તમે ક્યારેય સાંભળ્યું છે કે શ્વાનનું પણ મંદિર હોય જો ના તો આજે કરો વડનગરના શ્વાન દેવતાના દર્શન

author img

By

Published : Sep 1, 2021, 8:48 AM IST

mata ji

આપે ઘણા દેવી-દેવતાઓના મંદિર જોયા હશે જેમાં વિધિવત પૂજા પણ થતી હોય છે તમને ક્યારેય એવું સાંભળવા મળ્યું છે કે શ્વાનનું પણ મંદિર હોય અને તેમાં તેની પૂજા થતી હોય જો આપે આવું ના સાંભળ્યું હોય તો અમે આજે તમને શ્વાન મંદિરના દર્શન કરાવવા જઈ રહ્યા છે જે કોડીનાર તાલુકાના વડનગર ગામ માં પહાડ પર સ્થિત છે અહીં શ્વાન દેવતા સૌ કોઈની મન્નત પૂર્ણ કરતા હોવાને કારણે અહીં વર્ષોથી શ્વાન દેવતા તરીકે પૂજા થતી આવી છે

  • કોડીનારના વડનગર ગામમા ચારણ માતાજીની સાથે થાય છે સ્વાનની પૂજા
  • પહાડ પર માતાજીની સાથે શ્વાનની સમાધિ સાથે પૂજન થાય છે
  • શ્વાન દેવતા શ્રધાળુઓની માનતા પૂર્ણ કરતા હોવાની છે ધાર્મિક માન્યતા

કોડીનાર: તાલુકાના વડનગર ગામમાં શ્વાનનું મંદિર આવેલું છે. અહીં વર્ષોથી લોકો સ્વાન દેવતાની પૂજા કરીને પોતાની મનોકામના માટે પ્રાર્થના કરતા હોય છે. વર્ષો પહેલા ચારણ માતાજીએ આર્થિક સહાય મેળવવા માટે પોતાના શ્વાનને વેપારી પાસે ગીરવે મૂકીને કેટલીક આર્થિક સહાય પશુઓના ઘાસચારા માટે મેળવી હતી જેના બદલામાં શ્વાનને વેપારી પાસે ગીરવે મૂકવામાં આવ્યો હતો ત્યારે અચાનક એક દિવસ આર્થિક સહાય કરનાર વેપારીને ત્યાં ખૂબ મોટી ચોરી થાય છે જેનો ભેદ ગીરવે મુકાયેલો સ્વાન શોધી કાઢે છે ત્યાંથી સ્વાનનું મંદિર વડનગર ગામમાં જોવા મળે છે.

આ પણ વાંચો : મથુરામાં દારૂ અને માંસનું વેચાણ નહીં થાય: યોગી આદિત્યનાથ

ગીરવે મુકાયેલા સ્વાને નિભાવી વફાદારી સંપત્તિ અપાવી પરત

જે સમયે વેપારીને ત્યાં ચોરી થાય છે તે ચોરીનો સામાન લઈ જનાર લોકો સુધી ગીરવે મુકાયેલો શ્વાન વેપારીને પહોંચાડી આપે છે અને ચોરીમાં ગયેલો સામાન વેપારીને પરત મળે છે ત્યારે વેપારી સ્વાન ના ગળા માં ચિઠ્ઠી બાંધી ને તમામ કરજ માફ સાથે સ્વાન ને મુક્ત કરે છે આવું લખીને તેને ચારણ માતાજી પાસે મોકલી આપે છે સ્વાનને જોઈ ને માતાજીથી શ્વાન શ્રાપિત થાય છે અને તેનું મૃત્યું થાય છે ત્યારબાદ શ્વાનના ગળામાં બાંધેલી ચિઠ્ઠી જોઈને ચારણ માતાજી ને પણ પોતાના દ્વારા થયેલી ભૂલનો અહેસાસ થાય છે અને તે પણ સ્વર્ગવાસી બને છે ત્યારથી વડનગર ગામના પહાડ પર ચારણ માતાજીની સાથે શ્વાનની પૂજા થાય છે અને લોકો અહીં પોતાના બીમાર પશુ અને અન્ય મનોકામના માટે સ્વાન ની પૂજા કરતા જોવા મળે છે.

આ પણ વાંચો : આખરે ખેડૂતોની આતુરતાનો અંત, સુરત જિલ્લામાં વરસ્યો વરસાદ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.