ETV Bharat / state

Gram Panchayat Election Boycott in Kukma : કુકમાના લોકો પાયાગત સુવિધાઓથી વંચિત, ચૂંટણીનો બહિષ્કાર કરશે

author img

By

Published : Dec 15, 2021, 2:19 PM IST

ગ્રામ પંચાયતની ચુંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે કચ્છ જિલ્લામાં અનેક ગામો એવા છે જ્યાં પાયાગત સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી. ત્યારે આજે ETV Bharat ભુજ તાલુકાના કુકમા ગામે પહોંચ્યું હતું. અહીંના આશાપુરા કોલોનીમાં છેલ્લાં 20 વર્ષથી પાયાગત સુવિધાઓ પણ ઉપલબ્ધ ના હોતા અહીંના લોકોએ ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર (Gram Panchayat Election Boycott in Kukma) કરવાનો નિર્ણય લીધો છે.

Gram Panchayat Election Boycott in Kukma : કુકમાના લોકો પાયાગત સુવિધાઓથી વંચિત, ચૂંટણીનો બહિષ્કાર કરશે
Gram Panchayat Election Boycott in Kukma : કુકમાના લોકો પાયાગત સુવિધાઓથી વંચિત, ચૂંટણીનો બહિષ્કાર કરશે

  • કુકમા ગામની આશાપુરા કોલોનીના 225 જેટલા મતદાતાઓએ લીધો નિર્ણય
  • ગ્રામ પંચાયત ચૂંટણીનો બહિષ્કાર કરવાનો કર્યો નિર્ણય
  • છેલ્લાં 20 વર્ષથી પાયાગત સુવિધાઓથી વંચિત છે લોકો

કચ્છઃ કુકમામાં 2001ના ભુકંપ બાદ નિર્મિત આશાપુરા કોલોની કે જેને 20 વર્ષના સમયગાળા બાદ પણ ગ્રામતળનો દરજ્જો મળેલો નથી. ગ્રામ પંચાયત કુકમામાં સામન્ય સભા ગ્રામ સભાના ઠરાવો બાદ પણ ગામમાં કોઈ પ્રાથમિક સુવિધાઓનો વિકાસ કરવામાં નથી આવ્યો. સ્થાનિક સ્વરાજની ચૂંટણી (Gram Panchayat Election 2021 ) દરમિયાન કરેલા વાયદાઓને પણ 8 મહિના સુધી કોઈ અમલ ( Gram Panchayat Election Boycott in Kukma) થયો નથી. જે કારણે આશાપુરા નગરના રહેવાસીઓ માળખાકીય સુવિધાઓથી વંચિત છે.

20 વર્ષથી પાયાગત સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી થઇ
કોઈ પણ ઉમેદવારે આશાપુરા કોલોનીમાં પ્રચાર માટે પ્રવેશ ન કરવા માટે સૂચના આપવામાં આવીકોલોનીમાં પાણી, રસ્તા, ગટરલાઈન, લાઈટ જેવી પાયાગત સુવિધોથી અહીંના લોકો વંચિત છે અને આ પ્રશ્નોના નિરાકરણ આજ દિન સુધી ન આવતા અહીં 125 જેટલા ઘરમાં રહેતા 225 જેટલા મતદારોએ બહિષ્કાર કરવાનો ( Gram Panchayat Election Boycott in Kukma) નિર્ણય લીધો છે. તથા ચૂંટણી પ્રચાર માટે કોઈ પણ ઉમેદવારે આશાપુરા કોલોનીમાં (Gram Panchayat Election 2021 ) પ્રવેશ ન કરવા માટે સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ Election boycott in Bolav Village : બોલાવ ગામના લોકોએ ગ્રામપંચાયતની ચૂંટણીનો કર્યો બહિષ્કાર

આ પણ વાંચોઃ Gram Panchayat Election 2021: કચ્છના સુમરાસર શેખ ગામના લોકો કેવા સરપંચ ઈચ્છે છે, જુઓ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.