ETV Bharat / state

Mandavi News: પૂર્વ ધારાસભ્ય મંગલદાદાનું નિધન પંથક શોકગ્રસ્ત, પીએમ મોદીએ શ્રદ્ધાંજલિ પાઠવી

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 5, 2024, 5:31 PM IST

માંડવીના પૂર્વ ધારાસભ્ય ધનજીભાઈ સેંધાણી ઉર્ફે મંગલદાદાનું 73 વર્ષે અવસાન થયું છે. આ સમાચારથી સમગ્ર પંથક શોકગ્રસ્ત બની ગયો છે. ધનજીભાઈ સેંધણીના નિધન પર વડા પ્રધાન મોદીએ શોક વ્યક્ત કર્યો છે. Former MLA Dhanjibhai Sendhani Mangaldada PM Modi Tweet

પૂર્વ ધારાસભ્ય મંગલદાદાનું નિધન પંથક શોકગ્રસ્ત
પૂર્વ ધારાસભ્ય મંગલદાદાનું નિધન પંથક શોકગ્રસ્ત

કચ્છઃ પૂર્વ ધારાસભ્ય ધનજીભાઈ સેંધાણી ઉર્ફે મંગલદાદાનું 73 વર્ષે અવસાન થયું છે. લકવની ટૂંકી બીમારી બાદ તેઓ મૃત્યુ પામ્યા છે. તેમના મૃત્યુના સમાચારથી સમગ્ર પંથક શોકગ્રસ્ત થઈ ગયો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયામાં સદગતને શ્રદ્ધાંજલિ પાઠવી છે.

લોકપ્રિય અગ્રણીઃ માંડવીના પૂર્વ ધારાસભ્ય ધનજીભાઈ સેંધાણી એક લોકપ્રિય અગ્રણી હતા. તેમની લોકપ્રિયતા પાછળનું મુખ્ય કારણ માંડવી તાલુકાના વિકાસમાં તેમનું યોગદાન રહ્યું હતું. તેમણે જાહેર જીવનમાં અનેક વિકાસકાર્યોને પૂર્ણ કરાવ્યા હતા. તેમણે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, પક્ષના સંગઠન અને કિસાન સંઘમાં મહત્વના હોદ્દાઓ પર પ્રશંસનીય કામગીરી કરી હતી. તેઓ માત્ર પાટીદાર સમાજ પૂરતા જ નહિ પરંતુ વિવિધ સમાજ, રાજકીય અને સહકારી ક્ષેત્રે લોકપ્રિય અગ્રણી હતા. તેમણે ગઢશીશા પંચગંગાજી તીર્થ સ્થાન વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ગઢશીશા વિસ્તારમાં સમૂહ લગ્ન સમિતિમાં પણ તેમનું યોગદાન મહત્વનું રહ્યું હતું.

પીએમ મોદીએ શ્રદ્ધાંજલિ પાઠવી
પીએમ મોદીએ શ્રદ્ધાંજલિ પાઠવી

2007માં ધારાસભ્ય બન્યાઃ વર્ષ 2007માં તેઓ ધારાસભ્ય તરીકેની ચૂંટણી લડ્યા હતા. આ ચૂંટણીમાં તેઓ 4139 મતોની લીડથી વીજયી બન્યા હતા. તેમને કુલ 41,799 મતો મળ્યા હતા. ધારાસભ્ય તરીકે ધનજીભાઈ સેંધાણી ઉર્ફે મંગલદાદાએ જનતાની સુખાકારી માટે અનેક વિકાસકાર્યો પૂર્ણ કરાવ્યા હતા. તેમણે માત્ર પાટીદાર સમાજ જ નહિ પરંતુ દરેક સમાજ પોતાના દાદા ગણતા હતા. તેથી તેમનું હુલામણું નામ મંગલદાદા હતું.

દિગ્ગજોએ પાઠવી શ્રદ્ધાંજલિઃ લકવાની ટૂંકી બીમારી બાદ મૃત્યુ પામેલ પૂર્વ ધારાસભ્ય ધનજીભાઈ સેંધાણીને દિગ્ગજો એ શ્રદ્ધાંજલિ પાઠવી છે. જેમાં વડા પ્રધાન મોદી, કચ્છ સાંસદ વિનોદ ચાવડા વગેરેનો સમાવેશ થાય છે. તેમના નિધનથી સમગ્ર પંથક શોકગ્રસ્ત બની ગયો છે. રાજકારણ, સહકારી અનેક સામાજિક ક્ષેત્રે શોકની લાગણી પ્રવર્તી ગઈ છે.

  1. સુરેન્દ્રનગરના ધારાસભ્ય ધનજી પટેલે દિવ્યાંગ બાળકો દ્વારા બનાવેલી રાખડીનું પ્રદર્શન ખુલ્લુ મુક્યું
  2. Patan News: વન વિભાગના બેવડા ધોરણોથી અગરિયાઓનો રોજગાર છીનવાયો, પાટણ સાંસદે મુખ્ય પ્રધાનને લખ્યો પત્ર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.