ETV Bharat / state

G. K. General Government Hospital: 1 કલાકમાં 750 ટેસ્ટ તથા એક સાથે 180 પ્રકારના ટેસ્ટ કરતું યંત્ર કાર્યરત

author img

By

Published : Jul 24, 2021, 1:42 PM IST

અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલ (G. K. General Government Hospital) માં કચ્છના દૂર દૂરના વિસ્તારમાંથી આવતા દર્દીઓ જુદા જુદા રોગના રિપોર્ટ(ટેસ્ટિંગ) કરાવી સમયસર અને અનુકૂળતાએ પોતાના ગામમાં પહોંચી શકે એવા હેતુથી 1 કલાકમાં 750 જુદા જુદા પરિક્ષણ કરતું વિટ્રોસ- 5600 મશીન વસાવ્યું છે. ઝડપી ટેસ્ટિંગ કરતું અને પાણીનો બચાવ કરતું એકમાત્ર સાધન સમગ્ર જીલ્લામાં એકમાત્ર જી.કે. જ્નરલ હોસ્પિટલમાં છે.

G. K. General Government Hospital: 1 કલાકમાં 750 ટેસ્ટ તથા એક સાથે 180 પ્રકારના ટેસ્ટ કરતું યંત્ર કાર્યરત
G. K. General Government Hospital: 1 કલાકમાં 750 ટેસ્ટ તથા એક સાથે 180 પ્રકારના ટેસ્ટ કરતું યંત્ર કાર્યરત

  • G. K. General Government Hospital વિટ્રોસ-5600 મશીન વસાવ્યું
  • 1 કલાકમાં 750 ટેસ્ટ અને પાણીનો મોટો જથ્થો બચાવતું યંત્ર કાર્યરત
  • આ મશીન દ્વારા ઝડપથી રિપોર્ટ મળતાં દર્દીઓનો સમય બચશે

કચ્છ: અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલ (G. K. General Government Hospital) માં કચ્છના દૂર દૂરના વિસ્તારમાંથી આવતા દર્દીઓ જુદા જુદા રોગના રિપોર્ટ(ટેસ્ટિંગ) કરાવી સમયસર અને અનુકૂળતાએ પોતાના ગામમાં પહોંચી શકે એવા હેતુથી 1 કલાકમાં 750 જુદા જુદા પરિક્ષણ કરતું વિટ્રોસ- 5600 મશીન વસાવ્યું છે. આ વિટ્રોસ-5600 મશીનની ખૂબી એ છે કે, અન્ય લેબ યંત્રની માફક આમાં પાણીની જરૂર નથી પડતી. આ મશીનથી દરરોજ પાણીનો મોટો જથ્થો બચાવી શકાય છે. સામાન્ય રીતે દર કલાકે 20 લિટર પાણી ખપાવતા અન્ય મશીનોની સરખામણીમાં આ વિટ્રોસ-5600 જો દિવસ 8 કલાક દરમિયાન ચાલે તો પ્રતિ માસે પાણીનો મોટો જથ્થો બચાવી શકાય છે.

G. K. General Government Hospital: 1 કલાકમાં 750 ટેસ્ટ તથા એક સાથે 180 પ્રકારના ટેસ્ટ કરતું યંત્ર કાર્યરત

પાણીનો મોટો જથ્થો બચાવતું યંત્ર કાર્યરત

આ ઉપરાંત વિટ્રોસ-5600માં માત્ર સાદું પાણી જ નહીં પરંતુ, શુધ્ધ પાણી (RO) આવશ્યક છે. 1 લિટર શુધ્ધ પાણી બનાવવા બીજું 12 લિટર પાણી વેસ્ટ થતું હોય છે. આમ, એક લિટર પાણી બનાવવા બીજું 12 લિટર પાણી જરૂરી ડ્રાય કેમેસ્ટ્રી સિધ્ધાંત ઉપર કામ કરતા ઉપકરણથી ડ્રેનેજ જેવી સિસ્ટમથી છૂટકારો મળે છે.

એક સાથે 180 ટેસ્ટ કરી શકે તેવું મશીન

લેબોરેટરીની ઉચ્ચ ગુણવત્તા નિભાવવા અને નેશનલ એક્રેડિશન બોર્ડ ફોર ટેસ્ટિંગ (NABL)ની ગાઈડલાઇન મુજબ કામ કરતાં આ મશીનથી 1 કલાકમાં માત્ર 750 ટેસ્ટ જ નહીં પરંતુ, જુદા જુદા 180 ટેસ્ટ એક સાથે કરે છે.

જુદાં જુદાં ટેસ્ટ, કિડની પ્રોફાઈલ પણ આ મશીનમાં આવરી લેવાયું

આ ટેસ્ટમાં સામાન્ય ઉપરાંત વિટામિન D-3, B-12, કાર્ડિયાક માટે ટ્રોપોનીની - આઈ આયર્ન પ્રોફાઇલ, હોર્મોન્સ જેવા કે, એફ.સી.એચ, એલ-એચ, પ્રોલેક્ટિન અને બી- એચ.એલ.જી. છે. ઉપરાંત કોવિડ માટે ડી-ડાયમર, સી.આર.પી. પીસીટી, પણ ચકાસાય છે. જ્યારે તમામ કિડની પ્રોફાઇલ, લિપિડ પ્રોફાઇલ પણ આ મશીનમાં આવરી લેવાય છે.

આ પણ વાંચો: કોરોનાના દર્દીઓને ખેડૂતો અને સંઘ પરિવારે 600 કિલો ફ્રુટનું કર્યું વિતરણ

જાણો શું કહ્યું લેબ ઇન્ચાર્જએ?

આ મશીન દ્વારા મળતાં રીપોર્ટના રિઝલ્ટની ગુણવતા અમે ઇન્ટરનેશનલ લેબોરેટરીના રીપોર્ટ સાથે સરખાવીએ પણ છીએ. આ મશીન દ્વારા ચોક્કસ અને ઝડપી રિઝલ્ટ મળી શકે છે. બેઝિક ટેસ્ટ ઉપરાંત અનેક જાતના 180 જેટલા ટેસ્ટ આ મશીનમાં કરી શકાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.