GPS antenna for Earthquake: કચ્છમાં ભૂકંપના આંચકા અંગે GPS એન્ટેના આપશે માહિતી, જુઓ કઈ રીતે

author img

By

Published : Mar 16, 2022, 3:47 PM IST

GPS antenna for Earthquake: કચ્છમાં ભૂકંપના આંચકા અંગે GPS એન્ટેના આપશે માહિતી, જુઓ કઈ રીતે

કચ્છ યુનિવર્સિટીના કેમ્પસમાં વારંવાર આવતા ભૂકંપના આંચકાઓના સંશોધન અર્થ હાઈપાવર GPS એન્ટેના કાર્યરત (GPS antenna for Earthquake) કરવામાં આવ્યું છે. કચ્છમાં 35 જગ્યાઓ પર આ એન્ટેના મૂકવામાં આવ્યા છે. એટલે હવે ભૂકંપના આંચકા અંગે આ એન્ટેના માહિતી આપશે.

કચ્છઃ જિલ્લામાં અવારનવાર ભૂકંપના આંચકા આવતા હોય છે. વર્ષ 2001માં આવેલા ભૂકંપ બાદ કચ્છમાં કંપનો હવે સામાન્ય બની ગયા છે. તો મહિનામાં 3થી 4ની તીવ્રતાના આંચકા અનુભવતા હોય છે. કેટલાક સમયે તો વાગડમાં આવતા આંચકા છેક ભૂજ સુધી અનુભવાય છે. ધરતીના પેટાળમાં 2 પ્લેટો વચ્ચે હલનચલન થાય ત્યારે ભૂકંપના આંચકા આવતા હોય છે.

હવે 2.5ની તીવ્રતાથી વધુનો આંચકો હશે તો જ તેની વિગતો જાહેર કરાશે

35 જગ્યાએ GPS એન્ટેના મૂકાયા - થોડા સમય પહેલાં જ ઈન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ (Institute of Seismological Research) દ્વારા કચ્છમાં 35 જેટલી જગ્યાઓ પર સંશોધન અર્થે હાઈ પાવર GPS એન્ટેના (GPS antenna for Earthquake) મૂકવામાં આવ્યા છે. અંજાર, આદીપુર, ભૂજ, નાગલપર સહિત કુલ 35 જેટલી જગ્યાઓ પર આ હાઈપાવર GPS એન્ટેના બેસાડવામાં (GPS antenna for Earthquake) આવ્યા છે, જે દરેક મિનિટે તે ભૂમિમાં થતી હલનચલનને નોંધી તેની વિગતો જણાવે છે. આ GPS મોબાઈલ અને અન્ય ઉપકરણો આવતા GPS કરતા અનેક ઘણો તાકાતવર છે અને 0.1 મિલીમિટર હલવા પર પણ નોંધ કરે છે.

કચ્છ યુનિવર્સિટીના પ્રોફેસરે આપી માહિતી
કચ્છ યુનિવર્સિટીના પ્રોફેસરે આપી માહિતી

કચ્છ યુનિવર્સિટીમાં પણ લગાવાયું એન્ટેના - કચ્છ યુનિવર્સિટીમાં (GPS antenna in Kutch University) પણ આવું જ એક GPS એન્ટેના લગાડવામાં આવ્યું છે. ત્યારે આ ઉપકરણ મુદ્દે જણાવતા કચ્છ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ અર્થ સાયન્સના (GPS antenna in Kutch University) હેડ ડૉ. મહેશ ઠક્કરે જણાવ્યું હતું કે, આ ઉપકરણ દર મિનિટે તે જમીનમાં થતી હલન ચલનને નોંધે છે. આવી હજારો નોંધણી વર્ષના અંતે ભેગી કરી તેનો સરવાળો કરવામાં આવે છે જેથી ખબર પડે છે કે એક વર્ષમાં તે જમીન પોતાની મૂળ જગ્યાથી કેટલી ખસી છે.

વાગડમાં સાઉથ વાગડ ફોલ્ટલાઈન અને કચ્છ મેઈન ફોલ્ટલાઈનનો સંગમ થાય છે
વાગડમાં સાઉથ વાગડ ફોલ્ટલાઈન અને કચ્છ મેઈન ફોલ્ટલાઈનનો સંગમ થાય છે

2001 બાદ તંત્ર અને ISR રાખી રહી છે સાવચેતી - વર્ષ 2001ના ભૂકંપમાં હજારો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. તો લાખો લોકો બેઘર થયા હતા. કચ્છના ઈતિહાસની એ સૌથી દર્દનાક ઘટનાની તસવીરો આજે પણ લોકોના મગજમાં એક ખૂણે ઘર કરીને બેઠી છે. વર્ષ 2001 બાદ તંત્ર અને ઈન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ (Institute of Seismological Research) દ્વારા ભૂકંપને લઈને અનેક સાવચેતી વર્તવામાં આવી રહી છે. ભચાઉ તાલુકાના વામકા ખાતે એક ખાસ ભૂકંપ સંશોધન કેન્દ્ર સ્થાપવામાં (Earthquake Research Center in Vamka) આવ્યું હતું, જે 24 કલાક કચ્છની ધરતીમાં ધ્રુજારી અંગે નોંધ લે છે.

હોય છે. કેટલાક સમયે તો વાગડમાં આવતા આંચકા છેક ભૂજ સુધી અનુભવાય છે. ધરતીના પેટાળમાં 2 પ્લેટો વચ્ચે હલનચલન થાય ત્યારે ભૂકંપના આંચકા આવતા હોય છે.    35 જગ્યાએ GPS એન્ટેના મૂકાયા
હોય છે. કેટલાક સમયે તો વાગડમાં આવતા આંચકા છેક ભૂજ સુધી અનુભવાય છે. ધરતીના પેટાળમાં 2 પ્લેટો વચ્ચે હલનચલન થાય ત્યારે ભૂકંપના આંચકા આવતા હોય છે. 35 જગ્યાએ GPS એન્ટેના મૂકાયા

આ પણ વાંચોઃ કચ્છ ભૂકંપમાં ઈજાગ્રસ્ત થયેલા દર્દીઓ માટે ફોલોઅપ કેમ્પનું આયોજન

કચ્છ યુનિવર્સિટીના પ્રોફેસરે આપી માહિતી - પ્લેટો વચ્ચેની ધ્રુજારી આપણે અટકાવી શકીએ નહીં, પરંતુ ભૂકંપથી થતી નુકસાની અટકાવી શકાય છે, જેથી ભૂકંપના આંચકાથી બચવા લોકોએ સતર્ક રહેવું જરૂરી છે. વર્ષ 2001માં ભૂકંપ આવ્યા બાદ કચ્છમાં કંપનનો દોર યથાવત્ રહેતા (GPS antenna for Earthquake) વર્ષ 2015માં મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ દ્વારા કચ્છ યુનિવર્સિટીને ભૂકંપના સંશોધન માટે સૂચના આપવામાં આવી હતી. કચ્છમાં ભૂકંપની 4 ફોલ્ટલાઈન આવેલી છે. તે મુજબ કચ્છમાં આવેલી 4 ફોલ્ટલાઈન પર કેટલો દબાણ પેદા થાય છે અને તે પ્રમાણે ફોલ્ટલાઈન પર આવેલી પ્લેટને નુકસાન થઈ શકે છે. તે મુદ્દે સંશોધન કરાય છે. આ પ્લેટના હલન ચલનથી વિનાશક ભૂકંપ પણ ત્રાટકી શકે છે તેવું ડૉ. મહેશ ઠક્કરે જણાવ્યું હતું.

35 જગ્યાએ GPS એન્ટેના મૂકાયા
35 જગ્યાએ GPS એન્ટેના મૂકાયા

આ પણ વાંચો- Gujarat Earthquake 2001 Forecast: આ વ્યક્તિએ 2001ના ભૂકંપની કરી હતી આગાહી, જાણો તે કોણ છે...

વાગડમાં સાઉથ વાગડ ફોલ્ટલાઈન અને કચ્છ મેઈન ફોલ્ટલાઈનનો સંગમ થાય છે - ફોલ્ટલાઈનોમાં સંશોધન માટે જુદા-જુદા 8 પ્રોજેક્ટ હાથ પર લેવામાં આવ્યા હતા, જેનું સમાપન આ વર્ષે થયું છે. ખાસ તો કઈ ફોલ્ટલાઈનમાં કયા સમયે કેટલી તીવ્રતાનો આંચકો આવે છે. કઈ ફોલ્ટલાઈન વધુ સક્રિય છે. તેની આસપાસના વિસ્તારોમાં કેટલી નુકસાનીની તીવ્રતા છે. તે સહિતના તારણનો અભ્યાસ કરાયો હતો. ભૂકંપ અંગે છેલ્લા 6 વર્ષથી સંશોધનો કરવામાં આવ્યા હતા, જેના તારણો મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ વિભાગને સોંપવામાં આવ્યા છે. વાગડમાં અવાર નવાર ભૂકંપના આંચકા (Earthquake in Vagad) અનુભવાતા હોય છે. વાગડમાં સાઉથ વાગડ ફોલ્ટલાઈન અને કચ્છ મેઈન ફોલ્ટલાઈનનો સંગમ થાય છે, જેથી આ 2 લાઈનો ભેગી થતી હોવાથી અવાર નવાર ભૂકંપના આંચકા આવે છે.

35 જગ્યાએ GPS એન્ટેના મૂકાયા
35 જગ્યાએ GPS એન્ટેના મૂકાયા

વાગડ વિસ્તારમાં જ બે ફોલ્ટલાઈન મર્જ થતી હોવાથી નવા આંચકાઓ નોંધાય છે - વાગડ વિસ્તારમાં જ્યાંથી ફોલ્ટલાઈન પસાર થાય છે. તે ફોલ્ટલાઈન આપણે બંધ કરી શકીએ નહીં. કારણ કે, આ કુદરતી ઘટના છે, જેથી આ વિસ્તારમાં બાંધકામ કરતા પૂર્વે ફોલ્ટલાઈનને ધ્યાને લઈએ તો નુકસાનીથી બચી શકીએ તેમ છે. મોટા ભાગે વાગડમાં જે આંચકા આવે છે. તે વર્ષ 2001ના ધરતીકંપના એપી સેન્ટરની આસપાસ જ આવે છે. જેતે સમયે ભૂકંપ આવ્યો ત્યારે જમીનમાં ભંગાણ સર્જાયો, જેના કારણે 6 મીટર જેટલી 2 પ્લેટો સામસામે અથડાતા 75 કિમી સુધી પ્લેટો તૂટી ગઈ હતી, જેની નુકસાની આજે પણ યથાવત્ રહેતા આ વિસ્તારમાં આંચકા આવતા હોય છે. આ નુકસાની હજુ સુધી પૂર્ણ થઈ ન હોવાથી તેમજ બે ફોલ્ટલાઈન મર્જ થતી હોવાથી લાંબુ ભંગાણ થયું છે, જેથી ભૂકંપના નવા આંચકા આ વિસ્તારમાં નોંધાવા સામાન્ય બાબત છે.

હળવા કંપનોના કારણે પણ લોકોમાં ખોટો ગભરાટ ફેલાતો હોય છે - કચ્છમાં દરરોજ ભૂકંપના આંચકા (Earthquake shakes Kutch) આવતા હોય છે. અવાર નવાર ભચાઉ, રાપર, દુધઈ, ધોળાવીરા, ખડીર આ તરફ પશ્ચિમમાં તાજેતરમાં ખાવડા, સુખપર, લખપત સહિતના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાતા હોય છે. ભૂકંપના આંચકાની માહિતી વેબસાઈટ પર અપલોડ કરવામાં આવે છે.જોકે, હળવા કંપનોના કારણે લોકોમાં ખોટો ગભરાટ ફેલાતો હોવાથી નવો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

હવે 2.5ની તીવ્રતાથી વધુનો આંચકો હશે તો જ તેની વિગતો જાહેર કરાશે - ઉલ્લેખનીય છે કે, હવે 2.5ની તીવ્રતાથી વધુનો આંચકો હશે તો જ તેની વિગતો જારી કરવામાં આવશે. આ નિર્ણયની અમલવારી પણ શરૂ થઈ ગઈ છે. આ અંગેની વિગતો મુજબ, કચ્છમાં વર્ષ 2001માં આવેલા ભૂકંપ બાદ ગુજરાત સરકાર દ્વારા સ્થપાયેલા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજી રિસર્ચ સેન્ટર (Institute of Seismological Research) દ્વારા ભૂકંપનું માપન કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ISR ગાંધીનગર નામની વેબસાઈટ પર લેટેસ્ટ અર્થક્વેક પર ક્લિક કરીએ તો, આપણને ભૂકંપના આંચકાની વિગતો મળે છે, તેમાં કેટલા મેગ્નિટ્યૂડનો આંચકો કયા સ્થળે અને જમીનમાં કેટલી ઉંડાઈએ તથા કેટલી તીવ્રતાનો હતો તેની વિગતો આપવામાં આવે છે.

લોકોમાં ભૂકંપ પ્રત્યે ફેલાતો ભય દૂર કરવા ISR ગાંધીનગરે ભર્યું પગલું - કચ્છમાં અવારનવાર 1 કે 2ની તીવ્રતાના આંચકા નોંધાતા હોય છે. આવા આંચકાઓને હળવા કંપન તરીકે ઓળખવામાં આવે છે. કચ્છની પરિભાષામાં કહીએ તો, 3.5થી વધુનો આંચકો હોય તો જ તેને ગંભીર રીતે ગણવામાં આવે છે. બાકીના આંચકાઓને સામાન્ય માનવામાં આવે છે.જોકે, વેબસાઈટ પર દરરોજ આંકડા અપડેટ થતા હોવાથી લોકોમાં ભય ન ફેલાય એ માટે હવે 2.5થી વધુ તીવ્રતાના આંચકાની વિગતો જ વેબસાઈટ પર મૂકવામાં આવશે, જેની અમલવારી શરૂ થઈ ગઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.