ભુજના પશુ દવાખાનામાં દેશી-વિદેશી Dogs નું Health check up કરાયું

author img

By

Published : Nov 1, 2021, 3:44 PM IST

ભુજના પશુ દવાખાનામાં દેશી-વિદેશી Dogs નું Health check up કરાયું
ભુજના પશુ દવાખાનામાં દેશી-વિદેશી Dogs નું Health check up કરાયું ()

કચ્છ જિલ્લા પંચાયતની પશુપાલન શાખા અને દાંતીવાડા વેટરનરી કોલેજના ( Dantiwada Veterinary College ) સંયુક્ત ઉપક્રમે ભુજના પશુ દવાખાનમાં ફ્રી મેગા હેલ્થ કેમ્પ ફોર ડોગ્સનું ( Dogs )આયોજન કરવામાં આવ્યું હતું. 2017 અને 2019 બાદ આ ત્રીજો કેમ્પ યોજાયો જેમાં પશુઓની ચિંતા કરવામાં આવી હતી. આ મેગા કેમ્પમાં 210 જેટલા દેશી-વિદેશી શ્વાનની સારવાર અને રસીકરણ કરવામાં આવ્યાં હતાં.

  • પશુ દવાખાને ફ્રી મેગા હેલ્થ કેમ્પ ફોર ડોગ્સનું આયોજન કરવામાં આવ્યું
  • 210 જેટલા દેશીવિદેશી શ્વાનોની સારવાર અને રસીકરણ કરાયા
  • જુદી જુદી નસલના શ્વાનો કેમ્પમાં સારવાર અર્થે આવ્યા


કચ્છઃ ભુજના પશુ દવાખાને યોજાયેલા કેમ્પમાં કચ્છમાંથી 210 જેટલા દેશ-વિદેશની પ્રજાતિના શ્વાનોને ( Dogs ) કૃમિનાશક દવાનો ડોઝ, આંખ કાનની મશીનથી તપાસણી, ડીટી કિંગ કરવાની સારવાર નેઇલ ટ્રીમિંગ, જનરલ બોડી ચેક-અપ, લોહીના નમૂના લઇ તેની તપાસ, હડકવા વિરોધી રસી, ચામડીના રોગો, વાયરલ રોગો વિરોધી રસી સહિતની સારવાર આપવામાં આવી હતી. પોલીસ સહિતની સુરક્ષા એજન્સીના અને શેરીઓમાં રખડતા કુતરાંઓનો પણ આરોગ્ય તપાસમાં ( Dogs Health check up ) સમાવેશ થયો હતો. અમુક લોકો શેરીઓમાં રખડતાં શ્વાનોને પણ સારવાર અર્થે લઈ આવ્યા હતાં અને અમુકના ઓપરેશન પણ કરવામાં આવ્યાં હતાં.

જુદી જુદી પ્રજાતિના Dogs સારવાર માટે લવાયા

આ ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પમાં ( Dogs Health check up ) પાંચ હજારથી લઈને એક લાખ સુધીની કિંમતના Dogs ની સારવાર કરવામાં આવી હતી. તેમ જ તેની દેખરેખ રાખવા માટે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આ હેલ્થ ચેકઅપ મેગા કેમ્પમાં ગ્રેટ ડેન, લેબ્રાડોર, જર્મન શેફર્ડ, પોમેરીયન, બિગલ, હસ્કી, ચાઉ ચાઉ, સેન બનાર્ડ, આલ્સેશિયન, પગ, મસ્ટીફ સહિતના પાલતુ શ્વાનોની સારવાર કરવામાં આવી હતી.

મેગા કેમ્પમાં 210 જેટલા દેશી-વિદેશી શ્વાનની સારવાર અને રસીકરણ કરવામાં આવ્યાં

નાના મોટા ઓપરેશન પણ આ કેમ્પમાં કરવામાં આવ્યા

આ મેગા ( Dogs Health check up ) કેમ્પ દરમિયાન બાકી રહી ગયેલા લોકો માટે કોરોના રસીકરણનું ( Corona vaccination ) આયોજન પણ કરવામાં આવ્યું હતું. જે શ્વાન માલિકોને કોરોના થયો હતો, તેમના પાલતુ શ્વાનના લોહીના નમૂના લઇ ચેકિંગ કરાયું હતું. આ ઉપરાંત આ મેગા કેમ્પમાં કેટલાક નાના મોટા ઓપરેશન પણ કરવામાં આવ્યાં હતાં.

દાંતીવાડા કોલેજના સ્નાતકકક્ષાના વિદ્યાર્થીઓ શ્વાનોની સેવા કરી

આ કેમ્પમાં જિલ્લા પંચાયતની પશુપાલન શાખાના પશુ ચિકિત્સક ડો.કુલદીપ છાટબાર, અધિક પશુચિકિત્સક ડૉ.ગિરીશ પરમાર, દાંતીવાડા વેટરનરી કોલેજના ડીન ડો. ડી.વી.જોશી, ગાયનેકોલોજિસ્ટ ડિપાર્ટમેન્ટના હેડ ડોક્ટર સુથાર, મેડિસિન વિભાગના વડા ડૉ આર્યન પટેલના માર્ગદર્શન હેઠળ દાંતીવાડા વેટરનરી કોલેજના ( Dantiwada Veterinary College ) સ્નાતકકક્ષાના વિદ્યાર્થીઓએ પણ આ કેમ્પમાં શ્વાનોની સેવા કરી હતી.

આ પણ વાંચોઃ તમે ક્યારેય સાંભળ્યું છે કે શ્વાનનું પણ મંદિર હોય જો ના તો આજે કરો વડનગરના શ્વાન દેવતાના દર્શન

આ પણ વાંચોઃ Police Dog Old Age Home: નિવૃત્ત પોલીસ ડોગ માટે આણંદમાં રાજ્યનું પ્રથમ શ્વાન વૃદ્ધાશ્રમ શરુ કરાયુ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.