ETV Bharat / state

G20 Summit in Kutch : G20ના આયોજનમાં ફરી કચ્છી કલા ખીલી, રોગાન કલાના રંગોમાં લોગોનું નિર્માણ

author img

By

Published : Feb 8, 2023, 1:28 PM IST

કચ્છના સફેદ રણમાં G20ને લઈને હસ્તકળા કારીગરોમાં ઉત્સાહનો જોવા મળી રહ્યો છે. નેશનલ એવોર્ડ સુધીની સફળતા પ્રાપ્ત કરનારે રોગાન કલાના રંગોમાં G20ના આકર્ષક લોગોનું નિર્માણ કર્યું છે.

G20 Summit in Kutch : G20ના આયોજનમાં ફરી કચ્છી કલા ખીલી, રોગાન કલાના રંગોમાં લોગોનું નિર્માણ
G20 Summit in Kutch : G20ના આયોજનમાં ફરી કચ્છી કલા ખીલી, રોગાન કલાના રંગોમાં લોગોનું નિર્માણ

કચ્છી કારીગર દ્વારા રોગાન કલાના રંગોમાં G20ના આકર્ષક લોગોનું નિર્માણ

કચ્છ : G20 રાષ્ટ્રોનું અધ્યક્ષપદ પ્રથમવાર ભારતને મળ્યું છે, ત્યારે પ્રવાસન કારોબારી જૂથની આંતરરાષ્ટ્રીય સ્તરની ત્રિ દિવસીય બેઠક કચ્છના સફેદ રણ ખાતે યોજાઇ રહી છે. ભારતમાં પ્રવાસન ઉદ્યોગને વેગવાન બનાવવા અહીંની વૈવિધ્યસભર હસ્તકલાઓનો સિંહફાળો છે. આ સમિટને લઇ અહીંના હસ્તકળા કારીગરોમાં ઉત્સાહનો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : G20 Meeting in Kutch : વિદેશી મહેમાનો સફેદ રણમાં આકાશ ગંગાનો નજારો જોઈ થશે પ્રભાવિત

આકર્ષક લોગોનું નિર્માણ : સરહદી જિલ્લામાં પ્રથમવાર G20ના યોજાઈ રહેલી છે. અહીંના કારીગર સુમાર દાઉદ ખત્રીએ સમિટને G20ના આકર્ષક લોગોનું નિર્માણ કર્યું છે. સુમાર દાઉદ ખત્રીએ રોગાન કલામાં કચ્છ ગૌરવ એવોર્ડથી નેશનલ એવોર્ડ સુધીની સફળતા પ્રાપ્ત કરી છે. ત્યારે ખત્રીએ રોગાન કલાના રંગોમાં G20ના આકર્ષક લોગોનું નિર્માણ કરી તેને આ સમિટમાં પહોંચાડવા કચ્છના કલેકટરને અર્પણ કર્યો છે.

કલાના કારીગરો : સરહદી જિલ્લા કચ્છમાં તમામ પ્રકારના કલાના કારીગરો છે. જેઓ વિશ્વસ્તરે ખ્યાતનામ થયા છે. જેમાં ખાસ કરીને બન્ની-પચ્છમનું ભરતગૂંથણ, ભુજોડીની વણાટકલા, અજરખપુરની અજરખ બાટીક, નિરોણાની રોગાનકલા ઉપરાંત બાંધણી, ખરકી, ચર્મકલા, કાષ્ઠ કલા સહિતની કામગીરી દુનિયાના દેશોના કલાપારખુઓ માટે આકર્ષણરૂપ બની છે. એટલે જ દર વર્ષે હજારોની સંખ્યામાં દુનિયાના દેશોમાંથી લોકોનું ઘોડાપુર ઉમટે છે.

કારીગરોમાં ભારે ઉત્સાહનો માહોલ : ધોરડોના સફેદ રણમાં યોજાતા રણોત્સવના શરૂ થયા પછી પ્રવાસન ઉદ્યોગ વૈશ્વિક સ્તરે પહોંચ્યું છે. G20 સમિટમાં 20 જેટલા દેશોના પ્રવાસન વિભાગને સંલગ્ન 100થી પણ વધુ પ્રતિનિધિઓ 9મી ફેબ્રુઆરી સુધી રોકાણ કરી પ્રવાસનના વિકાસ માટે વિચારોની આપ-લે કરવાના છે. પ્રવાસન ઉદ્યોગ સાથે સંકળાયેલ અહીંના કલા-વારસાના વિકાસ માટે પણ મહત્ત્વની ચર્ચાને લઇ અહીંના કારીગરોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળે છે.

આ પણ વાંચો : G20 Summit: સ્વાગતમાં પણ સંસ્કૃતિ, ડેલીગેટસનું કેમલ સફારી અને કચ્છી સંસ્કૃતિની ઝાંખીથી કરાયું વેલકમ

કારીગરોનું આર્થિક સ્તર ઊંચે આવશે : સુમાર દાઉદ ખત્રીએ જણાવ્યું હતું કે, આ સમિટને લઇ દુનિયાના દેશોમાં કચ્છની કળાઓનો વધુ પ્રચાર-પ્રસાર થયા પછી કારીગરોનું આર્થિક સ્તર ઊંચે આવશે. નાના કારીગરો માટે પણ વૈશ્વિક સ્તરની બજાર વ્યવસ્થા ઊભી કરવામાં આવે તે જરૂરી છે. તેમજ પ્રવાસન ક્ષેત્રે પણ કચ્છને અનેક લાભ થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.