 32,00,000 રૂપિયાની જમીન છે.

માંડવી બેઠક પર ભાજપના ઉમેદવારની વિગત ગુજરાત વિધાનસભાની 2 નંબરની બેઠક માંડવી વિધાનસભા બેઠકની (Mandavi Assembly Constituency) વાત કરવામાં આવે તો ભાજપમાંથી અનિરુદ્ધ દવે, કૉંગ્રેસમાંથી રાજેન્દ્રસિંહ જાડેજા અને આમ આદમી પાર્ટીમાંથી સીએ કૈલાશભાઈ ગઢવી મેદાને છે. સૌથી વધુ સંપતિ ધરાવતા ઉમેદવાર આમ આદમી પાર્ટીના સીએ કૈલાશભાઈ ગઢવી છે.

AAPની વિગત આમ આદમી પાર્ટીના ઉમેદવાર કૈલાસ ગઢવીની કુલ સંપતિ એફિડેવિટ પ્રમાણે 10,61,05,600ની છે.તેમના પર કોઈ ક્રિમિનલ કેસ નથી.
હાથ પર રોકડ: 83,431, કુલ બેંક બેલેન્સ: 4,28,657, બોન્ડ: 25,86,821, વાહનો: 66,49,293, ફિક્સ ડિપોઝિટ: 2,76,73,324, જ્વેલરી: 34,45,987, જમીન:5,97,48,087.

ભાજપની વિગત ભાજપના ઉમેદવાર અનિરુદ્ધ દવેની એફિડેવિટ પ્રમાણે કુલ 9,06,96,941 સંપતિ છે.તેમના પર કોઈ ક્રિમીનલ કેસ નથી. હાથ પર રોકડ:4,90,000, કુલ બેંક બેલેન્સ:3,37,46,496, બોન્ડ: 1,83,13,700, વાહનો: 18,35,000, વીમો: 7,37,745, જ્વેલરી: 23,00,000, જમીન:3,32,74,000.

કૉંગ્રેસની વિગત કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ જાડેજાની કુલ સંપતિ એફિડેવિટ પ્રમાણે 3,68,67,030ની છે.તેમના પર કોઈ ક્રિમીનલ કેસ નથી. હાથ પર રોકડ: 6,31,390, કુલ બેંક બેલેન્સ:78,72,978, વાહનો: 1,32,62,662, વીમો: 5,00,000, જ્વેલરી: 58,00,000, જમીન:88,00,000ય

ભુજ બેઠકની વિગત ગુજરાત વિધાનસભાની 3 નંબરની બેઠક ભુજ વિધાનસભા બેઠકની (Bhuj Assembly Constituency) વાત કરવામાં આવે તો, અહીં ભાજપમાંથી કેશુભાઈ પટેલ, કૉંગ્રેસમાંથી અરજણભાઈ ભૂડિયા અને આમ આદમી પાર્ટીમાં રાજેશ પિંડોરિયાને ટિકિટ આપવામાં આવી છે.જેમાં સૌથી વધારે સંપતિ ભાજપના ઉમેદવાર કેશુભાઈ પટેલ પાસે છે.જેમની સંપતિ 6,33,92,215 છે.

ભાજપની વિગત ભાજપના ઉમેદવાર કેશુભાઈ પટેલની કુલ સંપત્તિ એફિડેવિટ પ્રમાણે 6,33,92,215ની છે અને તેમના પર કોઈ ક્રિમીનલ કેસ નથી. હાથ પર રોકડ:7,56,000, કુલ બેંક બેલેન્સ:2,72,715, વાહનો: 17,90,000, જ્વેલરી: 33,12,500, હકકના દાવા: 5,61,000, જમીન:5,67,00,000.

કૉંગ્રેસની વિગત કોંગ્રેસના ઉમેદવાર અરજણભાઇ ભૂડિયાની કુલ સંપત્તિ એફિડેવિટ પ્રમાણે 2,50,64,918ની છે અને તેમના પર કોઈ ક્રિમીનલ કેસ નથી. હાથ પર રોકડ:1,73,518, વાહનો: 6,72,098, જ્વેલરી: 6,29,100, જમીન:2,31,00,000, વીમો:68,265, ફિક્સ ડિપોઝિટ:3,21,837, બોન્ડ:100, મળવાપાત્ર રકમ: 1,00,000ય

AAPની વિગત આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજેશ પિંડોરિયાની કુલ સંપત્તિ એફિડેવિટ પ્રમાણે 61,38,779.29ની છે અને તેમના પર કોઈ ક્રિમીનલ કેસ નથી. હાથ પર રોકડ:59,000, બેંક બેલેન્સ: 6,56,420.29, વાહનો: 21,45,000, જ્વેલરી: 3,40,000, જમીન:28,75,000, વીમો: 56,623, મળવાપાત્ર રકમ: 6666.70.

અંજાર બેઠકની વિગત ગુજરાત વિધાનસભાની 4 નંબરની બેઠક અંજાર વિધાનસભા બેઠકની (Anjar Assembly Constituency) વાત કરવામાં આવે તો અહીંયા ભાજપમાંથી ત્રિકમ છાંગા, કોંગ્રેસમાંથી રમેશ ડાંગર અને આમ આદમી પાર્ટીમાંથી અરજણ રબારી મેદાને છે.જેમાં સૌથી વધારે સંપતિ કોંગ્રેસના ઉમેદવાર રમેશ ડાંગરની છે. જેમની સંપતિ 2,39,03,885 છે.

કૉંગ્રેસની વિગત કોંગ્રેસના ઉમેદવાર રમેશ ડાંગરની કુલ સંપત્તિ એફિડેવિટ પ્રમાણે 2,39,03,885 ની છે અને તેમની પર 1 ક્રિમીનલ કેસ છે. હાથ પર રોકડ:1,50,000, બેંક બેલેન્સ: 1,03,885, વાહનો: 1,70,00,000, જ્વેલરી: 17,50,000, જમીન:49,00,000.

ભાજપની વિગત ભાજપના ઉમેદવાર ત્રિકમભાઈ છાંગાની કુલ સંપત્તિ એફિડેવિટ પ્રમાણે 99,31,399.93 ની છે અને તેમના પર કોઈ ક્રિમીનલ કેસ નથી. હાથ પર રોકડ:60,15,000, બેંક બેલેન્સ: 84,137.93, વાહનો: 6,22,000, જ્વેલરી: 5,28,000, જમીન:26,82,262.

AAPની વિગત આમ આદમી પાર્ટીના ઉમેદવાર અરજણભાઇ રબારીની કુલ સંપત્તિ એફિડેવિટ પ્રમાણે 36,96,500ની છે અને તેમના પર કોઈ ક્રિમીનલ કેસ નથી. હાથ પર રોકડ: 20,000, બેંક બેલેન્સ: 6,500, વાહનો: 13,20,000, જ્વેલરી: 2,50,000, જમીન:21,00,000ય

ગાંધીધામ બેઠકની વિગત ગુજરાત વિધાનસભાની 5 નંબરની બેઠક ગાંધીધામ વિધાનસભા બેઠકની વાત (Gandhidham Assembly Constituency) કરવામાં આવે તો અહીઁ ભાજપમાંથી માલતીબેન મહેશ્વરી, કોંગ્રેસમાંથી ભરત સોલંકી અને આમ આદમી પાર્ટીમાંથી બુધાભાઈ મહેશ્વરી મેદાને છે.સૌથી વધારે સંપતિ કોંગ્રેસના ઉમેદવાર ભરત સોલંકી પાસે છે. જેમની સંપતિ 1,52,13,396ની છે.

ભાજપની વિગત ભાજપના ઉમેદવાર માલતીબેન મહેશ્વરીની કુલ સંપત્તિ એફિડેવિટ પ્રમાણે 50,46,150ની છે અને તેમની પર કોઈ ક્રિમીનલ કેસ નથી. હાથ પર રોકડ:2,25,000, બેંક બેલેન્સ: 11,66,133, વાહનો: 24,50,000, જ્વેલરી: 9,55,017, જમીન:2,50,000ય

કૉંગ્રેસની વિગત કૉંગ્રેસના ઉમેદવાર ભરત સોલંકીની કુલ સંપત્તિ એફિડેવિટ પ્રમાણે 1,52,13,396ની છે અને તેમની પર કોઈ ક્રિમીનલ કેસ નથી. હાથ પર રોકડ: 2,90,500, બેંક બેલેન્સ: 13,50,403, બોન્ડ: 6400, વાહનો: 22,00,000, જ્વેલરી: 18,75,093, જમીન:94,91,000.

AAPની વિગત આમ આદમી પાર્ટીના ઉમેદવાર બુધાભાઈ મહેશ્વરીની કુલ સંપત્તિ એફિડેવિટ પ્રમાણે 89,18,642ની છે અને તેમની પર કોઈ ક્રિમીનલ કેસ નથી. હાથ પર રોકડ:20,000, બેંક બેલેન્સ: 25,64,142, વીમો: 1,24,000, વાહનો: 7,00,000, જ્વેલરી: 6,00,000, જમીન:49,10,500.

રાપર બેઠકની વિગત ગુજરાત વિધાનસભાની 6 નંબરની બેઠક રાપર વિધાનસભા બેઠકની (Rapar Assembly Constituency) વાત કરવામાં આવે તો અહીંયા ભાજપમાંથી વિરેન્દ્રસિંહ જાડેજા, કોંગ્રેસમાંથી બચુભાઈ અરેઠીયા અને આમ આદમી પાર્ટીમાંથી અંબાભાઈ પટેલ મેદાને છે. જેમાં સૌથી વધુ સંપતિ કોંગ્રેસના ભચુભાઈ આરેઠીયા ધરાવે છે. જેમની કુલ સંપતિ 97,53,17,377 રૂપિયા છે.

કૉંંગ્રેસની વિગત કૉંગ્રેસના ઉમેદવાર ભચુભાઇ આરેઠીયાની કુલ સંપત્તિ એફિડેવિટ પ્રમાણે 97,53,17,377ની છે. તેમના પર 1 ક્રિમીનલ કેસ છે. હાથ પર રોકડ: 4,44,098, કુલ બેંક બેલેન્સ:6,12,907, વાહનો: 94,42,910, વીમો: 90,50,000, જ્વેલરી: 27,18,593, જમીન: 36,39,29,835, ફિક્સ ડિપોઝિટ: 57,02,62,074, બોન્ડ:1,88,56,960.

ભાજપની વિગત ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાનિંકુલ સંપતિ એફિડેવિટ પ્રમાણે 5,82,82,205ની છે.તેમના પર કોઈ ક્રિમીનલ કેસ નથી. હાથ પર રોકડ:16,34,276, કુલ બેંક બેલેન્સ:26,44,185, વાહનો: 5,49,640, જ્વેલરી: 44,60,200, જમીન:2,33,75,714, ફિક્સ ડિપોઝિટ:2,56,18,190.

AAPની વિગત આમ આદમી પાર્ટીના ઉમેદવાર અંબાભાઈ પટેલની કુલ સંપત્તિ એફિડેવિટ પ્રમાણે 9,26,500ની છે.તેમના પર કોઈ ક્રિમીનલ કેસ નથી. હાથ પર રોકડ:20,000, કુલ બેંક બેલેન્સ:6,500, જ્વેલરી: 9,00,000.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.