ETV Bharat / state

ગાંધીધામ બેઠક પર કૉંગ્રેસે આમ આદમી ભરત સોલંકીને આપી ટિકીટ, મીઠાના મજૂરથી કરી હતી સફરની શરૂઆત

author img

By

Published : Nov 11, 2022, 10:04 AM IST

ચૂંટણીને ધ્યાનમાં (Gujarat Assembly Elections 2022) રાખી કૉંગ્રેસ ઉમેદવારોની પસંદગી ફૂંકી ફૂંકીને પગલાં ભરી રહી છે. ત્યારે હવે કચ્છના ગાંધીધામ બેઠક પર કૉંગ્રેસે ભરત સોલંકીનું (Congress candidate Bharat Solanki) નામ જાહેર કર્યું છે. મીઠાના મજૂરથી લઈને વિધાનસભા બેઠકના ઉમેદવાર (Gandhidham assembly seat) સુધીની ભરત સોલંકીની સફર કેવી રહી તે અંગે જાણીએ તેમના જ મુખે.

ગાંધીધામ બેઠક પર કૉંગ્રેસે આમ આદમી ભરત સોલંકીને આપી ટિકીટ, મીઠાના મજૂરથી કરી હતી સફરની શરૂઆત
ગાંધીધામ બેઠક પર કૉંગ્રેસે આમ આદમી ભરત સોલંકીને આપી ટિકીટ, મીઠાના મજૂરથી કરી હતી સફરની શરૂઆત

કચ્છ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની (Gujarat Assembly Elections 2022) જાહેરાતો થઈ ચૂકી છે અને હવે મતદાનને માત્ર ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા મતદારોને રિઝવવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. રાજકીય પક્ષો દ્વારા જુદી જુદી બેઠકો માટે પોતાના ઉમેદવારોને ટિકીટ ફાળવવામાં આવી રહી છે. તો કૉંગ્રેસ પક્ષ દ્વારા ગાંધીધામ અનામત બેઠક (Gandhidham assembly seat) પર જે ઉમેદવારને ટિકીટ ફાળવવામાં આવી છે. તેમણે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે. મીઠાના મજૂરથી લઈને ભરત સોલંકની વિધાનસભા બેઠકના ઉમેદવાર બનવા સુધીની સફર જાણો.

અવ્યવસ્થા સામે ઊઠાવશે અવાજ

કૉંગ્રેસે અગરિયા પરિવારમાંથી આવતા ઉમેદવારને ઉતાર્યા મેદાને કચ્છની 6 વિધાનસભા બેઠકો પૈકીની એક અનુસૂચિત જાતિની અનામત બેઠક ગાંધીધામ બેઠક (Gandhidham assembly seat) કે, જ્યાં પંચરંગી પ્રજા રહે છે. આ બેઠક પર ત્રણેય રાજકીય પક્ષો (Gujarat Political News) દ્વારા ઉમેદવારોની જાહેરાત થઈ ચૂકી છે. ત્યારે આ મતક્ષેત્રમાં મીઠું પકવતા અને અગરિયા પરિવારમાં જન્મેલા 42 વર્ષીય ભરત સોલંકી બાળપણથી જ ભગવા રંગના કપડાં પહેરતાં ધાર્મિક સ્વભાવના છે. તેમના પરિવારમાં પત્ની અને ત્રણ સંતાન છે. મોટી દીકરી રાજકોટમાં વકીલાતનો અભ્યાસ કરે છે.

સરળ વ્યકિતત્વ ધરાવતા સેવાભાવી ભરત સોલંકીને ટિકીટ મળી ગાંધીધામ અનામત બેઠકની (Gandhidham assembly seat) વાત કરવામાં આવે તો, વર્ષ 2012થી આ બેઠક પર ચૂંટણી શરૂ કરવામાં આવી છે. વિધાનસભા બેઠકમાં પરિણમ્યા પછીની આ વિધાનસભાની ત્રીજી ચૂંટણી (Gujarat Assembly Elections 2022) છે, જેમાં સરળ સ્વભાવ ધરાવતા ભરત સોલંકી સહભાગી બનશે. અનુસૂચિત જાતિની અનામત બેઠક ધરાવતા ગાંધીધામ વિસ્તારની બેઠક જીતવા માટે કંડલામાં મીઠું પકવતા અને અગરિયા પરિવારના સેવાભાવી 42 વર્ષીય ભરત સોલંકીને ટિકીટ આપવામાં આવી છે.

કૉંગ્રેસે અગરિયા પરિવારમાંથી આવતા ઉમેદવારને ઉતાર્યા મેદાને
કૉંગ્રેસે અગરિયા પરિવારમાંથી આવતા ઉમેદવારને ઉતાર્યા મેદાને

સારી લોકચાહના ધરાવે છે ભારત સોલંકી કાને કુંડલ અને ગળામાં માળા પહેરતા ભરત સોલંકી આમ આદમી જેવું સરળ વ્યક્તિવ ધરાવે છે અને ભગવા કપડાં ધારણ કરે છે. સાદું વ્યક્તિત્વ અને તેમની સેવાભાવના લીધે તેઓ ગાંધીધામ વિધાનસભા મતવિસ્તારમાં (Gandhidham assembly seat) સારી લોકચાહના ધરાવે છે. કોરોના કાળના સમયે લૉકડાઉન સમયે તેમણે ગાંધીધામ, અંજાર શહેર અને તાલુકામાં ફરીને જરૂરિયાતમંદ લોકોને રાશન કિટનું વિતરણ કર્યું હતું.

કપરા સમયનો સામનો કરી અહીં સુધી પહોંચ્યા ખૂબ જ કપરા સમયનો સામનો કરેલો ETV Bharat સાથેની વાતચીત દરમિયાન કૉંગી ઉમેદવાર ભરત સોલંકીએ જણાવ્યું હતું કે, ખૂબ જ કપરા સમયનો સામનો કરેલો છે. તેમાં અનેક લોકો મદદરૂપ પણ બન્યા હતા. તેથી હવે માનવ સેવા એ જ પરમો ધર્મને અનુસરી લોકોની સેવા અને સહાય કરતો રહું છું. કંડલા પોર્ટ નજીકના જીરા બંદર પાસે તેમના દાદા અને પિતા હાજરિયા તરીકે કામ કરતા હતા. તેથી મીઠાના અગર બનાવવા અને મીઠું પકવતા જન્મજાત શીખવા મળ્યું છે. માતા સોનલબેન દાંતારી વડે મીઠાના પાળા વાળતા. આજે પણ તેઓ મીઠાના અગરમાં જરૂર પડે તો કામ કરે છે. તેમના અભ્યાસની વાત કરવામાં આવે તો તેઓ નવ ધોરણ સુધી ભણ્યા છે. આજે તેઓ ત્રણથી ચાર સોલ્ટ એકમ હેઠળ મીઠાનું છૂટક વેચાણ કરે છે.

અગરિયા પરિવારના સેવાભાવી 42 વર્ષીય ભરત સોલંકીને ટિકીટ આપવામાં આવી
અગરિયા પરિવારના સેવાભાવી 42 વર્ષીય ભરત સોલંકીને ટિકીટ આપવામાં આવી

અવ્યવસ્થા સામે ઊઠાવશે અવાજ ગટરની અવ્યવસ્થા, રોજગાર અને શિક્ષણ સહિતના મુદ્દે અવાજ ઊઠાવશે સેવા માટે રાજકારણ કેમ? સામાન્ય સવાલનો ભરતભાઈએ અસામાન્ય જવાબ આપતા કહ્યું કે, વ્યક્તિગત સેવાની એક મર્યાદા આવી જતી હોય છે. અનેક સ્થળે સહયોગ આપવાની ઈચ્છા હોવા છતાં મદદરૂપ બની શકાતું નથી. ખાસ કરીને વહીવટી તંત્રની આટીઘૂંટીના કારણે ગરીબ લોકોને અન્યાય સહન કરવો પડતો હોય છે. ક્યાંક કાયદાનો દૂરૂપયોગ પણ થતો હોય છે અને તેનો ભોગ લાચાર વ્યક્તિ બનતા હોય છે. તેથી જો વિધાનસભામાં ચૂંટાઈ આવું તો આ પ્રકારના દબાયેલા વર્ગને પ્રથમ અગ્રતા આપીશ. જ્યારે ગાંધીધામ (Gandhidham assembly seat) અને તાલુકાની સ્થિતિ જોઈએ તો મૂળભૂત સુવિધાનો અભાવ ઉડીને આંખે ખૂંચે છે. બિસ્માર માર્ગો, ગટરની અવ્યવસ્થા, રોજગાર અને શિક્ષણ સહિતના મુદ્દે અવાજ ઉપાડવો છે.

સેવા કાર્યો અને મીઠા વ્યવસાયના કારણે પણ મોટું જન સમર્થન વર્ષો પહેલા કૉંગેસની સરકારે મીઠાના અગર માટે જમીન આપેલી છે. તેથી પક્ષના હિતમાં સદા તેમની સક્રિય ભૂમિકા રહી છે. વિશેષમાં અખિલ ગૂર્જર મેઘવાળ સમાજના તેઓ ઉપપ્રમુખ છે. તો અંજાર ગૂર્જર મેઘવાળ સમાજના પૂર્વપ્રમુખ પણ રહી ચૂક્યા છે. ઉપરાંત તેઓ અનેક ધાર્મિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. તો સેવા કાર્યો અને મીઠા વ્યવસાયના કારણે પણ મોટું જનસમર્થન ધરાવે છે.

સાધુ તરીકે રાજકારણમાં હોવું એ પણ એક અનેરો આનંદ તેમને વધુમાં જણાવ્યું હતું કે, તેઓ મજૂરના બાળક છે અને મજૂરીમાંથી અત્યારે અહીં સુધી પહોંચ્યા છે. ઈમાનદારી અને સચ્ચાઈના કામ કરતા કરતા અહીં સુધી તેઓ પહોંચ્યા છે. આગામી સમયમાં ભ્રષ્ટાચાર, મોંઘવારી, શિક્ષણ, આરોગ્ય, પાયાગત સુવિધાઓના પ્રશ્નોને દૂર કરવાના હેતુસર મતદારો સમક્ષ જઈ રહ્યા છે. સાધુ તરીકે રાજકારણમાં હોવું એ પણ એક અનેરો આનંદ છે. રાજકારણમાં સાધુ હોય છે અને સાધુમાં પણ રાજકારણ હોય છે. તેઓ સાદું અને સરળ જીવન જીવે છે અને સેવા કરવી એ તેમનો ધર્મ છે અને સેવાકીય કાર્ય થકી જ તેમને આજે ટિકીટ મળી છે. તેમને ટિકિટ મળતા અન્ય લોકોને મનદુખ હતું, પરંતુ તે દૂર થયું છે અને હવે તમામ લોકો તેમની સાથે જ છે.

ગાંધીધામ વિધાનસભા બેઠક ગાંધીધામ બેઠક (Gandhidham assembly seat) પર 1,66,892 પુરૂષ, 1,48,093 મહિલા, અન્ય 6 સહિત કુલ 3,14,991 મતદાર નોંધાયાં છે. કચ્છની ગાંધીધામ વિધાનસભા બેઠકમાં દલિત, આહીર અને મુસ્લિમોની વસ્તી વધારે છે. તે ઉપરાંત સિંધી, લેઉઆ પટેલ, રબારી તેમ જ બ્રાહ્મણ જ્ઞાતિના લોકો પણ જોવા મળે છે. અહીં 54 ટકા પુરૂષો છે અને 46 ટકા મહિલાઓ છે. અહીં શિક્ષણનું પ્રમાણ 78 ટકા જેટલું છે, જેમાં પુરૂષો અને મહિલાઓનું શિક્ષણનું પ્રમાણ અનુક્રમે 90 ટકા અને 76 ટકા છે.

ગાંધીધામ બેઠક પર ધારાસભ્યને ફરી અપાઈ ટિકીટ ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections 2022) માટે કચ્છની ગાંધીધામ વિધાનસભા બેઠક (Gandhidham assembly seat) કે જે અનુસૂચિત જાતિ માટેની અનામત બેઠક છે, જ્યાં ગત ટર્મમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી ચૂંટાયાં હતાં. જેમને આ વર્ષે ફરી ટિકીટ આપીને રીપિટ કરાયાં છે. જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર તરીકે પ્રોફેશનથી વકીલ એવા બુધાભાઈ મહેશ્વરીને ટિકીટ આપવામાં આવી છે. જ્યારે કૉંગ્રેસ પક્ષમાંથી આ બેઠક પર અખિલ ગુર્જર મેઘવાળ સમાજના ઉપપ્રમુખ ભરતભાઈ સોલંકીને ટિકિટ આપવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.